નવી દિલ્હી: દેશમાં 8-10 મહિનાથી મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds)માં ખૂબ જ ઝડપથી રોકાણ વધી રહ્યું છે. લોકો તેમાં SIP (Systematic Investment Plan)થી વધારે રોકાણ કરી રહ્યા છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને તમે એસઆઈપી (SIP) મારફતે રોકાણ કરી શકો છો. રોકાણકારો SIP દ્વારા લાંબાગાળે મોટા ભંડોળનું નિર્માણ કેવી રીતે થઈ શકે છે તેનું મહત્વ સમજે છે. એસઆઈપી થકી રોકાણકારો તેમની ખરીદીની સરેરાશ કિંમત ઘટાડી શકે છે. એસઆઈપી દ્વારા તમે નીચા બજાર ભાવે વધુ યુનિટ લઈ શકો છો. તેથી બજારો અસ્થિરતામાંથી પસાર થઈ રહી હોય ત્યારે પણ એસઆઈપી રોકાણકારોને ફાયદો કરાવે છે. એસઆઈપીમાં તમે ફક્ત 100 રૂપિયાની રોકાણની શરૂઆત કરી શકો છો.
એસઆઈપીના ફાયદા
એસઆઈપીમાં તમે રોકાણની રકમ નક્કી કરી શકો છો. જેમાં તમે રોકાણની વચ્ચેથી વધારી પણ શકો છો. એટલે કે ધારો કે તમે 500 રૂપિયાથી શરૂઆત કરી છે અને તમે તે રકમ વધારવા માંગો છો તો વધારી શકો છો. જેનાથી તમે યૂનિટ ખરીદી પાછળ લાગતો સરેરાશ ખર્ચ ઘટાડી શકો છો. બજારમાં જ્યારે મંદી આવે છે ત્યારે સસ્તા યૂનિટનો ફાયદો મળે છે. જેના પરિણામે સરવાળે તગડું વળતર મળે છે.
માસિક બચત અને કોઈ ચિંતા નહીં!
એસઆઈપી શરૂ કરવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમે દર મહિને બચત કરવાનું શીખી જાવ છો. જો તમે દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરો છો તો તમે એટલી રાશિની બચત કરશો. સાથે જ તમારે શેર બજારની પણ કોઈ ચિંતા રાખવાની જરૂરિયાત નથી રહેતી. કારણ કે તમારા વતી બજાર નિષ્ણાતો રોકાણ કરે છે.
ઇચ્છો ત્યારે રોકી શકો છો એસઆઈપી
એસઆઈપી તમે ઇચ્છો ત્યારે રોકી શકો છો. જો તમારે વચ્ચે પૈસાની જરૂરિયા હોય તો તમે એસઆઈપીને રોકી શકો છો. એટલે કે તમે દર મહિને પૈસા રોકવા માટે બાધ્ય નથી. આ ઉપરાંત એક રોકાણકાર તરીકે તમારે શેર બજાર પર વધારે ધ્યાન આપવાની પણ જરૂર નથી.
નાના શહેરોમાં પણ એસઆઈપી લોકપ્રિય બની છે. ઉદ્યોગની ભાષામાં તેને B30 શહેરો તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરોમાંથી રિટેલ રોકાણકારો પાસેથી સરેરાશ એસઆઈપી રોકાણ ટોચના 30 શહેરો કરતા ઓછું છે, પરંતુ આ સ્થળોના રોકાણકારો સમજે છે કે તેઓ એસઆઈપી દ્વારા નાના રોકાણ કરી શકે છે અને સમય જતાં મોટું ભંડોળ ઊભું કરી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં લમ્પસમમાં તીવ્ર વધઘટ જોવા મળી છે, પણ એસઆઈપી રોકાણોમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2022માં માસિક એસઆઈપી 11,517 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. બજારની અસ્થિરતા (Volatile market) હોવા છતાં 2022ના જાન્યુઆરીમાં 26 લાખ નવા SIP એકાઉન્ટ્સ ખુલ્યા હતા. જેના પરથી SIPની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.
નોંધનીય છે કે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ દ્વારા મેનેજ થતી રોકાણકારોની 38 લાખ કરોડ રૂપિયાની સંપત્તિમાંથી 15 ટકાથી વધુ અથવા 5.76 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ એસઆઈપી એસેટ્સ થકી આવે છે. એસઆઈપી એસેટ્સનો હિસ્સો વધશે એટલે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારોના પ્રવાહમાં વધુ સ્થિરતા જોવા મળશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર