Home /News /business /

Investment opportunity: આગામી સપ્તાહમાં આવી રહ્યા છે આ 3 મોટા IPO, રોકાણકારો માટે ઉત્તમ તક

Investment opportunity: આગામી સપ્તાહમાં આવી રહ્યા છે આ 3 મોટા IPO, રોકાણકારો માટે ઉત્તમ તક

પ્રતિકાત્મક તસવીર

Share Market Investment: આવતા અઠવાડિયે, પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ, ડેલ્હીવેરી અને વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના IPO આવી રહ્યા છે.

    શેર બજારમાં હાલ એલઆઇસીનો આઇપીઓ (LIC IPO) ધૂમ મચાવી રહ્યો છે. ભારતનો સૌથી મોટો IPO 1.5 ગણો સબસ્ક્રાઇબ (Biggest IPO in Country) થયો છે. પરંતુ રોકાણકારોને આવતા સપ્તાહે રોકાણની ત્રણ નવી તકો (3 New IPO in Next Week) મળવા જઈ રહી છે. આવતા અઠવાડિયે, પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ, ડેલ્હીવેરી અને વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના IPO આવી રહ્યા છે.

    સૌ પ્રથમ, પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસ જાહેર ઈશ્યુ ખુલ્લો રહેશે. આ આઈપીઓ 10 મેના રોજ ખુલશે, જ્યારે દિલ્હીવેરી અને વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સના આઈપીઓ 11 મેના રોજ ખુલશે. આ IPOની કુલ સાઇઝ રૂ.6,000 કરોડની હશે. પ્રુડન્ટ કોર્પોરેટના IPOની કુલ સાઇઝ રૂ. 538.61 કરોડ છે. તે જ સમયે, Venus Pipes & Tubesના IPO ઇશ્યુનું કદ રૂ. 165.42 કરોડ છે, જ્યારે ડેલ્હીવેરીના IPOનું કદ આમાંથી સૌથી મોટું રૂ. 5,235 કરોડ હશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

    પ્રૂડેન્ટ કોર્પોરેટ આઇપીઓ
    કંપની આ IPO દ્વારા રૂ. 538.61 કરોડ એકઠા કરવાની યોજના છે. આ ઈસ્યુ 10 મેના રોજ રોકાણ માટે ખુલશે. રોકાણકારોને તેના માટે બિડ કરવાની ત્રણ-ત્રણ દિવસની તક મળશે. આ આઇપીઓ 12 મે સુધી ઓપન રહેશે. તેની પ્રાઇસ બેંડ 595થી 630 રૂપિયા પ્રતિ શેર છે. એક રીટેલ રોકાણકારો આ આઇપીઓમાં ઓછામાં ઓછા એક લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે બોલી લગાવી શકાશે. એક લોટમાં 23 શેર સામેલ હશે. તેના શેર 18 મેના રોજ ફાળવી શકાશે અને આ શેર 23 મેના રોજ BSE અને NSE બંને પર લિસ્ટ થશે. ઈન્ટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને પબ્લિક ઇશ્યૂના સત્તાવાર રજિસ્ટ્રાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

    ડેલ્હીવરી
    11 મેના રોજ ખુલતા આ IPOની સાઇઝ રૂ. 5,235 કરોડ છે. રોકાણકારો તેના માટે 13 મે સુધી બિડ કરી શકશે. તેની ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ રૂ.462થી 487 પ્રતિ ઇક્વિટી શેર છે. પ્રુડન્ટ કોર્પોરેટની જેમ રોકાણકારો આ IPO માટે ઓછામાં ઓછા એક લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે.

    એક લોટમાં કંપનીના 30 શેરનો સમાવેશ થાય છે. શેરની ફાળવણી 19 મેના રોજ થઈ શકે છે, જ્યારે તેનું લિસ્ટિંગ NSE અને BSE બંને પર 24 મેના રોજ થવાની શક્યતા છે. લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તેના રજિસ્ટ્રાર છે.

    આ પણ વાંચોઃ-1 લાખના 31 લાખ! આ શેરે ઇન્વેસ્ટર્સને કર્યા માલામાલ, એક વર્ષમાં 3,057.89 ટકા વળતર

    વીનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ
    આ IPOની ઇશ્યૂ સાઇઝ રૂ. 165.42 કરોડ છે. તે 11 મેના રોજ ખુલશે અને રોકાણકારો તેના માટે 13 મે સુધી બિડ કરી શકશે. તેની પ્રાઇસ બેન્ડ 310 થી 326 રૂપિયા છે. રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે બિડ કરી શકશે.

    આ પણ વાંચોઃ-Investment in SIP: 10 વર્ષમાં 50 લાખ ભેગા કરવા છે? તો આ નિષ્ણાતોના મતે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે બેસ્ટ

    1 લોટમાં કંપનીના 46 શેર છે. તેના શેરની ફાળવણી 19 મેના રોજ થઈ શકે છે. તે જ સમયે, સંભવતઃ 24 મેના રોજ, આ સ્ટોક BSE અને NSE બંને પર લિસ્ટ થશે. કેફીન ટેક્નોલોજી લિમિટેડ આ પબ્લિક ઈસ્યુના સત્તાવાર રજિસ્ટ્રાર છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર