Home /News /business /

Stock Market : ડોલી ખન્નાએ 150 ટકા રીટર્ન આપનાર શેર પર અજમાવ્યો મોટો દાવ, ખરીદ્યા 10 લાખ શેર

Stock Market : ડોલી ખન્નાએ 150 ટકા રીટર્ન આપનાર શેર પર અજમાવ્યો મોટો દાવ, ખરીદ્યા 10 લાખ શેર

ડોલી ખન્ના સ્ટોક

Stock Market : ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન (chennai petroleum corporation) ના શેરોએ આ વર્ષે અત્યાર સુધીમાં તેના શેરધારકોને 170 ટકાથી વધુ નફો આપ્યો છે. ડોલી ખન્ના (dolly khanna) એ 263.15 રૂપિયા પ્રતિ શેરના દરે 10 લાખ શેર (Stocks) ખરીદ્યા છે

વધુ જુઓ ...
    દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્ના (Investor Dolly Khanna) એ બલ્ક ડીલમાં ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન (Chennai Petroleum Corporation)ના 10 લાખ શેર ખરીદ્યા છે. ETએ NSE પાસે ઉપલબ્ધ દસ્તાવેજોને ટાંકીને આ વાત કહી છે. જોકે, અત્યારે એ સ્પષ્ટ નથી થયું કે આ શેર ડોલી ખન્નાને કોણે વેચ્યા છે. ડોલી ખન્નાએ 263.15 રૂપિયા પ્રતિ શેરના દરે 10 લાખ શેર (Stocks) ખરીદ્યા છે. એટલે કે આ ડીલ કુલ 26.31 કરોડ રૂપિયાની છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે NSE પર કંપનીનો શેર રૂ. 279.55 પર બંધ થયો હતો. છેલ્લા પાંચ દિવસમાં ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં 17 ટકાનો ઘટાડો થયો છે.

    150 ટકાથી વધુની વૃદ્ધિ

    ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરોએ આ વર્ષે અત્યાર સુધીમાં તેના શેરધારકોને 170 ટકાથી વધુ નફો આપ્યો છે. કંપનીના શેર 3 જાન્યુઆરી 2022ના રોજ NSE પર રૂ. 103.30 પર હતા, જે 29 એપ્રિલ 2022ના રોજ રૂ. 279.55 પર બંધ થયા છે. જો તમે આ વર્ષની શરૂઆતમાં કંપનીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને રોકાણ જાળવી રાખ્યું હોત તો અત્યાર સુધીમાં તમારી રકમ 2.70 લાખ થઈ ગઈ હોત.

    2 વર્ષમાં લગભગ 400 ટકા

    આજથી 2 વર્ષ પહેલા એટલે કે 29 મે, 2020ના રોજ NSE પર રૂ. 279.55ના ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરની કિંમત રૂ. 54.75 હતી. જો કોઈ રોકાણકારે 29 મે, 2020ના રોજ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોત તો અત્યાર સુધીમાં તે 5.10 લાખ રૂપિયાને વટાવી ગયું હોત. તેની 52 સપ્તાહની નીચી કિંમત 94.45 રૂપિયા છે. જ્યારે આ સ્ટોક હાલમાં તેની 52 સપ્તાહની ટોચે ચાલી રહ્યો છે.

    આ પણ વાંચોAxis Bank Result Review : પરિણામો બાદ હવે રોકાણકારોએ શેર ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા ? જાણો શું છે બ્રોકરેજ હાઉસની સલાહ

    ડોલી ખન્નાએ આ કંપનીઓમાં પણ કર્યું રોકાણ

    અનુભવી રોકાણકાર ડોલી ખન્નાએ નવા વર્ષમાં જાન્યુઆરી-માર્ચ 2022 ક્વાર્ટરમાં ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે. તેમણે શારદા ક્રોપકેમ, સંદુર મેંગેનીઝ અને આયર્ન ઓર, પોન્ડી ઓક્સાઇડ એન્ડ કેમિકલ્સ અને ખેતાન કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સમાં પ્રથમ વખત રોકાણ કર્યું છે. આ ઉપરાંત તેમણે ગત નાણાંકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પ્રકાશ પાઇપ્સમાં તેમનો હિસ્સો 1.4 ટકાથી વધારીને 2.4 ટકા કર્યો છે. તેણે નીતિન સ્પિનર્સ, બટરફ્લાય ગાંધીમતી એપ્લાયન્સ, સિમરન ફાર્મ્સ, અજંતા સોયા અને રામા ફોસ્ફેટ્સમાં પણ પોતાનો હિસ્સો વધાર્યો છે. આ તમામ શેરોએ છેલ્લા લગભગ એક વર્ષમાં મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.
    First published:

    Tags: Business news, Business news in gujarati, Dolly Khanna, Indian Stock Market, Stock market, Stock market Tips

    આગામી સમાચાર