બમ્પર કમાણીની તક: માત્ર રૂ. 5000નું રોકાણ કરીને કરી શકો છો શાનદાર કમાણી

બમ્પર કમાણીની તક: માત્ર રૂ. 5000નું રોકાણ કરીને કરી શકો છો શાનદાર કમાણી
તસવીર: Shutterstock

આ ફંડ 19 એપ્રિલ 2021 એટલે કે આજથી ઓપન થયા છે. કંપનીના લાર્જ કેપ ફંડે હજારો રોકાણકારોને 57.1% રિટર્ન આપીને તેમને માલામાલ કર્યા છે.

  • Share this:
વૈશ્વિક મહામારીને કારણે અનેક લોકો આર્થિક સમસ્યાથી પરેશાન છે. જો તમે અત્યારે આ મહામારીના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. તમે માત્ર રૂ. 5000નું રોકાણ કરીને નફો કમાઈ શકો છો. ફંડ હાઉસ મિરાએ એસેટ ભારતમાં પહેલી વાર NYSE FANG+ ફંડ્સ લોન્ચ કર્યા છે. આ ફંડ 19 એપ્રિલ 2021 એટલે કે આજથી ઓપન થયા છે. કંપનીના લાર્જ કેપ ફંડે હજારો રોકાણકારોને 57.1% રિટર્ન આપીને તેમને માલામાલ કર્યા છે.

કંપનીની પહેલી પ્રોડક્ટ મિરાએ એસેટ NYSE FANG+ ETF છે. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે, જે NYSE FANG+ Total Return Index દર્શાવે છે. બીજી પ્રોડક્ટ મિરાએ એસેટ NYSE FANG+ETF Fund of Fund છે. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે, જે NYSE FANG+ETFમાં રોકાણ કરે છે. NFO દરમ્યાન આ બંને સ્કીમમાં તમે માત્ર રૂ. 5000 થી શરૂઆત કરી શકો છો. ETF 30 એપ્રિલ 2021 સુધી બંધ રહેશે.ટોપ કંપનીઓમાં શામેલ

બોસ્ટન કન્સલ્ટન્સી ગૃપ અનુસાર ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ (NYSE) FANG+Indexમાં શામેલ 10માંથી 7 કંપનીઓએ 2020ની ટોપ-50 કંપનીઓમાં જગ્યા બનાવી છે.

ફંડની વિશેષતા

· NYSE FANG+ Index એક સમાન વેટેડ ઈંડેક્સ છે, જેનું ટેક્નોલોજી અને કન્ઝ્યૂમર ડિસ્ક્રિએશનરી સેક્ટરનું પ્રતિનિધિત્વ કરે તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ટ્રેડ થતા ગ્રોથ સ્ટોક છે.

· NYSE FANG+ Index ભારતીય રોકાણકારોને ગ્લોબલ ઈનોવેશન લીડર્સ સાથે એક્સપોઝર આપે છે, જેમાં ફેસબુક, એમેઝોન, એપ્પલ, નેટફ્લિક્સ, અલ્ફાબેટ (ગૂગલ), ટેસ્લા, ટ્વિટર જેવા ઈનોવેશન લીડર્સ શામેલ છે.

· આ સેક્ટર અને કંપનીઓ લાંબા ગાળાના મેગા ટ્રેન્ડને દર્શાવે છે. જેમાં અર્થવ્યવસ્થા, બિઝનેસ અને સમાજને બદલવાની તાકાત રહેલી છે.

· FANG + ઈંડેક્સમાં રોકાણ કરવાથી ભારતીય રોકાણકારોને રૂપિયો નબળો હોવાને કારણે તેનો ફાયદો મળી શકે છે.

મિરાએ એસેટ NYSE FANG+ ETFનું પ્રબંધન સિદ્ધાર્થ શ્રીવાસત્વ કરશે. મિરાએ એસેટ NYSE FANG+ ETF ફંડ ઓફ ફંડનું પ્રબંધન એકતા ગાલા કરશે. મિરાએ એસેટ NYSE FANG+ ETF ફંડ ઓફ ફંડ રોકાણકારોને રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન વિથ ગ્રોથ પ્લાનનું ઓપ્શન પણ આપશે.
Published by:News18 Gujarati
First published:April 19, 2021, 21:48 pm

ટૉપ ન્યૂઝ