Home /News /business /

Investment Tips: શેર માર્કેટમાં પા પા પગલી કરતાં હોવ તો મિત્રો અને યૂટ્યૂબની શીખામણોથી રહો દૂર

Investment Tips: શેર માર્કેટમાં પા પા પગલી કરતાં હોવ તો મિત્રો અને યૂટ્યૂબની શીખામણોથી રહો દૂર

ઇન્વેસ્ટમેન્ટ ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

Investment Tips for beginners: શેર બજારમાં અનુભવ મેળવવા માટે શરૂઆતમાં પોતાની મૂડી ગુમાવવાન બદલે આઈપીઓ જેવા આઈડલ રોકાણના માધ્યમોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે.

મુંબઈ. Investment Tips: હાલ શેરબજાર (Share Market)માં ઘણી તેજી જોવા મળી રહી છે. રોકાણકારો (Investors)ના પૈસા ઝડપભેર વધતા જઈ રહ્યાં છે. આ તેજી જોઈને હવે અનેક લોકો શેરબજારમાં રોકાણ કરવા માટે આકર્ષાય થઈ રહ્યાં છે. જો તમે પણ રોકાણ કરવાની હાલમાં જ શરૂઆત કરી છે તો તમારે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા બિગિનર્સને મદદરૂપ થવા માટે ન્યૂઝ18 દ્વારા બ્રોકરેજ ફર્મ એન્જલ વનના એવીપી અમરજીત મૌર્ય (Amarjeet Maurya – AVP – Mid Caps, Angel One Ltd) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર રોકાણ કરવાની શરૂઆત કરતા બિગિનર્સ આઈપીઓમાં રોકાણ કરી શકે છે. રોકાણની શરૂઆત આઈપીઓથી કરવી યોગ્ય માનવાના એક નહીં પણ ઘણા કારણો છે. આવો જાણીએ આ કારણો વિશે.

અનુભવ મેળવો પણ મૂડી ન ગુમાવો

શેર બજારમાં અનુભવ મેળવવા માટે શરૂઆતમાં પોતાની મૂડી ગુમાવવાન બદલે આઈપીઓ જેવા આઈડલ રોકાણના માધ્યમોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. આ સાથે જ આઈપીઓમાં પૈસા રોકતા સમયે બેદરકારી કરવી જોઈએ નહી. બેદરકારી દાખવવાને બદલે સમજી વિચારીને નિર્ણય કરવામાં આવે તો તમે કરેલું રોકાણ લાભદાયક નિવડે છે.

લાંબાગાળાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખવો

આઈપીઓમાં રોકાણની પસંદગી કરતી વખતે પૂર્ણ સમજદારીથી નિર્ણય લેવો જરૂરી છે. કોઈ પણ કંપનીનો આઈપીઓ પસંદ કરતી વખતે રોકાણની શરૂઆત કરનાર રોકાણકારે યોગ્ય કોર્પોરેટ ગવર્નેસ, લાંબાગાળાનો દ્રષ્ટિકોણ અને કંપનીની ગુણવત્તાને ધ્યાનમાં લેવી જોઈએ. આ સિવાય કંપની વતી લેવામાં આવતા રોકાણ સાથે સંબંધિત નિર્ણયો સમયે વિવાદ અથવા અગ્રેસિવ અકાઉન્ટિંગ પ્રોસેસિંગ જેવી પરિસ્થિતિઓ પર પણ વિચાર કરવો જોઈએ.

ગ્રે માર્કેટ પ્રિમિયમ, ફોરમ પર ચર્ચા અને નિષ્ણાંતોની સલાહ ધ્યાનમાં લો

એકેસપેક્ટેડ પ્રોફિટની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે નવા સવા રોકાણકારો માર્કેટ ઈન્ડિકેટર્સ અને ફોરમ્સનો ઉપયોગ કરી શકે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ, ફોરમ્સ પર ચર્ચા અને નિષ્ણાતોની સલાહ જેવા વિવિધ માર્કેટ ઈન્ડિકેટર્સ પણ ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ નિર્ણય લેવા માટે કરી શકાય છે. નવા રોકાણકારો આ ફોરમ્સનો ઉપયોગ કરી શકે છે. આ ફોરમ નવા રોકાણકારોને શેર બજારમાં અનુભવ અને જ્ઞાન વધારવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો: Savings Account: બચત ખાતામાં પૈસા ઉપાડવા અને ટ્રાન્ઝેક્શનની લિમિટ કેટલી હોય છે?

F&O અને પેની સ્ટોકમાં રોકાણ કરવું જોખમકારક

બેદરકારી અને અજાણતા કરવામાં આવેલા રોકાણને કારણે પોતાની મૂડીનું નુકસાનન કરવું એ નવા રોકાણકારોની સામાન્ય વિશેષતા છે. રોકાણની શરૂઆત કરતા લોકો પોતાના મિત્રો, પરિવાર અને કેટલાક અનઓથેન્ટિક સોર્સ જેવા કે યૂટ્યૂબની વાતો અને સલાહો માની જલ્દી અને વધુ પૈસા કમાવવાની લાલસામાં વધુ રોકાણ કરતા હોય છે. એફએન્ડઓ અને પેની સ્ટોકમાં રોકાણ કરવું જોખમકારક છે અને રોકાણકારને આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે છે. આવું ન થાય તે માટે આઈપીઓ તુલનાત્મક રીતે એક સુરક્ષિત વિકલ્પ છે. કેમ કે આમાં નુકસાનની સંભાવના ઓછી છે.

આ કારણે આઈપીઓ છે આકર્ષણ

ચાલુ વર્ષે (2021)માં ભારતીય રોકાણકારોએ ઘણા આઈપીઓ જોયા છે. જેમાં, સ્ટાર્ટઅપ અને કેટલીક એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ પણ સામલ છે. આ વધતી સંખ્યા નવા રોકાણકારોને વિવધ ક્ષેત્રો અને કેપિટલાઈઝેશન સહિતની વિસ્તૃત શ્રેણીમાંથી પસંદગીનો વિકલ્પ આપે છે. આ માટે જ, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણના લક્ષ્યાંકોના આધારે રોકાણકાર આઈપીઓમાં પૈસા લગાવી શકે છે.

આ પણ વાંચો: Car loan: કાર લોન લેતી વખતે આ ચાર ભૂલ બિલકૂલ ન કરો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો પસ્તાવું પડશે

આઇપીઓએ આપ્યો બમ્પર ફાયદો

તાજેતરમાં ઘણા આઇપીઓએ નવા રોકાણકારોને બમ્પર લિસ્ટિંગના માધ્યમથી મૂડીમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં મદદ કરી છે. આવા આઈપીઓમાં નાયકા ઇ-કોમર્સ વેન્ચર્સ (80% પ્રીમિયમ) , નજારા ટેક્નોલોજીઝ (લગભગ 80% પ્રીમિયમ) અને સોના બીએલડબ્લ્યુ જેવા આઈપીઓને ઉદાહરણ રૂપે લઈ શકાય છે. આ ઉદાહરણ રોકાણની શરૂઆત કરનાર લોકો માટે એક જોરદાર વિકલ્પ માનવામાં આવે છે.

આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

જાતે રિસર્ચ કરો

રોકાણના શરૂઆતના દિવસોમાં રોકાણકાર ગભરાયેલા, ઉત્સાહિત અને શંકાસ્પદ હોય છે. રોકાણની શરૂઆત કરનારે સર્વશ્રેષ્ઠ રોકાણ માટેના વિકલ્પની પસંદગી કરવી જોઈએ. આઇપીઓ તમામ સારા વિકલ્પોમાંનુ એક હોઈ શકે છે, જેના માધ્યમથી રોકાણકાર લાંબાગાળે રિટર્ન મેળવી શકે છે અને આશાસ્પદ રોકાણ યાત્રાની શરૂઆત કરી શકે છે. પણ તમે પોતે સમયનો સદુપયોગ કરીને રિસર્ચ કરો અને એને અનુલક્ષીને નિર્ણય લો તે પહેલી શરત છે.
First published:

Tags: Investment, Share market, Stock, Stock tips, Tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन