Home /News /business /

Investment Tips: પોસ્ટ ઓફિસ કે બેંક ક્યાં રોકાણ કરવા પૈસા? જાણો સૌથી સારો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

Investment Tips: પોસ્ટ ઓફિસ કે બેંક ક્યાં રોકાણ કરવા પૈસા? જાણો સૌથી સારો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

ફિક્સ્ડ ડિપોઝિટ તે લોકો માટે રોકાણનો સૌથી સારો વિકલ્પ (Investment Option) છે

Post Office Interest Rates - બેંક કે પોસ્ટ ઓફિસ જ એવું માધ્યમ છે જ્યાં પૈસા સુરક્ષિત રહે છે. ભલે થોડું પણ રિટર્ન તો મળે છે

    Best Investment Plans: એપ્લોય પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને (EPFO) પીએફ (PF) પર વ્યાજ દર ઘટાડી દીધો છે. પીએફ પર વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો છે. સરકારી જમા રકમ પર વ્યાજ દરો સતત ઘટી રહ્યા છે. બેંકમાં પણ પૈસા રાખવા ફાયદાની વાત નથી. રિટર્ન તો દૂર રહ્યું બેંક હવે તમામ સેવાઓના બદલે મોટો ચાર્જ વસૂલે છે. આ બધું જાણતા હોવા છતા બધા પૈસા બજારમાં લગાવી શકાય નહીં અને ઘરે પણ રાખી શકાય નહીં. કારણ કે બજારની સ્થિતિ બધાને ખબર છે. યૂક્રેન-રશિયાના યુદ્ધથી ભારત જ નહીં દુનિયાના બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

    આવામાં બેંક કે પોસ્ટ ઓફિસ જ એવું માધ્યમ છે જ્યાં પૈસા સુરક્ષિત રહે છે. ભલે થોડું પણ રિટર્ન તો મળે છે. બેંક કે પોસ્ટ ઓફિસમાં (Post Office Interest Rates) લોકો સૌથી વધારે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit FD)કરવાનું પસંદ કરે છે. જેથી એક નિશ્ચિત સમય માટે પૈસા સુરક્ષિત રહે અને વ્યાજ પર મળી જાય. ફિક્સ્ડ ડિપોઝિટ તે લોકો માટે રોકાણનો સૌથી સારો વિકલ્પ (Investment Option) છે જે જોખમ વગર રોકાણ કરવા માંગે છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં 7 દિવસથી લઇને 10 વર્ષ સુધી પૈસાનું રોકાણ કરી શકાય છે.

    આથી સવાલ થાય કે પૈસા બેંકમાં જમા કરાવીએ કે પોસ્ટ ઓફિસમાં. ઘણા મામલામાં પોસ્ટ ઓફિસ બેંક કરતા વધારે રિટર્ન આપી રહ્યા છે. અહીં અમે બેંક કે પોસ્ટ ઓફિસની અલગ-અલગ એફડી સ્કીમ પર વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ.

    આ પણ વાંચો - EPFOનાં વ્યાજદર ફરી એક વખત ચર્ચામાં, જાણો ઇપીએફઓ ક્યાં રોકે છે તેનું ફંડ

    ફિક્સ્ડ ડિપોઝિટમાં મેચ્યોરિટીથી પહેલા પૈસા કાઢી શકતા નથી. જો તમે મેચ્યોરિટી પહેલા પૈસા કાઢો તો તમારે નુકસાન ઉઠાવવું પડે છે. FD ના વ્યાજ દર પુરી રીતે મેચ્યોરિટી ગાળા પર નિર્ભર કરે છે. વિભિન્ન બેંકો અને સંસ્થાઓમાં વ્યાજ દર અલગ-અલગ છે. જે 4 ટકાથી 7.5 ટકા સુધી હોય છે.

    પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ (Post Office Term Deposit)

    પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (Post Office Time Deposit) કે પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ બેંક એફડીની જેમ હોય છે. પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ એક, બે, ત્રણ અને 5 વર્ષો માટે હોય છે. આ સ્કીમમાં વ્યાજ દર સમય-સમયે બદલાતા રહે છે. વર્તમાનમાં પોસ્ટ ઓફિસના વ્યાજ દર આ પ્રકારે છે.

    એક વર્ષની ડિપોઝિટ પર - 5.50 ટકા વ્યાજ
    બે વર્ષની ડિપોઝિટ પર - 5.50 ટકા વ્યાજ
    ત્રણ વર્ષની ડિપોઝિટ પર - 5.50 ટકા વ્યાજ
    પાંચ વર્ષની ડિપોઝિટ પર - 6.70 ટકા વ્યાજ

    જો તમે ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં (Time Deposit scheme benefits)5 લાખ રૂપિયા જમા કરો છો તો તમને 6.7 ટકાના દરે વ્યાજ મળે છે. તો પૈસા ડબલ થવામાં લગભગ 10 વર્ષ એટલે કે 129 મહિના લાગળે. 5 વર્ષમાં આ રકમ 6,91,500 રૂપિયા થશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Epfo, EPFO Interest, Interest rates

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन