Home /News /business /રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કયા શેરમાં રોકાણ કર્યું, કેટલું વળતર મળ્યું?

રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કયા શેરમાં રોકાણ કર્યું, કેટલું વળતર મળ્યું?

રાકેશ ઝુનઝુનવાલા, વિજય કેડિયા, ડોલી ખન્ના.

Rakesh Jhunjhunwala vs Vijay Kedia vs Dolly Khanna: એપ્રિલથી જૂન 2021ના ક્વાર્ટરમાં ઉમેરાયેલા નવા શેરોમાં રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં વિજય કેડિયા અને ડોલી ખન્નાની નેટવર્થમાં વધારો નોંધાયો છે.

વધુ જુઓ ...
મુંબઈ: એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટરમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAIL) અને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સને તેમના પોર્ટફોલિયોમાં ઉમેર્યા હતા. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયા (Vijay Kedia)એ મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ ઈન્ડિયા અને એલેકન એન્જીનિયરિંગ કંપનીના એમ બે શેર તેમના પોર્ટફોલિઓમાં ઉમેર્યા હતા. આ જ ક્વાર્ટર દરમિયાન ડોલી ખન્ના (Dolly Khanna)એ તેમના પોર્ટફોલિયોમાં 7 શેર ઉમેર્યા હતા. આ દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયોનું શેર માર્કેટના પાર્ટીસીપન્ટ્સ દ્વારા ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે છે અને સ્માર્ટ ફંડ ફ્લો ક્યાંથી મળશે તે અંગે જાણકારી મેળવવાનો અને સમજવાનો પ્રયાસ કરે છે. તેથી આજે અમે તમને નવા ઉમેરાયેલા સ્ટોક Q2FY22ના ગત ક્વાર્ટર (જુલાઈ 2021 થી સપ્ટેમ્બર 2021) દ્વારા આ રોકાણકારોને કેટલું અને કેવું વળતર મળ્યું તે અંગે મહિતગાર કરીશું.

રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala Portfolio)

મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે બિગ બુલ (Big Bull) અને ભારતના વૉરન બફેટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ (Indiabulls Housing) અને સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAIL)ને પોતાના પોર્ટફોલિઓમાં સામેલ કર્યા હતા, પરંતુ SAIL પ્રાઈઝ હિસ્ટ્રી મુજબ જુલાઈથી સપ્ટેમ્બર માસ સુધી SAILના શેરમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું અને તે 13 ટકા સુધી નીચે ગગડ્યા. આ જ સમય દરમિયાન Q2FY22માં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સનાં શેરમાં પણ પડતી જોવા મળી અને તે 11 ટકા સુધી નીચે ગગડ્યા. જે શેરની કિંમત રૂ. 261.05 હતી, જે ધટીને રૂ. 231.65 થઈ હતી. આ જ રીતે SAIL રૂ. 130.60થી ઘટીને રૂ. 113.65 પર પહોંચ્યો હતો.

વિજય કેડિયા (Vijay Kedia)

વિજય કેડિયાએ મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ ઈન્ડિયા અને એલેકન એન્જીનિયરિંગ કંપનીના એમ બે શેર પોતાના પોર્ટફોલિઓમાં ઉમેર્યા હતા. કેડિયાએ મહિન્દ્રા હોલિડેઝમાં 1.02 ટકા અને એલેકકોન એન્જિનિયરિંગમાં 1.19 ટકા હિસ્સો ખરીદ્યો છે. કેડિયા મહિન્દ્રા હોલિડેઝમાં લગભગ 13.6 લાખ શેર ધરાવે છે, જે તેમણે એપ્રિલથી જૂન વચ્ચે ખરીદ્યા છે. આ કંપનીમાં 1.02 ટકા હિસ્સાની સમકક્ષ છે. તેમણે એલેકન એન્જિનિયરિંગમાં લગભગ 13.38 લાખ શેર લીધા છે, જે કંપનીમાં 1.19 ટકા હિસ્સો છે.

એલેકન એન્જિનિયરિંગના સ્ટોકે છેલ્લા એક મહિનામાં લગભગ 5 ટકા વળતર આપ્યું છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોક 200 ટકાથી વધુ વધ્યો છે. એલેકન એન્જિનિયરિંગના સ્ટોક 136.80થી 167.60 સુધી વધ્યા છે. જે Q2FY22માં લગભગ 22.5 ટકાનો વધારો છે. છેલ્લા એક મહિનામાં મહિન્દ્રા હોલિડેઝનો સ્ટોક 5 ટકા અને છેલ્લા છ મહિનામાં લગભગ 47 ટકા વધ્યો છે. મહિન્દ્રા હોલિડેઝના સ્ટોક 166.70થી 245.80 સુધી પહોંચ્યા છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના બાદ આ કંપનીની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે અને સાથે જ સ્ટોકના ઓછા મૂલ્યને કારણે કેડિયાએ તેમાં રોકાણ કર્યું છે.

ડોલી ખન્ના (Dolly Khanna)

અનુભવી અને દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાએ જૂન ક્વાર્ટરમાં મોટી ખરીદી કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે તેમના પોર્ટફોલિયોમાં ઓછામાં ઓછા 7 નવા શેરો ઉમેર્યા અને ત્રણ અન્યમાં તેમનો હિસ્સો વધાર્યો. જોકે, જૂન ક્વાર્ટરમાં તેમણે 5 કંપનીઓમાં પોતાના હિસ્સામાં ઘટાડો પણ કર્યો હતો. ડોલી ખન્ના અને તેના પતિ રાજીવ ખન્નાએ ટેક્સટાઈલ, ફર્ટિલાઈઝર, રસાયણ અને સિમેન્ટ ક્ષેત્રની કંપનીઓ પર દાવ લગાવ્યો છે.

આ પણ વાંચો: ડોલી ખન્નાના આ શેરે કર્યાં માલામાલ, શું તમારી પાસે છે? 1 લાખ રૂપિયા બની ગયા 1.96 કરોડ- વાંચો વિગત

જૂન ક્વાર્ટરમાં તેમણે કિચન એપ્લાયન્સિસ, આઈટી અને ફાર્મા સેક્ટરમાં શેરોમાં નફો કમાયો હતો. નવા પોર્ટફોલિયોના 7 સ્ટોકમાં પોલિપેક્સ કોર્પોરેશન (Polyplex Corporation), નિતીન સ્પિનર્સ(Nitin Spinners), રામા ફોસ્ફેટ( Rama Phosphates), RSWM, શેમારુ એન્ટરટેઈનમેન્ટ (Shemaroo Entertainment), દિપક સ્પિનર્સ (Deepak Spinners) અને અરાઈસ એગ્રો (Aries Agro)નો સમાવેશ થાય છે.

ડોલી ખન્નાએ જુન ક્વાર્ટરમાં કમોડિટી કેમિકલનું ઉત્પાદન કરનારી કંપની પોલિપેક્સ કોર્પોરેશનમાં 1 ટકા ભાગીદારી 3.22 લાખ શેર 49 કરોડમાં ખરીદ્યા હતા. આ સાથે, તેમણે પોતાના પોર્ટફોલિયોમાં નીતિન સ્પિનર્સનો પણ સમાવેશ કર્યો હતો. તેમણે આ કંપનીમાં 6.95 લાખથી વધુ ઇક્વિટી શેર એટલે કે 1.2 ટકા હિસ્સો 12.5 કરોડમાં ખરીદ્યો. જૂન ક્વાર્ટરના ડેટા મુજબ, આ અનુભવી રોકાણકારે રામા ફોસ્ફેટ્સ અને RSWM માં હિસ્સો પણ ખરીદ્યો હતો. તેમની પાસે 3.12 લાખ ઇક્વિટી શેર છે, એટલે કે રામા ફોસ્ફેટમાં તેમનો 1.8 ટકા હિસ્સો છે. તેવી જ રીતે, તેમની પાસે RSWM માં 1.1 ટકા હિસ્સો એટલે 2.47 લાખ ઇક્વિટી શેર છે.

પોલિપ્લેક્સ કોર્પોરેશનના સ્ટોક 25 ટકા વધીને રૂ. 1387.25થી રૂ. 1727.30 થયો હતો. આ જ રીતે નિતીન સ્પિનર્સના સ્ટોક લગભગ 45 ટકાની વધધટ સાથે રૂ. 146.25થી રૂ. 212.30 સુધી પહોંચ્યા હતા. જુલાઈથી સપ્ટેમ્બર સુધી રામા ફોસ્ફેટના સ્ટોક 14 ટકાના વધારા સાથે રૂ. 264.55થી રૂ. 301.60 થયા, RSWMના શેર રૂ. 268.75થી રૂ. 315.90 સુધી પહોંચ્યા હતા. જેમાં 17.50 ટકાનો વધારો નોંધાયો છે. તો બીજી તરફ શેમારુના શેર આ ક્વાર્ટરમાં 25 ટકાના વધારા સાથે રૂ. 128.80થી રૂ. 161, દિપક સ્પિનર્સના શેર 28 ટકાના વધારા સાથે રૂ. 210.35થી રૂ. 270.60, અરાઈસ એગ્રોના શેર 11 ટકાના વધારા સાથે રૂ. 133થી રૂ. 148.05 સુધી પહોંચ્યા છે.

આ પણ વાંચો: Dalal Street this Week: આ અઠવાડિયે આટલા ફેક્ટરો નક્કી કરશે બજારની દશા અને દિશા 

એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટરના નવા શેરોમાં ઝુનઝુનવાલાની નેટવર્થ ઘટી હતી, જ્યારે સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં વિજય કેડિયા અને ડોલી ખન્નાની નેટવર્થ તેમના નવા પોર્ટફોલિયો સ્ટોકને કારણે વધી છે. ખન્નાના નવા પોર્ટફોલિયો શેરોએ અન્ય બે રોકાણકારોને પાછળ છોડી દીધા છે. તેના મોટાભાગના નવા પોર્ટફોલિયો શેરોએ બેન્ચમાર્ક માર્જિનથી પ્રોફિટ મેળવ્યું છે.
First published:

Tags: Business, Dolly Khanna, Investment, Rakesh jhunjhunwala, Share market, Vijay Kedia