Home /News /business /Investment : ઊંચા ફુગાવાની સ્થિતીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ?

Investment : ઊંચા ફુગાવાની સ્થિતીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ?

મ્યુચ્યુઅલ ફંડ

ફુગાવાને જોતા રોકાણકારે વાર્ષિક ધોરણે SIPમાં થતા રોકણમાં ઓછામાં ઓછા 10 ટકાનો વધારો કરતા રહેવું જોઈએ. તેનાથી રોકાણની વેલ્યુ ભવિષ્યના ફાઇનાન્શિયલ ગોલ જળવાઈ રહે છે અને રોકાણ દરમિયાન ફુગાવાના કારણે ઉભા થતા તણાવ દૂર રહે છે.

ફુગાવો (Inflation) આસમાને પહોંચી રહ્યો છે. જેના પરિણામે વ્યાજના દરો (Interest rate) વધી રહ્યા છે. ફુગાવા અને વ્યાજદરને કારણે ભારતીય શેરબજારો (Stock market) વોલેટિલિટી જોવા મળી રહી છે. જેથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો (Mutual fund investors)ના પોર્ટફોલિયોમાં અને એમાં પણ ખાસ કરીને ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ્સમાં કડાકો જોવા મળી રહ્યો છે. આમ તો લાંબાગાળાના રોકાણકારોએ બિનજરૂરી ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી, પણ પોર્ટફોલિયો (Portfolio)ને યોગ્ય રીતે જાળવી શકે અને લાંબાગાળે વેલ્થ બનાવી શકે તે પ્રકારે રોકાણની વ્યૂહરચનાની જરૂર છે.

રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ્સને માત્ર ફાઇનાન્શિયલ પ્રોડક્ટ તરીકે જ નહીં, પરંતુ તેમના લાંબાગાળાના ફાઇનાન્શિયલ ગોલ્સ માટેના ઉકેલ તરીકે જોવા જોઈએ. શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત અભિગમ તથા વર્ષે દાડે પોર્ટફોલિયોની સમીક્ષા કરવાથી ફાઇનાન્શિયલ ફ્રીડમ પ્રાપ્ત કરવી જરૂરી છે. રોકાણકારોએ રોકાણ કર્યું હોય ત્યારે રોકાણની મૂળભૂત બાબતો સાથે ચેડાં ન થાય તેવી રીતે બજારની સ્થિતિને જોતાં ટૂંકાથી મધ્યમ ગાળા માટે વ્યૂહરચના બદલવાનું વિચારી શકે છે.

હાલ ફુગાવો ઊંચો છે અને આવો ફુગાવો મધ્ય-ગાળા સુધી રહી શકે છે. આ બાબત તમારા મ્યુચ્યુઅલ ફંડના રોકાણોની વ્યૂહરચના ઘડવાની તક હોઈ શકે છે. વર્તમાન પરિસ્થિતિનો વધુને વધુ લાભ લેવા માટે રોકાણકારો અહીં આપેલી વ્યૂહરચનાઓ બનાવી શકે છે.

આ પણ વાંચો -30 જૂન પહેલા તમારા PANને કરો આધાર સાથે લિંક, નહીં તો થશે મોટું નુક્સાન

ઇક્વિટી સ્કીમમાં વધારાની ખરીદી


ઇક્વિટી રોકાણકારોએ SIP અથવા લમ્પસમ દ્વારા પોતાના રોકાણને ટોપ અપ કરતા રહેવું જોઈએ. શેર બજારો પોતાની ઐતિહાસિક ઊંચાઈથી લગભગ 20% નીચે છે. તેથી રોકાણકારો પાસે રોકાણની કોસ્ટને સરભર કરવા માટે નીચા નેટ એસેટ વેલ્યુ (NAV) પર યુનિટ ખરીદવાની તક છે. ભંડોળની ઉપલબ્ધ હોય તો તમે વર્તમાન વોલેટિલિટીનો વધુને વધુ ઉપયોગ કરવા માટે નીચા ભાવે ખરીદી કરી શકો છો. તમે સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન (STP)નો ઉપયોગ કરવાનું પણ વિચારી શકો છો. આ પ્લાન હેઠળ લિક્વિડ સ્કીમમાં તમારા લમ્પસમ રોકાણને વ્યવસ્થિત રીતે ટાર્ગેટ સ્કીમમાં તબદીલ કરવામાં આવે છે. આ કિસ્સામાં સ્કીમ તમારે પસંદ કરવાની રહે છે.

ટૂંકા અને મધ્યમ ગાળાના ડેટ ફંડ્સમાં રોકાણ કરો


હાલના ડેટ રોકાણકારો અથવા જેઓ ડેટમાં રોકાણ કરવા માંગે છે, તેઓ ટૂંકા ગાળાના ડેટ ફંડ્સમાં રોકાણ કરવાનું વિચારી શકે છે. તેમાં વ્યાજના દરમાં વધઘટનું જોખમ ઓછું હોય છે. રોકાણકારોએ યાદ રાખવું કે વ્યાજના દરમાં વધારો ડેટ ઇન્સ્ટમેન્ટની વેલ્યુ સાથે વિપરીત સંબંધ ધરાવે છે. તેનો અર્થ એ છે કે, ડેટ ફંડ્સ હાઈ ઇન્ટરેસ્ટ સાયકલ વખતે નબળો દેખાવ કરે છે. જેથી તમે ક્રેડિટ-રિસ્ક ડેટ ફંડ્સને ટાળી શકો છો.

SGB અને ગોલ્ડ ETFમાં રોકાણ કરો


સોનાને મોંઘવારી સામે રક્ષા કવચ માનવામાં આવે છે. જેથી હાલના રોકાણકારો સોના સંબંધિત ફંડ ગોલ્ડ ઇટીએફ અથવા સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (SGB)માં રોકાણ કરી વિવિધતા લાવવાનું વિચારી શકે છે. યાદ રાખો કે, સોનામાં ફંડની ફાળવણી તમારા એકંદર પોર્ટફોલિયોના 5-10%થી વધુ ન હોવી જોઈએ. સોનામાં એક્સપોઝર 5 ટકાથી ઓછું હોય તો તમે ગોલ્ડ ફંડ્સમાં વધુ રોકાણ કરવાનું વિચારી શકો છો. નવા રોકાણકારો પણ શરૂઆત માટે સોના સંબંધિત ભંડોળમાં ઓછામાં ઓછું 5% એક્સપોઝર લઈ શકે છે.

આ પણ વાંચો -સોનાનો ભાવ સ્થિર, ચાંદીના ભાવમાં ઘટાડો, શું રોકાણ કરવાનો યોગ્ય સમય?

ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં રોકાણ કરો


એસેટનું યોગ્ય એલોકેશન જરૂરી છે. વિવિધ એસેટ ક્લાસના મૂલ્યાંકનના આધારે રોકાણકારોએ ડેટ અને ઇક્વિટી વચ્ચે ઇનબિલ્ટ એસેટ એલોકેશન ફીચર્સ ધરાવતી સ્કીમ્સ પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ ફીચર્સ વેલ્યુના આધારે એલોકેશનમાં વારંવાર બદલાવ કરે છે અને રોકાણકારોને બંને એસેટ ક્લાસમાંથી સારું વળતર મળે છે. ઇક્વિટી અથવા ડેટ સ્કીમની તુલનામાં આવા ફંડમાં વળતર વધુ સ્થિર હોય છે.

SIPમાં રોકાણનો વધારો કરો


ફુગાવાને જોતા રોકાણકારે વાર્ષિક ધોરણે SIPમાં થતા રોકણમાં ઓછામાં ઓછા 10 ટકાનો વધારો કરતા રહેવું જોઈએ. તેનાથી રોકાણની વેલ્યુ ભવિષ્યના ફાઇનાન્શિયલ ગોલ જળવાઈ રહે છે અને રોકાણ દરમિયાન ફુગાવાના કારણે ઉભા થતા તણાવ દૂર રહે છે.

ગભરાશો નહીં


પૈસાની ખરેખર જરૂર ન હોય ત્યાં સુધી તમારા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાંથી પૈસા ઉપાડશો નહીં. પૈસા ઉપાડવા પાછળનું કારણ બજારમાં આવેલ કડાકો ક્યારેય ન હોવો જોઈએ. માર્કેટમાં ઉભી થયેલ પેનિકની સ્થિતિ રોકાણ જાળવી રાખવાનો અથવા રોકાણમાં વધારો કરવાનો શ્રેષ્ઠ સમય છે.

વર્તમાન પરિસ્થિતિને એસેટમાં વધારો બનાવવાની તક તરીકે ગણો. જો તમે પેનિકની સ્થિતિમાં રોકાણ ઉપાડી લેશો તો, તમારી સંપત્તિ તો ઉભી નહીં જ થાય સાથે જ આવો કડવો અનુભવ તમને ભવિષ્યમાં રોકાણ કરતા અટકાવશે. એકંદરે લાંબાગાળે નુકસાન થશે.

તૂટી ગયેલા સેક્ટરલ ફંડ્સમાં રોકાણ કરો


આવી સ્થિતિમાં કોર ડાયવર્સિફાઇડ ઇક્વિટી પોર્ટફોલિયોના સેટેલાઇટ ફંડ્સ તરીકે ઓળખાતા સેક્ટર ઓરિએન્ટેડ ફંડ્સ પર પણ નજર દોડાવી શકાય છે. છેલ્લા મહિનાઓમાં બેન્કિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને આઇટી જેવા ક્ષેત્રોને ભારે ફટકો પડ્યો છે. રોકાણકારો આવી સ્કીમમાં લમ્પસમ રોકાણને ધ્યાનમાં લઈ શકે છે, જે લાંબાગાળે તમારા રોકાણ પોર્ટફોલિયોમાં ઘણું મૂલ્ય ઉમેરી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, અહીં આપેલી વ્યૂહરચનાઓ તમામ પ્રકારના રોકાણકારો માટે યોગ્ય ન હોઈ શકે. જેથી કોઈ વ્યૂહરચના અમલમાં મુકતા પહેલા તમારે રિસ્ક પ્રોફાઇલ, ઉંમર અને ધ્યેયને ધ્યાનમાં લેવું જોઈએ. રોકાણકારો નિર્ણય લેવા માટે તેમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ શકે છે.
First published:

Tags: Investment રોકાણ, Mutual fund, Mutual Fund market

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો