Home /News /business /Stocks Vs Mutual Funds: સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડ, બંનેમાંથી શેમાં રોકાણ કરવું વધુ લાભદાયક?

Stocks Vs Mutual Funds: સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડ, બંનેમાંથી શેમાં રોકાણ કરવું વધુ લાભદાયક?

મ્યુચ્યુઅલ ફંડ વિ. સ્ટોક

Stocks Vs Mutual Funds: તમે શેરોમાં રોકાણ કરી રહ્યા છો, તો તમે તમારી પસંદગી માટે જવાબદાર છો. તેમાં અન્ય પરિબળો કરતા પસંદગી મહત્વપૂર્ણ છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો ફંડ મેનેજર તમારા વતી આ કૉલ લે છે.

  મુંબઇ. Stocks or Mutual Funds: મોટાભાગના રોકાણકારો સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડ (Stocks or mutual funds)માંથી શેમાં રોકાણ કરવું તેની મૂંઝવણનો સામનો કરે છે. આ બાબત રોકાણકાર પર નિર્ભર છે તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. આ બાબત સંપૂર્ણ રીતે વ્યક્તિલક્ષી છે. તેમાં એક બીજાની સામે પીચ કરવું એ સફરજન (Apple) અને નારંગી (Orange)ની સરખામણી કરવા જેવું છે. સરળ શબ્દોમાં કહીએ તો જો તમે શેરોમાં રોકાણ કરી રહ્યા છો, તો તમે તમારી પસંદગી માટે જવાબદાર છો. તેમાં અન્ય પરિબળો કરતા પસંદગી મહત્વપૂર્ણ છે.

  જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો ફંડ મેનેજર તમારા વતી આ કૉલ લે છે. તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે કોઈપણ અસેટ ક્લાસ પસંદ કરતા પહેલા તમારે અમુક નિર્ણાયક પરિબળોનું ધ્યાન રાખવાની જરૂર છે. આ ફેક્ટરો કયા છે ચાલો જોઈએ.

  માર્કેટ એક્સપિરિયન્સ

  જો તમારી પાસે જરૂરી જ્ઞાન અને અનુભવ હોય, તો સીધું સ્ટોકમાં રોકાણ તમારા માટે ખૂબ સારું કામ કરી શકે છે. જો તમે થોડા સમય સુધી માત્ર એક જ સ્ટોકમાં રોકાણ કરતા હોવ અને રોકાણની સલાહો માટે અન્ય કે ત્રીજા પક્ષ પર આધાર રાખતા હોવ તો તમારે કોઈપણ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જરૂરી છે. સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ તમને સક્રિય બજાર સહભાગી બનવાની ખાતરી આપે છે.

  બીજી બાજુ મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે કેસ થોડો અલગ છે. તમારો ફંડ મેનેજર તમારા પોર્ટફોલિયોનું ધ્યાન રાખે છે અને જો તમે તમારા રોકાણ વિશે ભૂલી જાઓ તો પણ તમે નુક્શાન નહી કરો. આ રોકાણ દ્વારા સારા પૈસા કમાઈ શકો છો. ટૂંકમાં મ્યુચ્યુઅલ ફંડ્સ નિષ્ક્રિય રોકાણકારો માટે સારી રીતે કાર્ય કરે છે. જેમની પાસે સમયની અછત અને બજારની ગતિવિધિઓને નેવિગેટ કરવાનો અને અન્ય વિગતો સ્ટડી કરવાનો સમય નથી તેમની માટે આ ફંડમાં રોકાણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

  પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન

  રોકાણના મુખ્ય સિદ્ધાંતોમાંનું એક એટલે ડાયવર્સિફિકેશન જોખમ ઘટાડવામાં અને તમારા પોર્ટફોલિયોને સંતુલિત કરવામાં મદદ કરે છે. સારી રીતે વૈવિધ્યસભર પોર્ટફોલિયો તમારા રોકાણમાં સ્થિરતા લાવશે અને તમને સારા રિટર્ન પણ આપશે. વિવિધ ક્ષેત્રોમાં 10-15 શેરોની બાસ્કેટ તમને જરૂરી ડાયવર્સિફિકેશન આપે છે. જ્યારે તમે એક જ સ્ટોકમાં રોકાણ કરો છો, ત્યારે તમને કંપની જે ડોમેન ચલાવે છે તેના માટે એક્સપોઝર મળે છે. ઉદાહરણ તરીકે, જો તમે ટેક્નોલોજી ફર્મનો સ્ટોક ખરીદો છો, તો તમારું એક્સપોઝર તે સેક્ટર સુધી જ મર્યાદિત છે.

  આ પણ વાંચો: Mutual Funds: માર્કેટમાં કરેક્શન વખતે તમારે કયા મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા જોઇએ? જાણો વિગત

  જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમારા પૈસા વિવિધ ક્ષેત્રોમાં ખર્ચવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે ફંડ અંતર્ગત પોર્ટફોલિયો વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે. તે તમારા પોર્ટફોલિયોને આપમેળે ડાયવર્સિફિકેશન આપવામાં મદદ કરે છે અને તમને લાંબા ગાળે રોકાણો પરનું રિટર્ન વધારવાની તક આપે છે.

  સુપરલેટિવ સામે મોડરેટ

  શેરોના રોકાણમાં તમે ભારે પ્રમાણમાં નફો અથવા તો નુકસાન મેળવો તેની શક્યતા હોય છે. જો તમારી પાસે મલ્ટીબેગર હોય તો તમારું રિટર્ન થોડા જ સમયમાં વધી શકે છે. બીજી બાજુ રોકાણના રિટર્નમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા રહેલી હોય છે. મ્યુચ્યુઅલ ફંડ સામે એક સ્ટોકના રિટર્નની તુલના કરી શકાતી નથી.

  આ પણ વાંચો: Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી?

  એ બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડ તમારા રિટર્નને રાતોરાત બમણું કરી શકતું નથી. જ્યારે સ્ટોકમાં આવું કરવાની ક્ષમતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી મળતુ રિટર્ન વ્યાપક બજારના વલણોને અનુરૂપ હોય છે. ફંડ મેનેજરે સેબીના નિયમો અનુસાર અમુક આદેશોનું પાલન કરવું જોઈએ. સીધું સ્ટોકમાં રોકાણ તમને માત્ર ઉચ્ચ રિટર્ન આપતી કંપનીઓમાં જ રોકાણ કરવાની પ્રેરણા આપે છે. જેનાથી તમારા પોર્ટફોલિયોના એકાગ્રતાના જોખમમાં વધારો થાય છે.

  રોકાણ કરવા માટે શેની પસંદગી કરવી?

  જોકે, તમારે બંને નાણાકીય સાધનોમાં રોકાણ કરવું જોઈએ. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ એ ધ્યેય-લક્ષી પોર્ટફોલિયો બનાવવા માટે સારી પસંદગી છે, ત્યારે યોગ્ય સ્ટોક રોકાણ તમને ટૂંકા સમયગાળામાં ખૂબ સારું રિટર્ન અપાવી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Mutual funds, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन