શેરબજાર (Stock Market)માં વૈશ્વિક અને ઘરેલૂ ચિંતાને પગલે માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો રહ્યો છે. વૈશ્વિક સ્થિતિ અને તેલની વધતી કિંમતો વચ્ચે ખતરો હજુ પણ યથાવત છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, કયા શેરોમાં રોકાણ (Investment in Stocks) કરવું, જ્યાંથી તમને સારો નફો (Profit) મળી શકે. અમે તમને એવા ત્રણ શેરો (Top 3 stocks) વિશે જણાવીશું કે જેના પર નિષ્ણાંતો બુલિશ છે. આ સ્ટોક એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી (Vinay Rajani)ના મનપસંદ શેરોમાંના એક છે, જેમાં આગામી 2-3 અઠવાડિયામાં વધારો થઈ શકે છે.
એક્શન કંસ્ટ્રક્શન કંપની
આ કંપનીના શેરને છેલ્લા 6 મહિનાથી 200-દિવસીય EMA પર સપોર્ટ મળી રહ્યો છે. ગયા અઠવાડિયે તે બાઉન્સ સાથે શોર્ટ રેન્જમાંથી બહાર આવ્યો હતો. આ સ્ટોક તેના અગાઉના રૂ. 244ના હાઇ લેવલને પાર કરી ગયો છે. તે જ સમયે, તેના સાપ્તાહિક આરએસઆઈમાં વૃદ્ધિની દેખાઈ રહી છે. તેનું સાપ્તાહિક MACD સૂચક સિગ્નલ લાઇન વટાવી ગયું છે. શેર હાલમાં તમામ મહત્વની સરેરાશથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટોકને રૂ. 281ના ટાર્ગેટ ભાવ સાથે ખરીદવાની સલાહ છે. જે વર્તમાન ભાવ કરતાં 15 ટકા વધારે છે.
આ સ્ટોક તાજેતરમાં રૂ. 919 ના નીચા સ્તરેથી ઝડપથી ઉપર આવ્યો છે. આમાં રીકવરી વધતી ઝડપ અને વોલ્યુમ સાથે રેકોર્ડ કરવામાં આવી છે. સ્ટોક તાજેતરમાં તેના 200-દિવસીય EMAને વટાવી ગયો છે. જે સૂચવે છે કે શેરમાં લાંબા સમય સુધી તેજી રહેશે. સાપ્તાહિક ચાર્ટ પર શેરે હાયર ટોપ અને હાયર બોટમ બનાવવાનું શરૂ કર્યું છે. 1334ના લક્ષ્ય ભાવ સાથે 12 ટકાના વધારા સાથે આ સ્ટોક ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
સાપ્તાહિક ચાર્ટ પર નીચે તરફ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ બતાવવામાં આવી છે. શેરના ભાવ ઘટ્યા છે પરંતુ વોલ્યુમ વધ્યા છે. શેરે સાપ્તાહિક ચાર્ટ પર રૂ.331ના અગાઉના ટોચના રજીસ્ટેન્સ વટાવી દીધો છે. હવે સ્ટોક તમામ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજ પેરામીટરથી ઉપર છે. અન્ય બેન્કિંગ શેરોની સરખામણીમાં આ સ્ટોક વધુ મજબૂત દેખાઈ રહ્યો છે. તેને રૂ. 360ની લક્ષ્ય કિંમત સાથે ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. આમાં તમે 8 ટકા સુધીનો નફો મેળવી શકો છો.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય નિષ્ણાતોનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર