Home /News /business /

Finacial planning: આ Navratri પર આ 9 ટિપ્સ ધ્યાન રાખીને કરો રોકાણ, મળશે સારું રીટર્ન

Finacial planning: આ Navratri પર આ 9 ટિપ્સ ધ્યાન રાખીને કરો રોકાણ, મળશે સારું રીટર્ન

રોકાણની પ્રતિકાત્મક તસવીર

Navratri 2021: નવરાત્રિના આ તહેવાર પર (Navratri festival) મહિલાઓને તેમના (womens) નાણાકિય રોકાણ (money investment) અને આયોજન અંગે નિર્ણય લેવા મદદરૂપ બને તેવા નવ મહત્વના મુદ્દાઓ અમે જણાવવા જઇ રહ્યા છીએ.

  Investment tips: હાલ દેશભરમાં નવરાત્રિના તહેવારની (Navratri festival) ધૂમ ચાલી છે અને દસમાં દિવસે દશેરા (Dussehra 2021) થશે. તહેવારોના માહોલમાં સામાન્ય રીતે આપણે વધુ ખર્ચાઓ કરતા હોઇએ છીએ. તેમાં પણ મહિલાઓના ઘરના બજેટને (women home budget) પણ ઘણી અસર પહોંચે છે. તેથી મહિલાઓ માટે આ તહેવારોની સિઝન સૌથી શ્રેષ્ઠ અવસર છે પોતાના નાણાકિય આયોજનોને (Financial planning) વધુ સુયોગ્ય બનાવવાનો.

  સ્ત્રીઓ પુરૂષોની સરખામણીએ મલ્ટિટાસ્કિંગ હોય અને નિર્ણયો લેવામાં પણ વધુ ચતુરતા દર્શવાતી હોય છે. ઘરમાં કમાણી, ખર્ચ, બચત અને રોકાણની દ્રષ્ટિએ નાણાકિય નિર્ણય લેવામાં પણ સ્ત્રીઓ મહત્વી ભૂમિકા નિભાવી રહી છે. તેથી નવરાત્રિના આ તહેવાર પર મહિલાઓને તેમના નાણાકિય રોકાણ અને આયોજન અંગે નિર્ણય લેવા મદદરૂપ બને તેવા નવ મહત્વના મુદ્દાઓ અમે જણાવવા જઇ રહ્યા છીએ.

  રોકાણને ઉદ્દેશ બનાવો
  રોકાણ મહત્તમ વળતર અને ઓછા જોખમો વિશે છે અને તે સમજદારી અને ધીરજનું કામ છે. એક વખત બચત અને રોકાણને લક્ષ્યમાં મૂકીએ છીએ પછી જ આપણે રોકાણના મુખ્ય ફાયદાઓ, સાધનો અને તકનીકો અંગે ખ્યાલ મેળવી શકીએ છીએ. જેથી રોકાણના સાધનો અને રસ્તાઓનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. આપણે માર્કેટને નિયંત્રિત કરી શકતા નથી. પંરતુ આપણી જોખમ ઉઠાવવાની તૈયારી, નાણાકિય સ્થિતિ અને આકાંક્ષાઓને જરૂર સમજી શકીએ છીએ. મોટેભાગે રોકાણકારોનો સ્વભાવ જોખમી હોય છે, પરંતુ તેઓ નાણાકિય સાધનો પર પોતાની ભૂલોનો દોષ કાઢે છે.

  ભાવનાથી ચાલતા રોકાણોથી દૂર રહો
  રોકાણ અને બચતની કિંમત પર ચાલતી કમાણી અને ખર્ચના દુષ્ચક્રને તોડવામાં માત્ર બુદ્ધિ જ આપણને મદદ કરે છે. તેવામાં ભાવનાત્મક જોડાણ આધારિત લાપરવાહી ભર્યુ રોકાણ વ્યક્તિને નાણાકિય વિનાશ તરફ દોરી જાય છે. જાણકારીનો અભાવ વ્યક્તિને લાપરવાહી તરફ ધકેલે છે. જેના કારણ વ્યક્તિ વધતા દેવા અને ઝડપી નાણાકીય યોજનાઓની લાલચના જાળમાં ફસાય જાય છે. ઘણી વખત પ્રોડક્ટની આસપાસની ચમક સહજ જોખમથી બચાવે છે. તેથી જ યોગ્ય રોકામ પહેલા પૂરતી જાણકારી અને રિસર્ચ તમને મોટા નુકસાન સામે રક્ષણ આપે છે.

  તમારી સુરક્ષા સુનિશ્ચિત કરો
  વૈશ્વિક મહામારી કોરોના બાદથી લોકો ઇમરજન્સી ફંડનું મહત્વ સમજી ચૂક્યા છે, કારણે આવી અણધારી આફતો માટે પોતાને સતત તૈયાર રાખવા ખૂબ જરૂરી છે. તમારી કમાણી અને ખર્ચ, લોન, ઇએમઆઇ અને ક્રેડિટ કાર્ડની બાકી રકમનો હિસાબ કરીને દર મહિને અલગ રાખવા માટે એક ચોક્કસ રકમ નક્કી કરો. જરૂરીયાત સમયે તમને ઇમરજન્સી ફંડ જલદી મળી રહે તેની પણ કાળજી રાખો. તેના માટે લોક ઇન્સ સાથે ફિક્સ ડિપોઝીટ એક સારો ઉપાય છે, જે લિક્વિડિટીને અવગણ્યા વગર વ્યાજ આપશે.

  વીમાની જરૂરિયાત અવગણશો નહીં

  જીવન વીમો તમારા પરિવારની સુરક્ષા માટે સૌથી મહત્વનો છે. જીવનની અનિશ્ચિતતાને જોતા મહત્વનું છે કે તમે તમારા નજીકના અને પ્રિયજનોની સુખાકારીને બે પ્રકારના વીમા – લાઇફ અને હેલ્થ દ્વારા સુનિશ્ચિત કરો. તે તમને જીવનની અનિશ્ચિતતાઓથી રક્ષણ આપશે અને તબીબી કટોકટીની સ્થિતિમાં બિનજરૂરી ખર્ચ અટકાવે છે.

  સ્કોર કરતા પહેલા એક ઉદ્દેશ નક્કી કરો
  તમારા ઇમરજન્સી ફંડ અને વીમાની જરૂરિયાતો નક્કી કર્યા પછી રોકાણપાત્ર ભંડોળ સુધી પહોંચ્યા પછી તમારા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યોને નક્કી કરવા મહત્વના છે. ઇક્વિટિના સંદર્ભમાં આ પ્રયાસ તમને આ બાબતો નક્કી કરવામાં મદદરૂપ થશે –

  ઇન્વસ્ટમેન્ટ ફોકસ – વધારો, આવક, કિંમત, ચક્રિય, સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ

  ઇન્વેસ્ટમેન્ટ એવન્યૂ – ડાયરેક્ટ સ્ટોક્સ, પોર્ટફોલિયો ઇન્વેસ્ટિંગ, મ્યુચ્યુએલ ફંડ્સ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને ફિક્સ્ડ ઇન્કમ સાધનો, કરન્સી, ક્રિપ્ટો, રિયલ એસ્ટેટ અથવા સોનુ વગેરે

  આ પણ વાંચોઃ-OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

  નિફ્ટી, બીએસઇ, ઇન્ટરનેશનલ એક્સચેન્જ અને તેના જેવા રોકાણના અન્ય માર્ગો.

  તમામ સંપત્તિના મૂલ્યનું મહત્વ ઓળખો
  તમામ ઇંડાઓએ એક બાસ્કેટમાં ન રાખો, આ થોડું અટપટું લાગી શકે છે, પરંતુ તે તમારા ધનને વધારવામાં અને જોખમ ઓછું કરવામાં મદદ કરશે. કોઇ પણ સ્કીમ દરેક સમયે સતત રીટર્ન નહીં આપે, પરંતુ તમારી કમાણીને સંતુલિત કરશે અને સારું પરીણામ આપશે. ગત 20 નાણાકિય વર્ષોમાં ઇક્વિટી, ડેબ્ટ અને સોના જેવા વિવિધ સંપત્તિ વર્ગોએ વિવિધ સમયે એકબીજાથી સારું પ્રદર્શન કર્યુ છે. આમાંથી એક યોગ્ય વિકલ્પની પસંદગી કરવાથી આપણા રોકાણને વધુ સારું બનાવશે અને નિશ્ચિત સંપત્તિ પરની નિર્ભરતાને પણ ઘટાડશે. ઇક્વિટી સ્ટોક, એમએફ અને ઇટીએફને એફડી, પીપીએફ,ULIP અને બોન્ડ જેવા ફિક્સ્ડ ઇનકમ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ દ્વારા પૂરક કરી શકાય છે. ડેબ્ટ અને ઇક્વિટીનું આ કોમ્બિનેશન તમારા વિકાસ અને સ્થિરતાને જોડી દેશે.

  આ પણ વાંચોઃ-શિવાંશ કેસઃ શોરુમમાં સચિન અને મહેંદીની મુલાકાત બાદ પ્રેમ પાંગર્યો, પ્રેમથી લઈ 'પાપ' સુધીની કહાની

  ઇક્વિટીને ઉદ્દેશ્યમાં સામેલ કરો
  જ્યારે પણ આપણે ઇક્વિટીની વાત કરીએ, તો જોખમ અને અસ્થિરતાના અંતરને સમજવું પણ જરૂરી છે. જોખમ વ્યાજદરમાં વધારો ઘટાડો, રાજનૈતિક અનિશ્ચિતતા, ક્રેડિટ રિસ્ક, ફુગાવો, લિક્વિડિટી અને આ પ્રકારના કારણો સહિત અનેક કારણો દ્વારા ઉત્પન્ન રોકાણના રિટર્નની અનિશ્ચિતતા દર્શાવે છે. જ્યારે બીજી તરફ અસ્થિરતા સમયની સાથે રોકાણના મૂલ્યમમાં થતા પરીવર્તનને દર્શાવે છે. જો તમારું રોકાણ મૂળભૂત રીતે મજબૂત છે તો આ વિવિધતા જોખમ સાબિત થતી નથી. ઇક્વિટી રોકાણ યોગ્ય રીતે કરવામાં આવે છે, જે ફુગાવાને હરાવવા અને લાંબા ગાલાની સંપત્તિ બનાવવામાં મદદ કરે છે.

  આ પણ વાંચોઃ-વડોદરા મહેંદી હત્યા કેસઃ પોલીસે ફ્લેટમાં હીનાની લાશ કાઢી, સડેલી હાલતમાં પોટલો બાંધવો પડ્યો

  રોકાણ પહેલા કરો સમીક્ષા
  રોકાણ ભવિષ્ય માટે હોય છે, પરંતુ તે ભૂતકાળી ભૂલો અને બદલાતી પરિસ્થિતિઓમાંથી શીખવાનું પણ કહે છે. સમયાંતરે રોકાણનો સ્ટોક લેવો પણ જરૂરી છે. સમય જતા તેમાના કેટલાક વિવિધ કારણોસર તેમની ચમક ગુમાવી શકે છે, જ્યારે થીમ્સ અનુકૂળતાનો ઉપયોગ કરીને તમને વધુ સારી કિંમતો પ્રદાન કરી શકે છે. બદલાતી પરીસ્થિતિમાં પોર્ટફોલિયોમાં ફેરબદલ અને ખરીદી, વેચાણ અને હોલ્ડ અસરો સાથે સુધારેલ સંપત્તિની ફાળવણીની જરીર પડી શકે છે.

  નાણાકિય સલાહકારની સલાહ લો
  સારા રોકાણની તકો દરેક સમયે ભરપૂર હોય છે, પછી ભલે તેજી હોય કે તબક્કાવાર સ્થિતિ હોય. એક સારો સલાહકાર તમારા જીવનના લક્ષ્યોનો અભ્યાસ કરીને તમને આવક પ્રાફાઇલ્સ અને જોખમની સ્થિતિને અનુરૂપ યોગ્ય રોકાણ કરવામાં મદદ કરે છે. જે બજારના વલણો અને વધારાની તકોનો મહત્તમ લાભ આપે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Business Tips, Investment tips, Navratri, Navratri 2021

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन