SBI Gold Deposit Schemeમાં જમા કરો ઘરમાં રાખેલું સોનું, થશે સારી કમાણી

News18 Gujarati
Updated: December 3, 2019, 12:21 PM IST
SBI Gold Deposit Schemeમાં જમા કરો ઘરમાં રાખેલું સોનું, થશે સારી કમાણી
SBI ગોલ્ડ ડિપોઝિટ સ્કિમ

જો આપનાં ઘરમાં સોનાનાં સિક્કા કે સોનાની જ્વેલરી રાખો છો તો તેનાંથી એક્સ્ટ્રા કમાણી કરી શકો છો. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) એક ખાસ સ્કીમ આપે છે જે હેઠળ આપને ગોલ્ડ પર વ્યાજ મળશે.

  • Share this:
નવી દિલ્હી: જો આપનાં ઘરમાં સોનાનાં સિક્કા કે સોનાની જ્વેલરી છે તો તેનાંથી એકસ્ટ્રા કમાણી કરી શકાશે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) એક ખાસ સ્કિમ લાવી છે જે હેઠળ આપ ગોલ્ડ મુકીને વ્યાજ લઇ શકો છો. આ સ્કીમનું નામ છે SBI Gold Deposit Scheme (R-GDS) આ સ્કિમ હેઠળ સોનું જમા કરાવવા પર આપને વ્યાજની સાથે સાથે અન્ય ઘણાં ફાયદા પણ મળે છે.

SBI આપની જ્વેલરી કે સોનાની શુદ્ધતાનાં આધારે આફને સોનાનું જમા પ્રમાણ પત્ર આપે છે. તો જમાની અવધિ પૂર્ણ થવા પર આપને 3,4,5 તે 6 વર્ષ બાદ તે સોના કે ગોલ્ડનાં રૂપમાં કે કેશનાં રૂપમાં વ્યાજની સાથે તે સમયનાં ભાવને આધારે લઇ શકો છો. ચાલો ત્યારે નજર કરીએ આ સ્કીમ અંગેની સંપૂર્ણ માહિતી...

કેટલું મળશે વ્યાજ- STBD સ્કીમ હાલમાં એક વર્ષ માટે 0.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બે વર્ષ માટે 0.55 ટકા અને ત્રણ વર્ષ માટે 0.60 ટકા છે. તો લૉન્ગ ટર્મ એટલે કે 5-7 વર્ષ માટે 2.25 ટકા/ વાર્ષિક વ્યાજ મળશે. 12-15 વર્ષ માટે 2-5 ટકા વાર્ષિક વ્યાજ મળશે.

આ પણ વાંચો- આ બે કારણોથી સોનાની કિંમતોમાં આવ્યો ભારે ઘટાડો, ફટાફટ જાણી લો આજનો ભાવ

સ્કીમ વચ્ચે તોડવા પર- એક વર્ષનાં નક્કી સમય પહેલાં પૈસા કાઢવા પર વ્યાજદર પર પેનલ્ટી લાગશે. તો મીડિયમ ટર્મવાલા સમયમાં રોકાણ કાર 3 વર્ષ બાદ સ્કીમની બહાર નીકળી શકે છે. લૉન્ગટર્મ વાળી સ્કીમથી 5 વર્ષ બાદ બહાર નીકળી શકાય છે. આ સમયની વચ્ચે પૈસા કાઢવા પર પેનલ્ટી લાગે છે.

કઇ શાખામાં મળશે સ્કીમનો ફાયદો- SBIની દિલ્હીમાં પીબી બ્રાન્ચ, SME બ્રાન્ચ ચાંદની ચોક, કોયમ્બતૂર બ્રાન્ચ, હૈદરાબાદની મેઇન બ્રાન્ચ, મુંબઇની બુલિયન બ્રાન્ચમાં આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકાય છે.કોણ કરી શકે છે રોકાણ- SBIની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, ભારતમાં રહેનાર કોઇપણ વ્યક્તિ આ સ્કીમમાં શામેલ થઇ શકે છે. સિંગલ, જોઇન્ટ અકાઉન્ટ પણ ખોલી શકે છે. HUF, પાર્ટનરશિપ ફર્મ પણ તેમાં રોકાણ કરી શકે છે.

ઓછામાં ઓછું કેટલું સોનું જમા કરાવવાનું રહેશે- આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું જમા કરાવવું અનિવાર્ય છે. વધુ માટે કોઇ જ લિમિટ નથી.

આ પણ વાંચો- ખુશખબર! આગામી વર્ષે ભારતીયોને આટલો બધો પગાર વધારો મળશે

કેટલાં વર્ષ માટે જમા થાય છે - આ સ્કીમમાં 1-3 વર્ષ માટે જમા થાય છે. SBIમાં આ સ્કીમનું નામ શૉર્ટ ટર્મ બેંક ડિપૉઝિટ (STBD) રાખી છે. તો મીડિયમ અને લૉન્ગ ટર્મ માટે જમા સમય 5-7 અને 12-15 છે.

આ છે સ્કીમનાં ફાયદા
લોનની સુવિધા- આપ SBIની કોઇપણ શાખામાં ગોલ્ડનાં મૌલિક મૂલ્યોનાં 75 ટકા સુધી રૂપિયા લોનમાં લઇ શકો છો. એટલે કે આપને SBIની ગોલ્ડ ડિપૉઝિટ સ્કીમમાં લોનનો લાભ મળશે.

લૉકરની ફી અને ચોરીનું કોઇ ટેન્શન નહીં. આપને આપનાં સોનાનાં દાગીનાને સ્ટોર કરવા માટે લૉકરની ફી અંગે ચિંતા કરવાની જરૂર નથી. અને ચોરીની પણ કોઇ ચિંતા નથી. આપવામાં આવેલાં પ્રમાણ પત્ર અત્યંત સુરક્ષિત છે.

નિષ્ક્રિય સોના પર મળશે વ્યાજ લૉકરમાં રાખેલાં સોનામાં આપને કંઇ નહીં મળે. તો બીજી તરફ નિષ્ક્રિય સોનું એટલે કે લાંબા સમયથી ઘરમાં પડી રહેલાં સોના પર આપને વ્યાજ મળશે. SBI ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ વ્યાજ, ગોલ્ડ મુદ્રામાં ગણવામાં આવશે. અને રૂપિયાની કિંમત પ્રમાણે તેની ચૂકવણી થશે.

આ પણ વાંચો- 15 જાન્યુઆરીથી સોનાના દાગીના ખરીદવાનો આ નિયમ બદલાશે

ટેક્સમાં મળશે છૂટ- જો આપની પાસે કમાણીથી વધુ સોનું છે તો આપને આ માટે ઇન્કમટેક્સ હેઠળ ટેક્સ ભરવો પડશે. જોકે, SBI ગોલ્ડ ડિપોઝિટ યોજનાઓ પર કોઇ સંપત્તિ કર, પૂંજીગત લાભ કર કે આવકવેરો આપવો નહીં પડે. એટલે કેઆપને ટેક્સમાં છૂટ મળશે.

સોનાનાં ભાવ વધવા પર મળશે વધુ ફાયદો- જ્યારે આપની સોનું જમા યોજના સ્કિમ પાકી જાય છે તો આપ આજનાં દર પ્રમાણે રિડીમ કરી શકો છો. એટલે કે, આપનાં સોનાની કિંમતમાં વધારો થયો છે. તો આપ લાભ મેળવશો. આપ તેને લૉકરમાં રાખેલાં સોનાની કિંમતની સરખાણી કરો. આપને અહીં ડિપોઝિટ સ્કીમમાં વ્યાજ મળશે. પણ લોકરમાં રાખેલાં સોના પર નહીં મળે.
First published: December 3, 2019, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading