Home /News /business /

એક ઝટકામાં અબજોપતિમાંથી બની ગયા કંગાળ, કિસ્મતનો ખેલ જોઇ તમે પણ ચોંકી જશો

એક ઝટકામાં અબજોપતિમાંથી બની ગયા કંગાળ, કિસ્મતનો ખેલ જોઇ તમે પણ ચોંકી જશો

શેર લિસ્ટ થતાં જ 6000 ટકા કરતા પણ વધ્યા, પ્રમોટરો પાર્ટી કરવાના મૂડમાં હતા ત્યાં પાણી ફરી વળ્યું.

નસીબ ક્યારેક એવા ખેલ રમે છે ભલભલા ગોથું ખાઈ જાય છે. નસીબના આવા ખેલમાં હોંગકોંગની ઇન્વેસ્ટમેન્ટ બેંકના ફાઉન્ડર્સ એવા ચક્કરે ચડ્યા કે તેમને ખબર જ પડી અને કિસ્મતે ગેમ રમી નાખી. મેઝીક એમ્પાયર ગ્લોબલ લિમિટેડના ફાઉન્ડર્સ શેરની કિંમતોમાં અધધ વધારાથી રાતોરાત અબજોપતિ બન્યા અને પછી એવો કડાકો બોલ્યો કે ફરી જ્યાંના ત્યાં આવી પડ્યા.

વધુ જુઓ ...
  કહેવાય છે કે નસીબ (Luck) ક્યારે પલટાઇ જશે તે કહી શકાતું નથી. કોઇ વ્યક્તિ ક્ષણભરમાં ઊંચાઇએથી જમીન પર આવી જાય છે, તો કોઇ નીચા અને નબળા માણસને સૌથી ઊંચાઇ પર પહોંચાડી દે છે. આ વાત એક કંપનીના માલિક પર એકદમ ફીટ બેસી રહી છે. હકીકતમાં એક ઇન્વેસ્ટમન્ટ બેંક (Investment Bank)ના ફાઉન્ડર્સ કંપનીના શેરોમાં આવેલી જોરદાર તેજીના કારણે રાતોરાત અબજોપતિ (Billioners) બની ગયા હતા. પરંતુ તેમની આ શાહુકારી વધુ દિવસો સુધી ટકી શકી નહીં અને 3 જ દિવસમાં તેઓ ફરી ત્યાં જ આવી ઊભા રહી ગયા, જ્યાંથી તેમણે શરૂઆત કરી હતી.

  મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દેખાઈ રહ્યો છે જોશ, તો શું આગળ પણ આ તેજી ચાલુ રહેશે?

  હોંગકોંગની છે મેજિક એમ્પાયર કંપની

  બ્લૂમબર્ગના રીપોર્ટ અનુસાર, આ ચોંકાવનારી ઘટના હોંગકોંગની મેઝીક એમ્પાયર ગ્લોબલ લિમિટેડ (Magic Empire Ltd)ના ફાઉન્ડર્સ સાથે બની હતી. તેમની કંપની અન્ડરરાઇટિંગ અને એડવાઇઝરી સેવાઓ પૂરી પાડે છે. કંપની તેનો IPO લઇને આવી હતી અને શુક્રવારે કંપનીના શેર અમેરિકન શેરબજારમાં લિસ્ટ થયા હતા. સોમવારે શેરોએ એટલી મજબૂત ગતિ પકડી કે કંપનીના બંને સ્થાપકો એક જ ઝટકે અબજોપતિ બની ગયા હતા.

  શેરબજારમાં તેજીથી બન્યા અબજોપતિ

  શેરબજારને જોખમી વ્યવસાય માનવામાં આવે છે. આ વાત અહીં સંપૂર્ણ રીતે બંધ બેસે છે. કંપનીના શેર લિસ્ટિંગ બાદ લિસ્ટિંગ પ્રાઇસની સરખામણીમાં લગભગ 6149 ટકા સુધી વધી ગયા અને ફાઉન્ડર્સને જમીન પરથી આસમાને પહોંચાડી દીધા હતા. શેરમાં આ વધારાને કારણે કંપનીનું માર્કેટ કેપ પણ 5 બિલિયન ડોલર પર પહોંચી ગયું હતું. કોઈ પણ કંપની સાથે આવું બને ત્યારે ઉજવણી કરવી સામાન્ય બાબત છે, તેથી આ કંપનીના મોટા હોદ્દેદારો પણ આ જ તૈયારીમાં હતા. પરંતુ અબજોપતિ બનવાનો સેલિબ્રેશન પૂરો થાય તે પહેલા જ તેને મોટો ઝટકો લાગ્યો હતો.

  Adani Groupની વધુ એક કંપની Niftyમાં સામેલ થશે, રોકાણકારોને મળશે કમાણીનો મોકો

  શેર તૂટતા થઇ ગયા પાયમાલ

  વાસ્તવમાં શેરોમાં વધારાને કારણે જ્યાં મેજિક એમ્પાયર કંપનીના લગભગ 63 ટકા શેરધારકો સ્થાપકો ગિલ્બર્ટ ચાન અને જ્હોન્સન ચાનના શેર અનુક્રમે 1.8 બિલિયન ડોલર અને 1.3 બિલિયન ડોલર સુધી પહોંચી ગયા. મંગળવારે કંપનીના શેરની કિંમતમાં 89 ટકાનો ઘટાડો થયો હતો. આ કારણે બંને ફરી એ જ જગ્યાએ પહોંચી ગયા, જ્યાંથી તેમણે અબજોપતિ બનવાની સફર શરૂ કરી હતી.

  હવે આટલી છે શેરની કિંમત

  શેરની કિંમતમાં ઘટાડા પછી ગિલ્બર્ટ ચાનના શેરની કિંમત લગભગ 90 મિલિયન ડોલર થઈ ગઈ, જ્યારે જોન્સનના શેરની કિંમત 65 મિલિયન ડોલર હતી. આ રીતે ગિલ્બર્ટ અને જોનસન માત્ર ત્રણ દિવસ માટે અબજોપતિ બન્યા હતા. ગયા વર્ષના અંતે મેજિક એમ્પાયરમાં માત્ર નવ કર્મચારીઓ કામ કરતા હતા. 2021માં કંપનીની આવક 17 ટકા ઘટીને 2.2 મિલિયન ડોલર થઈ હતી. જણાવી દઈએ કે આ કંપની વર્ષ 2016માં શરૂ થઈ હતી.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Ajab gajab news, Business news, Stock market, World news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन