Investment tips: રોકાણ કરતી સમયે ખાસ ધ્યાનમાં રાખો આ 10 વાત, રિટર્ન પર પડશે સીધી અસર

રોકાણ પહેલા આ વાતો જાણી લો.

Investment tips for good return: એફડીમાં જો તમે રોકાણ કરી રહ્યા છો તો તમારે અમુક જરૂરી વાતો જાણવી જોઇએ. જે તમારા રોકાણ પર મળતા રિટર્ન પર સીધી અસર કરશે.

  • Share this:
મુંબઈ: કોઈપણ સ્કીમમાં રોકાણ કરતી સમયે ઘણી વખત આપણે અમુક વાતો પર ધ્યાન આપવાનું ટાળીએ છીએ. જે ખરેખર આપણા રોકાણ અને રિટર્ન (Investment and return) પર ભવિષ્યમાં અસર કરે છે. તેથી આવી દરેક વિગતોને ઝીણવટપૂર્વક જાણવાની જરૂર છે. મ્યૂચ્યુઅલ ફંડ (Mutual funds) અને ઝડપથી વધી રહેલા શેર બજારમાં રોકાણ (Investment in share market)ની વચ્ચે આડે એફડી (FD)માં રોકાણ એક મનપસંદ વિકલ્પ બન્યો છે. એફડી દર ભલે ઓછા હોય, પરંતુ રોકાણ અને બચત માટે સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. બેંકમાં ફિક્સ પર ટેક્સથી લઇને ઘણા પ્રકારના ટેક્સ લાભ મળે છે. તેથી એફડીમાં જો તમે રોકાણ કરી રહ્યા છો તો તમારે અમુક જરૂરી વાતો જાણવી જોઇએ. જે તમારા રોકાણ પર મળતા રિટર્ન પર સીધી અસર કરશે.

1) સમયગાળો

FD પર રોકાણ કરતા પહેલા તમારે તેના સમયગાળા અંગે સ્પષ્ટતા કરી લેવી જોઇએ. સામાન્ય રીતે આ સમયગાળો 7 દિવસથી લઈને 10 વર્ષનો હોય છે. આ અવધિ તમે તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પસંદ કરો. સમયથી પહેલા એફડી તોડવાથી તમને વ્યાજ પર નુકસાન થઇ શકે છે.

2) જમા રકમ

જમાની લઘુત્તમ રકમ જરૂર ધ્યાનમાં રાખો. SBIમાં આ રકમ 1 હજાર રૂપિયા, ICICI Bankમાં 10 હજાર રૂપિયા અને HDFC Bankએ તેની મર્યાદા 5 હજાર રૂપિયા નક્કી કરી છે.

3) વ્યાજ દર

એફડીમાં સમયગાળાના આધારે વ્યાજ દર અલગ અલગ હોય છ. જમા શરૂ કર્યા પહેલા તમારે આ વ્યાજ દરોની તપાસ કરી લેવી જોઇએ. સામાન્ય રીતે સીનિયર સિટીઝનને 50 બેઝિસ પોઇન્ટ વધુ વ્યાજ મળે છે.

આ પણ વાંચો: સસ્તા દરની Home Loan શોધો છો? બેંક અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની આ યાદી જોઈ લો

4) ટેક્સમાં રાહત

ઇનકમ ટેક્સ સ્લેબ અનુસાર એફડીનું રિટર્ન ટેક્સ યોગ્ય હોય છે. જો વ્યાજ રકમ 10 હજાર રૂપિયાથી વધુ છે તો બેંક તેના પર ટીડીએસ કાપી શકે. તમારે ટીડીએસ ન કપાવવો હોય તો બેંકમાં 15G/H ફોર્મ જમા કરવું જોઇએ. બેંક અને પોસ્ટ ઓફિસમાં કરાયેલ પાંચ વર્ષો વાળી એફડી પર કોઇ ટેક્સ લાગતો નથી.

5) સમય પહેલા પૈસા ઉપાડવા

તમે એફડીની મેચ્યોરીટીની તારીખ પહેલા તેમાંથી પૈસા ઉપાડી શકો છો, પરંતુ તેના માટે તમારે થોડો ફાઇન ભરવો પડી શકે છે. સામાન્ય રીતે આ ફાઇનની રકમ 1થી 1.5 ટકા વચ્ચે હોય શકે છે. અમુક બેંકો એક નક્કી રકમ બાદ ઉપાડેલ રકમ પર કોઇ ફાઇન લગાવતી નથી.

6) ચૂકવાણીના વિકલ્પ

તમે મેચ્યોરિટીનો સમયગાળો પૂર્ણ થયા બાદ રોકાણ રકમ, વ્યાજ સહિત લઇ શકો છો. સાથે જ તેને માસિક, ત્રિમાસિક અને વાર્ષિક રીતે લેવાનો વિકલ્પ પણ હોય છે.

આ પણ વાંચો: હોમ લોનની ચૂકવણી થઇ ગઇ છે? જાણો બચત થતા EMIના પૈસાનું રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું

7) લોન સુવિધા

એફડી પર ઓવરડ્રાફ્ટ પણ મેળવી શકાય છે. સાથે જ એફડીના એવજમાં લોન પણ મળી શકે. ઓવરડ્રાફ્ટની રકમ એફડીની રકમથી ઓછી હોય છે અને આ તેના પર વ્યાજ વધુ હોય છે. એફડી રકમનો 90-95 ટકા ભાગ લોન તરીકે મેળવી શકાય છે.

8) એફડી રિન્યૂ

એફડી દર વર્ષે હાલ પોતાની રીતે જ રીન્યૂ થઇ જાય છે. આજકાલ લગભગ તમામ બેંક એફડી ખોલવાની અને રિન્યૂ માટે ઓનલાઇન સુવિધા આપે છે.

9) નોમિની સુવિધા

એફડી પર કોઇ વ્યક્તિ કે એકથી વધુ વ્યક્તિને નોમિની બનાવી શકાય છે. એફડી ખોલતા પહેલા નોમિની નોંધાવવું જોઇએ. આમ ન કરવા પર જો એફડી કરાવનારનું અચાનક મૃત્યુ થઇ જાય તો એફડીની રકમ પરત લેવામાં તેના પરીવારને મુશ્કેલી પડી શકે છે.

10) સિક્યોરિટી

રોકાણ સમયે આ એક મહત્વપૂર્ણ વાત છે, જેને ધ્યાનમાં રાખવી જોઇએ. કઇ બેંકમાં કે કઇ સ્કીમમાં તમે પૈસા જમા કરી રહ્યા છો. તેની તપાસ જરૂર કરી લેવી જોઇએ. જ્યાં તમે પૈસા લગાવી રહ્યા છો તે સંસ્થા કે સ્કીમ કેટલી સુરક્ષિત છે તે પણ જાણી લો. જેથી તમારા પૈસા ડૂબે નહીં.
First published: