આજે નાનાથી લઇને મોટા દરેક વ્યક્તિ માટે નાણાંકીય પ્લાનિંગ (Financial Planning) ખૂબ જરૂરી છે. આજે જ્યારે કપલમાં બંને પાર્ટનર કમાણી કરી રહ્યા છે અને નાણાંકીય રીતે સ્વતંત્ર હોય છે, ત્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે એક સમાન આધાર હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૈસા એ એક સંવેદનશીલ વિષય છે અને તેથી સારી સમજની જરૂર છે.
પૈસા વિશે ખુલીને વાત કરો
ઘણી વખત પૈસા બાબતે પાર્ટનર સાથે વાતચીત કરવામાં સંકોચ અનુભવાય છે. પરંતુ આ બાબતે એક સમજદારી અને શાંતિપૂર્વકની ચર્ચા ખૂબ મહત્વપૂર્ણ છે. જે રીતે તમે તમારું નાણાંકીય આયોજન કરશો, તે તમારા બાળકો અને તેમના વર્તન પર પણ અસર કરશે. તમારે અમુક મુદ્દાઓ વિશે વાત કરવી જોઇએ. જે નીચે મુજબ છે-
- તમારી અનુકૂળતા અનુસાર વિવિધ એકાઉન્ટમાં બચત કરવી.
- એકાઉન્ટની એક્સેસ અને માહિતી આપવી
- ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો અને તમારા પ્લાનને સમયાંતરે રીવ્યૂ કરો.
નાણાંકીય આયોજન માટે ધ્યાનમાં રાખો આ બાબતો
તમારે અને તમારા પાર્ટનર સાથે મળીને નાણાંકીય આયોજન કરવું જોઇએ અને તમે પસંદ કરેલા પ્લાનને રીવ્યૂ સમયાંતરે કરવો જોઇએ. તમારા નાણાંકીય ઉદ્દેશોને હાંસલ કરવા તમારે કોઇ યોગ્ય લાયકાત ધરાવતા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી જોઇએ. એડવાઇઝર તમને લાંબાગાળાના ઉદ્દેશોને હાંસલ કરવામાં મદદ કરી શકે છે.
ઉદાહરણ તરીકે, એક પાર્ટનર ટૂંકાગાળાના ઉદ્દેશો પર કામ કરે છે અને બીજો પાર્ટનર લાંબાગાળાના ઉદ્દેશો જેમ કે નિવૃત્તિ માટે બચત કરવા પર ધ્યાન આપે છે. આ બંનેમાં સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે.
આ ઉપરાંત જીવનના વિવિધ તબક્કાઓમાં તમારી પ્રાયોરીટીઓ પણ બદલવી જરૂરી છે. જેમ કે બાળકો, તેમનો અભ્યાસ, કામ વગેરે. જેમ જેમ તમારી ઉંમર વધશે તેમ તેમ તમારી અને તમારા પાર્ટનરના જીવનમાં ઘણા પરીવર્તન આવશે.
રિસ્ક પ્રોફાઇલ અનુસાર એક અથવા વધુ પોર્ટફોલિયો બનાવવા માટે બચતને રોકાણમાં પરીવર્તિત કરવી જોઈએ. પોર્ટફોલિયો તૈયાર કરતી સમયે ટૂંકાગાળાના નાણાકિય ઉદ્દેશોને ધ્યાનમાં લેવા જોઈએ અને પર્યાપ્ત લિક્વિડિટી બનાવવી જોઈએ. સિંગલ અને જોઇન્ટ પોર્ટફોલિયોમાં રોકાણ કરવાનો નિર્ણય વ્યક્તિગત પસંદગીઓ, રિસ્ક પ્રોફાઇલ્સ અને ટેક્સ વિચારણાના આધારે લઈ શકાય છે, જે એસેટ એલોકેશન અને એસેટ ક્લાસની પસંદગી પણ નક્કી કરે છે.
બની શકે છે કે તમારા પાર્ટનરને ઇક્વિટી માર્કેટમાં મોટા પાયે રોકાણ કરવામાં અનુકૂળતા ન થતી હોય, જ્યારે પોર્ટફોલિયોમાં ફિક્સ્ડ ડિપોઝિટ, બચત ખાતા, બોન્ડ્સ વગેરે જેવા ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો સમાવેશ કરવા અંગે તમારા સમાન મંતવ્યો હોઇ શકે છે. દૃષ્ટિકોણમાં આ તફાવતનું સકારાત્મક રીઝલ્ટ એ છે કે એસેટ ફાળવણી સાથે વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવો જે તમને અને તમારા જીવનસાથીને અનુકૂળતા પ્રદાન કરશે.
બંને પાર્ટનરે માહિતીનું આદાનપ્રદાન અને પોર્ટફોલિયોને સમયાંતરે રીવ્યૂ કરવો જોઇએ. તૈયાર કરવામાં આવેલા પોર્ટફોલિયોના ઉદ્દેશોનો નકશો તૈયાર કરવાની સલાહ આપવામાં આવે છે.
ઇન્શ્યોરન્સ
જીવન અને આરોગ્યમાં રોકાણ કરવું એ પણ નિર્ણાયક મુદ્દાઓ છે, જેના પર તમારે અને તમારા જીવનસાથીએ સંમતિ રાખવી જોઈએ. ટર્મ પ્લાનની વાત હોય કે પછી હેલ્થ ઈન્શ્યોરન્સની વાત હોય તમારે અને તમારા પાર્ટનરે તમારા પરિવારની જરૂરિયાતોને હાલની સાથે-સાથે ભવિષ્યમાં પણ ધ્યાનમાં લેવી જોઈએ.
ટર્મ ઇન્શ્યોરન્સ
એકાંતમાં જીવન જીવવા વિશે વિચારવું કોઇને પસંદ નથી. પરંતુ એક જીવનસાથીની ગેરહાજરીમાં તમારા પરિવારને ટેકો આપવા માટે આ વિષય પર ચર્ચા કરવી અને નિર્ણય લેવો હંમેશાં જરૂરી છે. તમારી ગેરહાજરીમાં તે તમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ જેવા તેમના લાંબાગાળાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે.
ટર્મ પ્લાનથી સંબંધિત નિર્ણયોમાં શામેલ છે કે શું તમે અને તમારા જીવનસાથી અલગ ટર્મ કવર અથવા જોઇન્ટ કવર પસંદ કરો છો. જોઇન્ટ કવરને જીવનસાથી ટર્મ ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને પાર્ટનરને એક પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે, જે ટેબ્સ રાખવાનું સરળ બનાવે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ
ટર્મ ઇન્શ્યોરન્સ ઉપરાંત તમારે અને તમારા જીવનસાથીએ જીવનના વિવિધ તબક્કાઓ માટે આરોગ્ય વીમા અંગે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. ગંભીર બીમારીની સારવાર તમારા ખાતાને ખાલી કરી શકે છે. તેથી યોગ્ય આરોગ્ય વીમો એ સુનિશ્ચિત કરે છે કે આવી સ્થિતિ ન સર્જાય. તેથી વહેલી તકે રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઇએ.
મોર્ગેજ અથવા અન્ય લોન સહિત ડેટ મેનેજમેન્ટ
એક કપલ તરીકે તમારે શું અને કેટલુ ઉધાર લેવું તેની સમજ હોવી જોઈએ. કોઈપણ દેવું લેતા પહેલા ચુકવણી કઇ રીતે કરવી તેની ચર્ચા કરવી જોઈએ અને તેને અમલમાં મૂકવી જોઈએ. મોર્ગેજ દેવું વધુ સારું છે કારણ કે તમે એક સંપત્તિ ખરીદી રહ્યા છો અને કરવેરા લાભ પણ મળે છે. કાર લોન, પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લોન જેવી અન્ય પ્રકારની લોનને શક્ય તેટલી ઓછી કરવી જોઈએ.
વિલ અને એસ્ટેટ પ્લાનિંગ
તમારે અને તમારા જીવનસાથીએ એસ્ટેટ ટ્રાન્સફર પ્લાનની ચર્ચા કરવી જોઈએ અને વ્યક્તિગત વિલ્સ બનાવવી જોઈએ. વિલ એ સુનિશ્ચિત કરે છે કે તમારી પાસે એક જ ખાતું હોવા છતા પાર્ટનરના મૃત્યુના કિસ્સામાં સંપત્તિનું ટ્રાન્સફર સ્પષ્ટ નક્કી કરવામાં આવે છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર