Home /News /business /LIC આઈપીઓથી રહો દૂર, કંપનીને લિસ્ટિંગ પર પ્રીમિયમ વેલ્યુએશન નહીં મળે: વૈભવ અગ્રવાલ

LIC આઈપીઓથી રહો દૂર, કંપનીને લિસ્ટિંગ પર પ્રીમિયમ વેલ્યુએશન નહીં મળે: વૈભવ અગ્રવાલ

એલઆઈસી આઈપીઓ.

LIC IPO updates: એલઆઈસીનો આઈપીઓ માર્ચ મહિનામાં ગમે ત્યારે ખુલી શકે છે. આ દરમિયાન તેજી મંડીના વૈભવ અગ્રવાલે રોકાણકારોને આ આઈપીઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

LIC IPO: સરકાર બે વર્ષથી તૈયાર કરી રહી છે તે LICનો આઈપીઓ આખરે સબ્સક્રિપ્શન (LIC IPO subscription) માટો ખુલશે. આઈપીઓ ભરવા માંગતો લોકો માટે તે કોઈ ઉત્સવથી કમ નથી. ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO) મધ્ય માર્ચમાં દલાલ સ્ટ્રીટમાં દસ્તક દઈ શકે છે. અહીં અમે આઈપીઓને લઈને અમુક સકારાત્મક (Positive) અને નાકારાત્મક (Negative) પાસાઓની ચર્ચા કરી રહ્યા છીએ. જેનાથી તમે આઈપીઓ પૈસા લગાવવા પર નિર્ણય કરી શકો છો. તેજી મંડીના વૈભવ અગ્રવાલ (Vaibhav Agrawal) કહે છે કે, આઈપીઓમાં સબ્સક્રિપ્શન ભલે વધારે રહે પરંતુ વ્યક્તિગત રોકાણકારોની ભાગીદારી ઓછી રહેવાનો અંદાજ છે.

સકારાત્મક વાતો:

1) મોટી કંપની : ભારતમાં દર ચારમાંથી એક લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી એલઆઈસી વેચે છે. તે ભારતની સૌથી મોટી અને દુનિયાની પાંચમી સૌથી મોટી કંપની છે. પ્રીમિયમ પ્રમાણે બજારમાં તેની ભાગીદારી 64 ટકા છે. કંપનીના 13.4 લાખ વીમા એજન્ટ છે.

2) ઉત્તમ રોકાણ: LIC આશરે 39 લાખ કરોડ રૂપિયાની અસેટ્સને મેનેજ કરે છે, જે આખા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ તરફથી મેનેજ કરવામાં આવતી રાશિથી વધારે છે. આ રકમ ભારતના નાણાકીય વર્ષ 22ના કુલ જીડીપીના 18.5 ટકા છે. સપ્ટેમ્બર, 2021 સુધી એનએસઈ પર એલઆઈસીની કુલ માર્કેટકેપ આશરે ચાર ટકા હતી.

3) વિશાળ નેટવર્ક: 13.4 લાખ વીમા એજન્ટ, 3,400 એક્ટિવ માઇક્રો ઇન્શ્યોરન્સ એજન્ટ, 72 બેંક એશ્યોરન્સ પાર્ટનર્સનું વિશાળ નેટવર્ક. સપ્ટેમ્બર 2021 સુધી 28.25 કરોડ એક્ટિવ પૉલિસી. આ તમામ ડેટા પરથી એલઆઈસી પર લોકો કેટલો વિશ્વાસ કરે છે તેનો અંદાજ લગાવી શકાય છે.

નકારાત્મક બાબતો:

1) પરસિસ્ટેન્સી રેશિયો ઓછો (સંતોષનું પ્રમાણ)

એલઆઈસીની માર્કેટમાં પહોંચ ભલે વધારે હોય પરંતુ તે ખાનગી કંપનીઓ આગળ ધીમે ધીમે માર્કેટ શેર ગુમાવી રહી છે. નાણાકીય વર્ષ 22ના પ્રથમ છ મહિનામાં Persistency Ratio 13માં મહિનામાં 78.8 ટકા, 25માં મહિનામાં 70.9 ટકા, 61માં મહિનામાં 60.6 ટકા રહ્યો હતો. ખાનગી કંપનીઓના આ આંકડા વધારે સારા છે.

2) લોન માટે અંતિમ સહારો

જો કોઈ નાણાકીય કંપની આર્થિક સંકટને પગલે દેવાળું ફૂંકે છે તો સરકાર તેને બહાર કાઢવા માટે એલઆઈસીનો ઉપયોગ કરે છે. 21,600 કરોડ રૂપિયામાં આઈડીબીઆઈ બેંકમાં 51 ટકા ભાગીદારી ખરીદ્યા બાદ એલઆઈસીએ તેમાં 4,743 કરોડ રૂપિયા નાખ્યા. આવા અનેક ઉદાહરણ છે.

આ પણ વાંચો: એલઆઈસી આઈપીઓ: 10 માર્ચે ખુલી શકે છે, પ્રાઇસ બેન્ડ 2,000-2,100 રહેવાની આશા

3) ઓછું વીએનબી માર્જિન

એલઆઈસીનો વીએનબી (value of the new business) માર્જિન તેના સ્પર્ધકોની સરખામણીમાં ખાસ સારો નથી. નાણાકીય વર્ષ 21 માટે LIC નો વીએનબી માર્જિન 9.9 ટકા હતી. જ્યારે નાણાકીય વર્ષ 22 ના પ્રથમ છ મહિનામાં તે 9.3 ટકા હતો. જ્યારે એલઆઈસીના સ્પર્ધકોનો વીએનબી માર્જિન 20-25 ટકા છે.

શું આઈપીઓ ભરવો જોઈએ?

આ મામલે તેજી મંડીના વૈભવ અગ્રવાલ કહે છે કે, હું વ્યક્તિગત રીતે રોકાણકારોને આ આઈપીઓની દૂર રહેવાની સલાહ આપીશ. કારણ કે આની સરખામણીમાં બીજી લિસ્ટેડ કંપનીઓનું મેટ્રિક્સ સારું છે. એલઆઈસી સ્પર્ધકો આગળ પોતાનો માર્કેટ હિસ્સો ગુમાવી રહી છે. કંપની પોતાના મજબૂત એજન્ટ બેઝનો ફાયદો નથી ઉઠાવી શકતી.

આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓ અંગે મનમાં કોઈ સવાલ હોય તો અહીં વાંચો તેનો જવાબ

વૈભવ અગ્રવાલનું કહેવું છે કે સબ્સક્રિપ્શન ભલે સારું રહે, કારણ કે મોટી સંખ્યામાં પૉલિસીધારકોએ ડીમેટ ખાતા ખોલાવ્યા છે, પરંતુ વ્યક્તિગત રોકાણકારોની ભાગીદારી ઓછી રહેવાનો અંદાજ છે. આ કારણે એલઆઈસીનું લિસ્ટિંગ પ્રીમિયમ પર નહીં થઈ શકે.

(ખાસ નોંધ: અહીં રજુ કરવામાં આવેલા વિચાર વ્યક્તિગત છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટના નહીં. ન્યૂઝ18 ગુજરાતી તેના યૂઝર્સને રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.)
First published:

Tags: Investment, LIC, LIC IPO, Stock market

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો