Explained: ગોલ્ડ ETFમાં રોકાણ કરનારને આવી રીતે મળે છે એકદમ શુદ્ધ સોનું; ગોલ્ડ ETFમાં રોકાણ કરવું સારું કે દાગીનામાં?

ગોલ્ડ ઇટીએફ (પ્રતીકાત્મક તસવીર)

Investment in Gold Jewellery Vs Gold ETF: સેબીના નિયમો અનુસાર ગોલ્ડ ETFમાં LBMA અનુસાર સોનું ખરીદવામાં આવે છે. LBMAના નિયમો મુજબ આ સોનાની પટ્ટીઓની શુદ્ધતા 99.5% તો હોવી જ જોઈએ.

  • Share this:
    મુંબઈ: ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (exchange-traded fund) એટલે કે ETFમાં રોકાણ કરવામાં આવે ત્યારે તેની સાથે વાસ્તવિક સોનું પણ સોનું જમા કરવામાં આવે છે. ગોલ્ડ ETFનું સીધું જોડાણ સોનાના ભાવ સાથે હોય છે. ગોલ્ડ ETFના પ્રત્યેક એકમને સોનાના એક ચોક્કસ મૂલ્ય પર આંકવામાં આવે છે. હવે, ગોલ્ડ ETF રોકાણકારો તરફથી સોનાનું રોકાણ કરે છે. અમે અહીં આપને ગોલ્ડ ETFના અન્ય પાસાંઓ વિશે પણ માહિતી આપીશું.

    સોનાનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે?

    સોનાનું મૂલ્ય નક્કી કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ (mutual fund)એ સેબી (SEBI) દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહે છે. ત્યાર પછી આ મૂલ્યનુ ભારતીય મેટ્રિક્સ અને ભારતીય નાણાંમાં રુપાંતરણ કરવામાં આવે છે. સોનાનુ મૂલ્ય નક્કી કરતી વખતે તેમાં લંડન અથવા અન્ય જગ્યાએથી સોનું આયાત કરવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, કસ્ટમ ડ્યૂટી, ટેક્સ અને અન્ય ચાર્જ પણ ઉમેરવામાં આવે છે.

    સોનાનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે?

    સેબીના નિયમો અનુસાર ગોલ્ડ ETFમાં LBMA અનુસાર સોનું ખરીદવામાં આવે છે. LBMAના નિયમો મુજબ આ સોનાની પટ્ટીઓની શુદ્ધતા 99.5% તો હોવી જ જોઈએ. ફંડ હાઉસ દ્વારા આ ફિઝિકલ ગોલ્ડને સાચવવા માટે એક કસ્ટોડિયનનની નિમણૂંક કરવામાં આવે છે. આ કસ્ટોડિયન દ્વારા સોનાની સાચવણી માટે વોલ્ટિંગ એજન્સીની નિમણૂંક કરવામાં આવે છે. ગોલ્ડ ETF દ્વારા સોનાના સંગ્રહ અને સાચવણી બદલનો ખર્ચ વસૂલ કરવામાં આવે છે. આ સાથે જ મુશ્કેલીના સમયમાં સાચવીને મુકવામાંઆવેલા સોનાના રક્ષણ માટે વિમાની સુવિધાનો ખર્ચ પણ વસૂલવામાં આવે છે.

    લિપોન લાઈફ ઈન્ડિયા એમએફ જણાવે છે કે, સાચવણી અને વિમાનો ખર્ચએ ગોલ્ડ ETFમાં સૌથી મોટા ખર્ચ છે. અમે ગોલ્ડ ETF પર ટોટલ એક્સચેન્જ રેશિયો (Total Exchange Ratio) 79 બેઝિસ પોઈન્ટ રાખ્યો છે. સેબીની ગાઈડલાઈન પ્રમાણે આ રેશિયો 1 ટકાથી વધુ ન હોઈ શકે.

    ગોલ્ડ ETF vs દાગીના

    ગોલ્ડ ETF દ્વારા સોનામાં કરવામાં આવતું રોકાણ એ સૌથી વધુ શુદ્ધ સોનામાં કરવામાં આવે છે. એક રોકાણકાર તરીકે તમારી પાસેથી જે પણ ચાર્જ વસૂલવામાં આવે છે તેમાં સમાનતા હોય છે એને તેની મહત્તમ મર્યાદા પણ નક્કી હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં ચાલતા કોમ્પિટીશન છતાં પણ એ વાતની ખાતરી રહે છે કે ટોટલ એક્સચેન્જ રેશિયો મહત્તમ મર્યાદા કરતા ઓછો જ હશે.

    અને સોનાના દાગીનામાં આનાથી તદ્દન વિપરિત જોવા મળે છે. અહીં તમારે ઘડામણ ખર્ચ ચૂકવવાનો હોય છે. જે અલગ અલગ હોય છે. આ ઘડામણ ખર્ચ 5 ટકા કે તેથી વધુ હોઈ શકે છે. આ સાથે જ તેમાં તમારે જીએસટીની પણ ચુકવણી કરવાની રહે છે.

    આ વર્ષે સોનાના દાગીનામાં હોલમાર્ક ફરજીયાત કરવામાં આવ્યું છે, જો કે 40 લાખ કે તેથી ઓછું ટર્નઓવર ધરાવતા સોનીઓ માટે આ હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં નથી આવ્યું. હોલમાર્ક સોનાની શુદ્ધતા અને યોગ્યતાનું પ્રતિક છે.

    હાલમાં 700માંથી માત્ર 256 સ્થાનો પર જ હોલમાર્કિંગ ફરજીયાત છે. કુન્દન, જડાઉ અને પોલ્કી જેવા ખાસ પ્રકારના ધરેણા માટે હોલમાર્કિંગ ફરજીયાત નથી.

    ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું

    સોનામાં ઓછામાં ઓછું કેટલું રોકાણ કરી શકાય એ વાતનો આધાર સોનાની કિંમત પર રહેલો છે. જોકે, હાલમાં તમે 41-42 રૂ, જેવી નજીવી કિંમતથી પણ રોકાણ કરી શકો છો. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સોનાના દરેક એકમને 0.01 ગ્રામમા વિભાજિત કરાયા હોવાથી આવુ શક્ય બન્યું છે. નાના રોકાણકારો પણ તેમા રોકાણ કરી શકે છે.

    આ પણ વાંચો: મહિલાઓ માટે બિઝનેસ આઇડિયા: આ બિઝનેસથી કરી શકો છો અઢળક કમાણી, સરકાર પણ કરશે મદદ

    Nippon Indian ETF Gold BeES, HDFC Gold ETF, ICICI Prudential Gold ETF, Kotak Gold ETF, UTI Gold ETF અને Axis Gold ETF દ્વારા ગોલ્ડ ETFને 0.01 ગ્રામના નાના એકમમાં વિભાજીત કર્યું છે. SBI ETF Gold, Aditya Birla Sun Life Gold ETF, IDBI Gold ETF અને Invesco India Gold ETF દ્વારા પ્રત્યેક એકમ 1 ગ્રામનો રાખવામાં આવ્યો છે.

    તેથી હાલ ગોલ્ડ ETFમાં રોકાણ કરવાની હાલની કિંમત લગભગ 4200-4400 રૂ.ની આસપાસની કહી શકાય. આ પ્રકારની નાની રકમથી તમે રોકાણ કરવા પ્રોત્સાહિત થાઓ છો અને સમયની સાથે તમારો ગોલ્ડ પોર્ટફોલિયો બનાવો છો.

    શું ગોલ્ડ ETFને ફિઝિકલ ગોલ્ડમાં બદલી શકાય?

    બિલકુલ. આવું કરવું શક્ય છે. પણ તેની એક શરત એ છે કે તમારી પાસે એક કિલોગ્રામ સોનાના ભાવ જેટલું રોકાણ હોવું જોઈએ. કેમ કે અહીં સાનાંની પટ્ટીનું સ્ટાન્ડર્ડ સાઈઝ અને વજન 1 કિલોગ્રામનું જ હોય છે. જો તમે 0.01 ગ્રામના ગોલ્ડ યુનિટમાં રોકાણ કરો છો તો આવું કરવા માટે તમારી પાસે 1.15 લાખ યુનિટ હોવા જોઈએ. જો તમે 0.5 ગ્રામના યુનિટમાં રોકાણ કરો છો તો તમારી પાસે ઓછામાં ઓછા 2000 યુનિટ હોવા જોઈએ. તમે સીધા જ ફંડ હાઉસ જઈ તમારા રોકાણને રોકડ અથવા સોનામાં ફેરવી શકો છો.

    જો તમે તમારા રોકાણનું રોકડમાં રૂપાંતરણ કરાવો છો તો ફંડ હાઉસ તમારા વતી સોનાંનુ વેચાણ કરશે અને તમને રોકડની ચુકવણી કરશે. જો તમે સોનાની માંગણી કરો છો અને તમારી પાસે તમારો જીએસટી નંબર નથી તો આ વ્યવહારમાં તમારે જીએસટી ચાર્જ પણ ચુકવવાનો રહેશે.

    આ પણ વાંચો: તેજીમાં પણ 'મહારથી' સ્ટોકમાં રોકાણ કરવાનો Warren Buffettનો વિચાર યોગ્ય ગણાય? Portfolioને શું અસર થઈ શકે?

    જો તમે રોકાણનું સોનામાં રૂપાંતરણ કરાવો છો તો તમારા સોનાને સાચવવા માટે એક સુરક્ષિત જગ્યા શોધવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી જ સોનું લેવાને બદલે તમારા ગોલ્ડ ETFને વેચી એને તમારા રોકાણને વિથડ્રો કરવું વધુ યોગ્ય છે. જ્યારે પણ તમે તામારા ગોલ્ડ ETFને વેચો તો એવા ETFની પસંદગી કરો જેની અસેટ સાઈઝ વધુ હોય અને તેમાં યોગ્ય ટ્રેડ વોલ્યુમ હોય, આમ કરવાથી તમારા કોસ્ટ પર વધુ અસર નહી થાય.

    ગોલ્ડ ETF પર મળતા લાભ પર ટેક્સ

    લાંબા ગાળે એટલે કે 3 વર્ષ પછી મળતા લાભો પર ઈન્ડેક્સેશન લાભ સાથે 20 ટકા કર ચૂકવવા પાત્ર થાય છે. 3 વર્ષ પહેલા થતા લાભોને તમારી આવકમાં ગણવામાં આવે છે અને તમને લાગૂ પડતા સ્લેબ પ્રમાણે ટેક્સની ગણતરી કરવામાં આવે છે.

    રોકાણકારે શું કરવું

    રોકાણકારે પોતાના પોર્ટફોલિયોના 5થી 10 ટકાની ફાળવણી સોનાં જેવી વસ્તુમાં કરવી જેથી તે ફુગાવા સામે બચાવ કરશે. પણ આવું કરતા પહેલા તમારા હાલના સોનામાં કરેલા રોકાણ જોયા બાદ જ વધુ રોકાણ કરવાનો નિર્ણય કરવો. (JASH KRIPLANI, Moneycontrol)
    First published: