ઓછી ઉંમરમાં શરૂ કરેલા નાના રોકાણ આપે છે વધુ વળતર? ઉદાહરણ સાથે સમજો આ થીયરી

તસવીર - shutterstock

આપણી ઢળતી ઉંમર એટલે કે વૃદ્ધાવસ્થામાં આપણને કયો વિકલ્પ વધુ ફાયદાકારક નીવડશે?

 • Share this:
  આપણા મનમાં અનેક વખત સવાલ થાય છે કે નાની ઉંમરેથી (small investment) રોકાણ (Investment) કરવું વ્યાજબી છે કે, પછી પોતાના પગભર થઈએ, કમાતા થઈએ બાદમાં જ રોકાણનો રસ્તો ખોલાય. ક્યારે આપણને સૌથી વધુ ફાયદો થાય છે? આપણી ઢળતી ઉંમર એટલે કે વૃદ્ધાવસ્થામાં આપણને કયો વિકલ્પ વધુ ફાયદાકારક નીવડશે? આ તમામ સવાલોના જવાબ આજે આ અહેવાલમાં તમને મળી જશે.

  જો આપણે લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરીએ તો મૂળ રકમ અને તેના ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે ટેક્સને આધારે જ સમજી શકાય કે, કયો વિકલ્પ આપણા કે આપણા બાળકો માટે બેસ્ટ છે.

  આપણે અહીં બે મિત્રોની તુલના કરીને જવાબ મેળવીએ. બે મિત્રો છે-સોનિયા અને પીટર. સોનિયા 15 વર્ષની ઉંમરેથી દર મહિને 750 રૂપિયા સેવિંગ કરે છે, જે યુવાનો માટે એક વ્યાજબી રકમ ગણી શકાય છે. 15 વર્ષથી શરૂ થયેલુ આ રોકાણ 15 વર્ષ બાદ એટલેકે 30 વર્ષની ઉંમરે સોનિયા બંધ કરી દે છે.

  SIP એટલે શું? જાણો કઇ રીતે રોકાણ કરીને મેળવી શકશો ફાયદો

  સામે પક્ષે પીટર 30 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરે છે. તે દર વર્ષે 5000 રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરે છે અને પોતાના 60 વર્ષ એટલે કે કુલ 30 વર્ષ માટે આ રોકાણ ચાલુ રાખે છે. આમ સોનિયાએ 15 વર્ષ અને પીટરે 30 વર્ષ રોકાણ કર્યું છે.

  હવે જો, બંને પર ટેક્સ બાદ કરીને દર વર્ષે અંદાજે 15% વળતર બાંધીએ તો 60 વર્ષની વૃદ્ધાવસ્થાએ કોના પાસે કેટલી રકમ હશે? પીટરનું રોકાણ વધુ લાંબુ છે તો શું તેની પાસે વધુ રકમ જમા રહેશે?

  લાડલી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના છે શ્રેષ્ઠ, આવી રીતે લઈ શકાય લાભ

  અંકગણિત અનુસાર ગણતરી કર્યા બાદ ખબર પડે છે કે, સોનિયાના પ્રતિ માસ 750 રૂપિયા 15થી 30 વર્ષ સુધી રોકાણ કર્યા બાદ 60 વર્ષે 27.7 લાખ રૂપિયા બને છે. જ્યારે પીટરનું પ્રતિ વર્ષ 5000નું રોકાણ 30થી 60 વર્ષ સુધી કરવા છતા 60 વર્ષે તેની પાસે 25 લાખ જ હશે.  આમ જોઇએ તો, બંને નોંધપાત્ર રકમ નાના રોકાણથી મેળવી છે. પરંતુ ઓછા સમયગાળા છતા સોનિયા પાસે લાંબાગાળે વધારે રકમ ઈન્વેસ્ટ થઈ હોય છે. તેથી જ ઈન્વેસ્ટમેન્ટ થિયરીમાં કહેવાય છે કે, નાની ઉંમરથી કરેલું નાનું-નાનું રોકાણ પણ તમને લાંબાગાળે મોટું વળતર આપી જાય છે.
  First published: