Home /News /business /શેર બજારમાં રોકાણ માટે આ મહિનો ઘણો જ નસીબદાર, મળી શકે છે ગેરેન્ટેડ વળતર

શેર બજારમાં રોકાણ માટે આ મહિનો ઘણો જ નસીબદાર, મળી શકે છે ગેરેન્ટેડ વળતર

રોકાણકારો માટે ઓક્ટોબર મહિનો ઘણો જ લાભદાય નીવડી શકે છે(ફાઈલ તસવીર)

Stock Market: ભારતમાં ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારો આવે છે. આ લોકો માટે તહેવારોનો સમયગાળો માનવામાં આવે છે અને તે દરમિયાન લોકો દિલ ખોલીને ખરીદી કરે છે. ત્યારે ઐતિહાસિક ડેટા પર નજર કરીએ તો ઓક્ટોબર મહિનો ઈક્વિટી માર્કેટ માટે બહુજ ઉત્સાહજનક સાબિત થાય છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ સ્થાનિક શેર બજારો માટે ઓક્ટોબર મહિનો બહુજ પ્રોત્સાહક હોઈ શકે છે. કારણકે, સપ્ટેમ્બર મહિનો વધારે ઉત્સાહજનક રહ્યો નથી. સેન્સેક્સમાં 2000 અંકનો ઘટાડો જોવા મળ્યો. ત્યારે, નિફ્ટી પણ મુખ્ય રેસિસ્ટેંસ લેવલની નીચે આવી ગઈ છે. જો કે, ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો ઓક્ટોબર મહિનો શેર બજાર માટે હજુ સુધી બેસ્ટ મહિનો સાબિત થયો છે. જો તમે આ મહિને શેર બજારમાં રોકાણ કરવા માંગો છો, તો તમને તહેવારનો સમયગાળો હોવાના કારણે સારુ વળતર મળી શકે છે. કેમકે તહેવારના સમયગાળામાં કંપનીઓને ભારે નફો મળે છે.

    આ મહિને શેર બજારોમાં રહે છે ઉત્સાહ


    ભારતમાં ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારો આવે છે. આ લોકો માટે તહેવારોનો સમયગાળો માનવામાં આવે છે અને તે દરમિયાન લોકો દિલ ખોલીને ખરીદી કરે છે. ત્યારે ઐતિહાસિક ડેટા પર નજર કરીએ તો ઓક્ટોબર મહિનો ઈક્વિટી માર્કેટ માટે બહુજ ઉત્સાહજનક સાબિત થાય છે. ગત 11 વર્ષમાં ઈન્ડેક્સે ઓક્ટોબરમાં 9.2 ટકા સુધી વળતર આપ્યુ છે અને 2013 તેમજ 2011 બેસ્ટ પરફોર્મર રહ્યા છે. જો ગત ત્રણ વર્ષની વાત કરીએ તો ઈન્ડેક્સે ક્રમ અનુસારઃ 3.78 ટકા, ચાર ટકા અને 0.3 ટકા વળતર આપ્યુ છે. ત્યારે વર્ષ 2012 અને 2018માં ઓક્ટોબર મહિનામાં ઈન્ડેક્સે ક્રમ અનુસાર 1.37 ટકા અને 4.9 ટકા નેગેટિવ વળતર આપ્યુ છે.

    આ પણ વાંચોઃ આર્થિક મોરચે સરકાર માટે ખુશખબર, સપ્ટેમ્બર મહિનામાં પણ તિજોરી છલકાઈ 

    રોકાણકારો માટે સપ્ટેમ્બર મહિનો સારો રહ્યો નથી


    ઈક્વિટી રોકાણકારોની વાત કરીએ તો ઓક્ટોબરનો મહિનો સારો સાબિત થઈ રહ્યો છે. ત્યારે, સપ્ટેમ્બરનો મહિનો તેમના માટે બહુ જ ખરાબ સાબિત થયો છે. તેનુ કારણ છે કે, માત્ર ચાર તકો પર ઈન્ડેક્સે પોઝિટિવ વળતર આપ્યુ છે. માસિક વળતરના તુલનાત્મક વિશ્લેષણ બાદ આ વાત સામે આવે છે કે, 2011થી હજુ સુધી ઓક્ટોબરમાં પોઝિટિલ વળતર આપવાની સંભાવના વધારે રહે છે.

    આ પણ વાંચોઃ આ રીતે 17 વર્ષના યુવાને OYO હોટેલ્સ બનાવવાનો વિચાર આવ્યો, આજે $5 બિલિયનની બ્રાન્ડ 

    વ્યાજ દરોમાં વધારાને કારણે શેર બજારમાં ઘટાડો


    જાણકારી અનુસાર, ફેડ રિઝર્વ દ્વારા આક્રમક રીતે વ્યાજ દરોમાં વધારાને કારણે વૃદ્ધિની ચિંતાઓની વચ્ચે દુનિયાભરના શેર બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2022માં ડાઉ જોન્સમાં હજુ સુઘી 20 ટકા ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આ દરમિયાન સેન્સેક્સમાં પણ ત્રણ ટકા ઘટાડો જોવા મળ્યો છે. તે ભારતીય બજારોની સુગમતાને દર્શાવે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment news, Share market

    विज्ञापन
    विज्ञापन