Home /News /business /

Investment in 2022: વર્ષ 2022માં ધોમ કમાણી કરવી છે? તો આ છે મની મેકિંગના શ્રેષ્ઠ આઇડિયા!

Investment in 2022: વર્ષ 2022માં ધોમ કમાણી કરવી છે? તો આ છે મની મેકિંગના શ્રેષ્ઠ આઇડિયા!

ભારતીય ચલણી નોટો (પ્રતીકાત્મક તસવીર)

Best Money Making Idea: નાણાકીય બજારો માટે વર્ષ 2021 સૌથી શ્રેષ્ઠ રહ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો (Mutual fund investors)ને 2021માં સારું વળતર મળ્યું હતું. વર્ષ 2021 આઇપીઓ (Year of IPO)નું વર્ષ પણ બની રહ્યું હતું.

  નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોના (Covid-19)ના કારણે વર્ષ 2021 ખૂબ કપરું સાબિત થયું હતું. પરંતુ શેરબજાર પર મહામારીની ખૂબ ઓછી જોવા મળી હતી. નાણાકીય બજારો માટે વર્ષ 2021 સૌથી શ્રેષ્ઠ રહ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો (Mutual fund investors)ને 2021માં સારું વળતર મળ્યું હતું. વર્ષ 2021 આઇપીઓ (Year of IPO)નું વર્ષ પણ બની રહ્યું હતું. હવે ગણતરીના દિવસોમાં જ્યારે આપણે વર્ષ 2022માં પ્રવેશ કરવા જઇ રહ્યા છીએ, ત્યારે નવા વર્ષમાં રોકાણકારોને પૈસા કમાવવા અને રોકાણ કરવા વિશેષકોએ અમુક આઇડિયા (Best Money Making Idea) આપ્યા છે.

  ક્રિપ્ટોકરન્સી

  હાલ લોકોમાં ડીજીટલ કરન્સી એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. વિશેષકો એવું પણ માને છે કે ક્રિપ્ટોકરન્સી રોકાણના વિકલ્પ તરીકે પરંપરાગત એસેટ્સને પણ પાછળી મૂકી દેશે. Bitcoin, Ethereum, Dogecoin જેવી ક્રિપ્ટોકરન્સીએ તાજેતરમાં જ જંગી વળતર આપ્યું છે.

  સ્ટોક્સ

  ડૉ. રવિ સિંહ-વાઈસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ-શેર ઈન્ડિયાના હેડના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 માટે પાંચ ટોચના શેરોમાં PSU ધીરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ગેઈલ, HDFC બેંક, TCS અને ONGCનો સમાવેશ થાય છે.

  રીયલ એસ્ટેટ

  આવનારા દિવસોમાં રીયલ એસ્ટેટ રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થશે. જો તમારી પાસે રોકાણ માટે ઓછા પૈસા હોય તો તમે REIT વિશે પણ વિચારી શકો છો.

  કો-વર્કિંગ સ્પેસ

  વર્ષ 2022માં રોકાણ કરવા માટે કો-વર્કિંગ સ્પેસ પણ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. કો-વર્કિંગ સ્પેસની માંગ સંભવિતપણે વધી રહી હોવાથી, તમે ઓફિસ સ્પેસ ખરીદવાનું વિચારી શકો છો અને કો-વર્કિંગ સ્પેસ તરીકે ભાડે આપીને અન્ય રોકાણોની સરખામણીમાં મહત્તમ નફો મેળવી શકો છો.

  આ પણ વાંચો: Explained: NPSનું Tier-II એકાઉન્ટ કઈ રીતે કરે છે કામ? Tier-II એકાઉન્ટ કોણ ખોલાવી શકે? અહીં જાણો બધું જ

  વર્ચ્યુઅલ એસેટ

  તાજેતરમાં મેટાવર્સ એક હાઇપ છે જ્યાં લોકો વર્ચ્યુઅલ વર્લ્ડસ (મેટાવર્સ) પર વર્ચ્યુઅલ સંપત્તિઓ ખરીદી શકે છે, તેમાં લાખો ડોલરમાં વેચવામાં આવતી જમીનો, સ્ટેચ્યુ, પાર્ક્સનો પણ સમાવેશ થાય છે.

  સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)

  SCSS એ વરિષ્ઠ નાગરિકો માટેની પોસ્ટ ઓફિસ બચત યોજના છે જે તેના રોકાણકારોને સલામતી અને નિયમિત આવક પ્રદાન કરે છે. આ એક ટેક્સ સેવિંગ પ્લાન પણ છે. SCSS માં રોકાણ કલમ 80C હેઠળ કર મુક્તિ માટે પાત્ર છે. આ યોજના હેઠળ વર્તમાન વ્યાજ દર વાર્ષિક 7.4% છે.

  આ પણ વાંચો: Upcoming Cars: જાન્યુઆરી 2022માં લૉંચ થશે Audi Q7થી લઈને Tata Tiago CNG કાર, જાણો સંપૂર્ણ વિગત

  નેશનલ પેન્શન સ્કીમ (NPS)

  NPS એ એક નિવૃત્તિ લાભ યોજના છે જે તમામ સબ્સ્ક્રાઇબર્સને નિવૃત્તિ પછી નિયમિત આવકની સુવિધા આપવા માટે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે. તમારી પાસે પીઓપી (પોઈન્ટ ઓફ પ્રેઝન્સ) રોકાણ પેટર્ન અને ફંડ મેનેજરને પસંદ કરવા અથવા બદલવાની સુવિધા છે. જે સુનિશ્ચિત કરે છે કે તમે વિવિધ એસેટ ક્લાસ (ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ્સ, સરકારી સિક્યોરિટીઝ અને વૈકલ્પિક એસેટ) અને ફંડ મેનેજરો સાથે તમારી અનુકૂળતા મુજબ વળતરને ઑપ્ટિમાઇઝ કરી શકો છો અને ટ્રિપલ ટેક્સ બેનિફિટ્સ મેળવી શકો છો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Mutual funds, New year, Nps, Share market

  આગામી સમાચાર