Home /News /business /SIPમાં પૈસા ડૂબાડવા છે કે મેળવવું છે બમ્પર વળતર? સરળતાથી સમજો

SIPમાં પૈસા ડૂબાડવા છે કે મેળવવું છે બમ્પર વળતર? સરળતાથી સમજો

બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે SIP રોકાણકારો માટે મહત્વી ટીપ્સ

ઇક્વિટી અને ડેટ બંને ધરાવતા સારા કોમ્બિનેશનની પસંદગી કરો. તમારી જોખમની તૈયારીને અસર કરતા અસંખ્ય પરિબળો હોઈ શકે છે

  દિલ્હી: જો તમે નવા રોકાણકાર (New Investors) છો, તો તમારી સ્પીડ ધીમી હોવી સ્વાભાવિક છે. તમને તમારો પગાર મળી ગયો છે અને કદાચ હવે તમે વિચારતા હશો કે કેવી રીતે અને ક્યાં રોકાણ (Investment) કરવું. તમે રોકાણ કરવાનું અને તમારા નાણાં ખર્ચ ન કરવાનું નક્કી કર્યું છે તો તે ખૂબ જ સરાહનીય બાબત છે. તે તમને લાંબાગાળે સારી સંપત્તિ (Long Term Assets) પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

  જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ (Investment in Mutual Fund) કરવા માંગતા હોવ, તો તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) દ્વારા નાણાં રોકવાનો (Invest Money) નિર્ણય લઈને પણ શરૂઆત કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ્સ વિશેનું અપૂરતી જ્ઞાન અને તેમાં રોકાણના ફાયદાના કારણે ઘણા રોકાણકારોએ મૂંઝવણ અનુભવે છે કે સંપત્તિ બનાવવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની પસંદગી જોખમકારક છે કે નહીં. એસઆઇપીમાં રોકાણ માટેનું પ્લાનિંગ કરવું ખૂબ મૂંઝવણમાં મૂકી દે તેવું કામ છે. તેથી આજે અમે તમને એસઆઇપીમાં રોકાણ કરવા માટેના જરૂરી મુદ્દાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

  તમે કેટલી કમાણી કરો છો, તમારી આવકનું સાધન અને તમારા સૂચિત રોકાણના સમયગાળા પર આધાર રાખીને તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક હપ્તામાં રોકાણ કરીને શરૂઆત કરી શકો છો. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ તમને રૂ. 500 જેટલા નીચા માસિક એસઆઈપી દ્વારા રોકાણ કરવાની મંજૂરી પણ આપે છે. એક વખત તમે એસઆઈપી દ્વારા રોકાણ કરવાનું શરૂ કરી દો પછી તમારે માત્ર તમારા નિયમિત રોકાણો અને તેના પર મેળવેલા વળતર પર કામ કરવા માટે કમ્પાઉન્ડિંગની રાહ જોવાની રહેશે.

  તમારા ઇન્વેસ્ટમેન્ટ ગોલ્સ નક્કી કરો

  તમારા નાણાકીય ધ્યેય કયા છે? શું તમે ફક્ત ટૂંકા ગાળા માટે જ રોકાણમાં છો અથવા તમે આગામી દાયકા કે તેથી વધુ સમય માટે રોકાણ કરવા માંગો છો? તમે તમારી એસઆઈપીથી શરૂઆત કરો તે પહેલાં જાણો કે તમે કેટલા સમય સુધી ચાલુ રાખવા માંગો છો તે નક્કી કરો. તદુપરાંત, તમારા નાણાંકીય લક્ષ્યો વિશે સતત જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે, કારણ કે રોકાણના સમયગાળાને અનુરૂપ ટાર્ગેટ કોર્પસને જાણ્યા વિના તમે કેટલા સમય સુધી રોકાણ કરવા માંગો છો તે નક્કી કરી શકશો નહીં.

  વ્યક્તિ દીઠ રોકાણ કરવાના કારણો અને આયોજનો પણ અલગ હોય છે. જેમ કે કોઇ લગ્ન માટે તો કોઇ પોતાના બાળકના અભ્યાસ માટે પૈસા રોકે છે.

  ફુગાવો

  સમય જતાં નાણાંનું મૂલ્ય નોંધપાત્ર રીતે ઘટી રહ્યું છે. તેથી જ તમારા નાણાંનું રોકાણ કરવાનો પ્રથમ ઉદ્દેશ ફુગાવાની અસર કેમ ટાળવી તે હોવો જોઇએ. તમારે દર વર્ષે તમારા રોકાણમાં 10 ટકાનો વધારો કરવો જોઈએ. જો કે મૂલ્યાંકન અને બોનસ દ્વારા પણ તમને કેટલું પરવડી શકે છે તેના પર ઘણું બધું નિર્ભર કરે છે. ઉપરાંત, સમય જતાં તમને ખ્યાલ આવી શકે છે કે તમે જે કોર્પસ માટે લક્ષ્ય રાખ્યું છે, તે દર વર્ષે મોંઘવારી કેવી રીતે વધી રહી છે તે ધ્યાનમાં લેતા નિવૃત્ત થશો ત્યારે સંભાળ રાખવા માટે પૂરતું ન પણ હોઈ શકે. તે તમને વધુ મોટા ભંડોળની ખાતરી કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. આમ, તમારે વધુ બચત અને રોકાણ બંને કરવાની જરૂર પડી શકે છે.

  વર્તમાન ફુગાવાના દરને ધ્યાનમાં લેવો મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને પર્યાપ્ત રકમ એકઠી ન કરી હોવાના અથવા જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે પૂરતા પૈસા ન હોવાની મુશ્કેલીથી બચાવશે. એક વખત તમે તમારા નાણાંકીય ધ્યેયો નક્કી કરતી વખતે ફુગાવાના દરને ધ્યાનમાં રાખશો પછી રોકાણના સમયગાળાને અનુરૂપ સારી એસઆઈપી રકમ નક્કી કરવાનું સરળ બની જાય છે.

  તમારા રોકાણને સમજો

  શું તમારી પાસે અન્ય લોકો કરતા વધુ જોખમ ઉઠાવવાની તૈયારી છે અથવા તમે તમારા પૈસાનું રોકાણ કરતી વખતે સુરક્ષિત રહેવા માંગો છો? ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ ફંડ્સ વચ્ચે નિર્ણય લેતા પહેલા તમારે આવા પ્રશ્નોના જવાબ શોધવા જોઇએ.

  જેઓ બજારમાં જોખમ ઉપાડવા તૈયાર છે અને તેની સાથે સારું વળતર લેવા માંગે છે તેઓ ઇક્વિટી ફંડ્સની પસંદગી કરી શકે છે. આ કિસ્સામાં વળતરની અપેક્ષાઓ વધારે છે, ખાસ કરીને એવા લોકોમાં જેઓ તેમના નાણાંને સેક્ટરલ અથવા થીમેટિક ફંડ સ્કીમમાં મૂકે છે.

  અન્ય ઇક્વિટી ફંડ કે જે સેક્ટર અથવા માર્કેટ કેપિટલાઇઝેશનને ધ્યાનમાં લીધા વિના નાણાંનું રોકાણ કરે છે તે સેક્ટર ફંડ્સ કરતાં સરખામણીએ ઓછા અસ્થિર હોય છે. ખર્ચ તમારી કમાણી અને બચત જેટલું મહત્વનું છે.

  તેથી જ તમારે વિવિધ ફંડ્સના ખર્ચ રેશિયો વિશે અભ્યાસ કરવો જોઈએ અને તપાસ કરવી જોઈએ કે કોઈ ચોક્કસ ફંડ હાઉસ કેટેગરીની સરેરાશ કરતા વધારે અથવા વધુ ચાર્જ લે છે કે નહીં. તમે એસઆઈપી દ્વારા જેટલું લાંબુ રોકાણ કરશો, તેટલું જ તમને વધુ વળતર મેળવવાની તકો વધશે.

  ઉપરાંત, ડેટ ફંડ્સ મર્યાદિત રોકાણ વિકલ્પો સાથે આવે છે, અને તેથી ટૂંકાગાળામાં સારા વળતરની તક આપે છે. આ વળતર સરકારી અને કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટમાંથી થતી આવક કરતાં વધારે છે અને ઓછા જોખમની કેપિસીટી ધરાવતા લોકો માટે સૌથી વધુ અનુકૂળ છે. કોર્પોરેટ થાપણો મોટા ભાગના કિસ્સાઓમાં સરકારી બોન્ડ્સ કરતાં વધુ વળતર આપે છે, જોકે તમે જે કંપનીઓમાં રોકાણ કરો છો તેના ક્રેડિટ રેટિંગ્સ વિશે તમારે ધ્યાન રાખવું જોઈએ.

  હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો તેમના નાણાંને સંતુલિત લાભ ફંડ્સમાં મૂકે છે, કારણ કે તેમના નાણાંના ભાગરૂપે ઇક્વિટીમાંથી કમાણી કરવાનું ચાલુ રહે છે, જ્યારે બાકીના લોકો ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. મલ્ટિ-કેપ અને ફ્લેક્સી-કેપ ફંડ્સમાં નાણાંનું રોકાણ કરવું એ બજારને અનુરૂપ તમારા રોકાણોને બદલવાનું ચાલુ રાખવાનો વધુ એક શ્રેષ્ઠ ઉપાય છે. જોકે રોકાણકારોમાં જોખમની તૈયારી મધ્યમ છે. ઈન્ડેક્સ ફંડ ફંડ મેનેજરના ભેદભાવથી સંપૂર્ણપણે મુક્ત છે, કારણ કે તે બજારની ગતિવિધિઓ પર આધાર રાખે છે. તેથી જ તેમને પેસિવ ઇન્વેસ્ટમેન્ટક તરીકે પણ ઓળખવામાં આવે છે.

  ફંડ મેનેજરની પસંદગી

  સમાન શેરો અને શેરમાં નાણાંનું પૈસાનું રોકાણ થવા છતાં, ભંડોળમાંથી વળતર અલગ પડે છે. આનો જવાબ ફંડ મેનેજરોની બજારમાં દાવપેચ કરવાની ક્ષમતામાં રહેલો છે, કારણ કે તેઓ શેર અને સ્ટોક્સમાં સારો વેપાર કરે છે. તેથી જ યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ કંપનીની પસંદગી પણ મહત્વપૂર્ણ છે. કારણ કે વિવિધ કંપનીઓ જુદી જુદી સ્કીમ પ્રદાન કરે છે.

  તમામ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ રોકાણકારોની અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. કોઈ પણ વ્યક્તિ વિવિધ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા વિવિધ ભંડોળના રીટર્નની સરખામણી કરી શકે છે.

  રોકાણમાં વિવિધતા લાવો

  જ્યારે તમે તમારા રોકાણોનું અગાઉથી આયોજન કરો છો, ત્યારે તેમાં પણ વિવિધતા લાવવાનો પ્રયાસ કરો. ઇક્વિટીમાં જ રહેવાથી તમારે ઘણી વખત નુકસાનનો સામનો કરવો પડી શકે છે. એ જ રીતે ડેટ ફંડ્સમાં આગળ વધવાથી વળતર મેળવવાની તમારી ક્ષમતા મર્યાદિત થઈ જશે. ઇક્વિટી અને ડેટ બંને ધરાવતા સારા કોમ્બિનેશનની પસંદગી કરો. તમારી જોખમની તૈયારીને અસર કરતા અસંખ્ય પરિબળો હોઈ શકે છે.

  ફંડ કંપનીઓમાં સમાન વૈવિધ્યકરણ પણ મહત્વનું છે, કારણ કે તેમના દ્વારા અપનાવવામાં આવેલી વિવિધ સ્કિમ્સ રોકાણકારોને રોકાણ ક્ષિતિજમાં અલગ અલગ વર્ષોમાં નવીન વ્યૂહરચનાઓ અને વિવિધ આવકોની તક આપે છે.

  પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ્સ (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સહિત), પેન્શન પ્લાન્સ અને બેન્ક ડિપોઝિટ્સ જેવી ઇક્વિટી, ડેટ અને ફિક્સ્ડ ઇન્કમ પ્લાનમાં નાણાં મૂકવા ઉપરાંત રોકાણકારો સોનામને પણ નાના અને સમાન રોકાણ તરીક ધ્યાનમાં લઇ શકે છે. સોનું ફુગાવા સામે અસરકારક હેજ છે, આમ નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરે છે. તમે સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (એસજીબી) ખરીદી શકો છો અથવા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં નિયમિતપણે અમુક નાણાં મૂકી શકો છો.

  તમારી સંપૂર્ણ કમાણીને રોકાણમાં નાખવા કરતા કેટલીક રોકડ રકમ હાથમાં રાખવી પણ મહત્વપૂર્ણ છે. અચાનક હોસ્પિટલમાં દાખલ થવા અથવા નોકરી ગુમાવવાને કારણે ખર્ચને પહોંચી વળવા જેવી અણધારી કટોકટીનો સામનો કરવા માટે રોકડ મહત્વપૂર્ણ છે.

  તમારા રોકાણની વૃદ્ધિ પર નજર

  માત્ર રોકાણ કરવાથી જ વાત ખતમ નથી થઇ જતી. તમારે સમયાંતરે અથવા રેગ્યુલર તમે બજારમાં રોકેલા તમારા પૈસા અને વૃદ્ધિ પર નજર રાખો તે પણ જરૂરી છે. જો કે, એક વર્ષથી એક દાયકા કે તેથી વધુ સમય પછી આ રોકાણો પર નજર રાખવાથી તમને ખ્યાલ આવશે કે તમારા રોકાણો કેવું પ્રદર્શન કરી રહ્યા છે. સમાન ફંડ અથવા રોકાણના અન્ય વિકલ્પોથી કમાયેલા અન્ય લોકો સાથે કમાણીની ગણતરી કરો. તેનાથી તમે પસંદ કરેલા રોકાણોની અસરકારકતાનો અંદાજ કાઢવામાં મદદ કરશે.

  તમારા રોકાણો ગમે તે હોય તમારે તેની કાળજી લેવી જ જોઇએ. દ્રઢતા એ લાંબા સમય સુધી તમારા રોકાણો ચાલુ રાખવાની અને પછી તે મુજબ તેમાંથી કમાણી કરવાની ચાવી છે. રોકાણમાં વિવિધતા પણ મદદ કરે છે, પરંતુ ત્યારે જ જ્યારે તમે તમારા નાણાંને તમારી પસંદગીના રોકાણોમાં રોકવાનું ચાલુ રાખવાનું નક્કી કરો છો.
  First published:

  Tags: Financial Tips, Money, SIP