Investment tips: Mutual Fundsમાં રોકાણ કરવા માંગો છો? તો અહીં આપી છે તમારા માટે યોગ્ય કેટેગરી

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ ટીપ્સ

mutual funds investmen tips: મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા (investment in mutual fund) માટે આજે ઘણી કેટેગરી ઉપલબ્ધ છે. જો ભૂલથી પણ ખોટી કેટેગરી પસંદ (Categories Selection) કરી તો તમારા રોકાણ પર તેની સીધી અસર પડી શકે છે.

  • Share this:
    Investment tips: મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા (investment in mutual fund) માટે આજે ઘણી કેટેગરી ઉપલબ્ધ છે અને તે તમામમાં લોકોને મૂંઝવણ થાય છે. જો ભૂલથી પણ ખોટી કેટેગરી પસંદ (Categories Selection) કરી તો તમારા રોકાણ પર તેની સીધી અસર પડી શકે છે. તો આજે અમે તમને આ અહેવાલમાં સરળ રીતે અને તમારા માટે યોગ્ય હોય તેવી કેટેગરી વિશે જણાવશું. આ કેટેગરી પસંદ કરતી સમયે અમે રોકાણના પ્રકારને પણ ધ્યાનમાં રાખ્યા છે.

    0-1 વર્ષ માટે મ્યૂચ્યુઅલ ફંડ કેટેગરી

    ઇક્વિટી ફંડ માટે સીધી જ ના છે. સરળતા માટે ડેબ્ટ પસંદ કરો. અલગ અલગ રોકાણકારો માટે નીચેની કેટેગરી યોગ્ય રહેશે.
    કન્ઝર્વેટિવ રોકાણકારોઃ લિક્વિડ ફંડ્સ
    બેલેન્સ રોકાણકારઃ લિક્વિડ ફંડ્સ, અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ્સ
    એગ્રેસિવ ઇન્વેસ્ટરઃ લિક્વિડ ફંડ્સ, અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્, આર્બિટ્રેજ ફંડ્સ

    0-3 વર્ષ માટે મ્યૂચ્યુઅલ ફંડ કેટેગરી

    અહીં પણ ફરી વખત ડેબ્ટનો વિકલ્પ જ યોગ્ય રહેશે. નીચે આપેલી કેટેગેરી ઉપયોગી બની શકે છે.
    કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર્સઃ લિક્વિડ ફંડ્સ, અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, આર્બિટ્રેજ ફંડ્સ
    બેલેન્સ્ડ ઇન્વેસ્ટર્સઃ અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, લો ડ્યુરેશન ફંડ્સ, મની માર્કેટ ફંડ્સ, આર્બિટ્રેજ ફંડ્સ
    અગ્રેસિવ ઇન્વેસ્ટરઃ અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, લો ડ્યુરેશન ફંડ્સ, આર્બિટ્રેજ ફંડ્સ, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ

    3-5 વર્ષ માટે મ્યૂચ્યુઅલ ફંડ કેટેગરી
    હાલ આ સમયગાળા માટે કેટલાક જોખમો લઇ શકાય છે. પરંતુ માત્ર યોગ્ય રોકાણ દ્વારા જ. તેથી તમામ કન્ઝર્વેટિવ રોકાણકારો માટે પ્યોર ડેબ્ટની પસંદગી વધુ સલાહભરી છે. જ્યારે અન્ય માટે ઇક્વિટી તરફ વિચારી શકાય છે. નીચે આપેલ અમુક કેટેગરી વિવિધ રોકાણકારો માટે આપવામાં આવી છે.
    કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટરઃ અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ, બેંકિંગ અને PSU ફંડ્સ
    બેલેન્સ્ડ ઇન્વેસ્ટર્સ(ડેબ્ટ પાર્ટ) : અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, લો ડ્યુરેશન ફંડ્સ, મની માર્કેટ ફંડ્સ, બેંકિંગ અને PSU ફંડ્સ
    બેલેન્સ્ડ ઇન્વેસ્ટર(ઇક્વિટી પાર્ટ): અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ
    અગ્રેસિવ ઇન્વેસ્ટર (ડેબ્ટ પાર્ટ): અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, મની માર્કેટ ફંડ્સ, કોર્પોરેટ બોન્ડ ફંડ્સ

    અગ્રેસિવ ઇન્વેસ્ટર(ઇક્વિટી પાર્ટ): ફ્લેક્સિકેપ ફંડ્સ, લાર્જ-કેપ ફંડ્સ, અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ

    6-10+ વર્ષ માટે મ્યૂચ્યુઅલ ફંડ કેટેગરી

    આમાં લાંબો સમયગાળો હોવાથી ઇક્વિટી અંગે ગંભીરતાથી વિચાર કરી શકાય છે. વિવિધ રોકાણકારોના પ્રકારના આધારે તેમના નાણાકિય લક્ષ્યો માટ યોગ્ય અને વિવિધ ઇક્વિટી ફાળવણીની જરૂર પડશે. અહીં અમુક કેટેગરી દર્શવવામાં આવી છે.
    કન્ઝર્વેટીવ ઇન્વેસ્ટર્સ (ઇક્વિટી પાર્ટ) – અલ્ટ્રા-શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, લો ડ્યુરેશન ફંડ્સ, શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, બેંકિંગ અને PSU ફંડ્સ, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ
    કન્ઝર્વેટીવ ઇન્વેસ્ટર (ઇક્વિટી પાર્ટ) – લાર્જ કેપ ફંડ્સ, અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ
    બેલેન્સ્ડ ઇન્વેસ્ટર (ઇક્વિટી પાર્ટ) – ફ્લેક્સિબલ ફંડ્સ, લાર્જ કેપ ફંડ્સ, લાર્જ એન્ડ મિડકેપ ફંડ્સ, ઇન્ટરનેશનલ ફંડ્સ
    અગ્રેસિવ ઇન્વેસ્ટર(ડેબ્ટ પાર્ટ) – લો ડ્યુરેશન ફંડ્સ, શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, કોર્પોરેટ બોન્ડ ફંડ્સ
    અગ્રેસિવ ઇન્વેસ્ટર(ઇક્વિટી પાર્ટ) – ફ્લેક્સિકેપ ફંડ્સ, લાર્જ કેપ ફંડ્સ, લાર્જ એન્ડ મિડકેપ ફંડ્સ, મિડકેપ એન્ડ સ્મોલકેપ ફંડ્સ, ઇન્ટરનેશનલ ફંડ્સ, અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ

    આ પણ વાંચોઃ-Paras defence Share: પારસ ડિફેન્સના શેર લાગ્યા છે તેમણે શું કરવું? ટકી રહેવું કે પ્રોફિટ બુક કરવો?

    ઉપર દર્શાવેલ લીસ્ટ તમને વધુ લાગશે. પરંતુ રોકાણકારનો પ્રકાર પસંદ કરો અને પછી યોગ્ય ડાયરેક્શન માટે કેટેગરી જુઓ. તમે અહીં આપેલા વિકલ્પોમાંથી બહાર જઇને પણ અન્ય જગ્યાએ રોકાણ કરી શકો છો. પરંતુ અહીં દર્શાવેલા વિકલ્પો રિટેલ રોકાણકારો માટે પર્યાપ્ત છે.

    આ પણ વાંચોઃ-SBI Car Loan: કાર લોન પર SBI આપી રહી છે વિવિધ બેનિફિટ્સ, આ રીતે કરો એપ્લાય

    મોટાભાગના રોકાણકારો માટે ટૂંકા ગાળાના પોર્ટફોલિયો સાથે ફંડને વળગી રહેવું વધુ સારું છે. મુદ્દાની વાત તે છે કે જ્યારે ડેબ્ટમાં રોકાણ કરો ત્યારે તેને સરળ અને સલામત રાખો. રિટર્ન મેક્સિમાઇઝેશન માટે ઇક્વિટી પહેલાથી જ છે તો પોર્ટફોલિયોમાં ડેબ્ટ રાખીને શા માટે બિનજરૂરી જોખમ લેવું જોઇએ. માત્ર યોગ્ય ફંડ કેટેગરી પસંદ કરવાથી વાત પૂર્ણ થતી નથી. દરેક કેટેગરીના ફંડમાં સારી, ખરાબ અને વધુ ખરાબ બાબતો સામે આવે છે. તેથી દર્શાવેલ કેટેગરીમાંથી ફંડ પસંદ કરતી સમયે ચોક્કસ કાળજી જરૂર દાખવો.
    Published by:ankit patel
    First published: