Home /News /business /Investing in gold : ગોલ્ડ ETFમાં રોકાણ કરવાના અઢળક છે ફાયદાઓ? તમે પણ જાણો

Investing in gold : ગોલ્ડ ETFમાં રોકાણ કરવાના અઢળક છે ફાયદાઓ? તમે પણ જાણો

ગોલ્ડ ઇટીએફનું વેચાણ ટ્રેડિંગ એકાઉન્ટ દ્વારા જ થાય છે.

Investing in gold : ETF દ્વારા યુનિટમાં સોનું ખરીદવામાં (Gold Buy) આવે છે, જ્યાં એક યુનિટ એક ગ્રામનું છે. આનાથી ઓછી માત્રામાં અથવા SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા સોનું ખરીદવાનું સરળ બને છે

    Investing in gold : આપણા દેશમાં દાયકાઓથી સોનાને રોકાણ (Investment in Gold) માટે સૌથી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના (Akshay Tritiya) કારણે ગોલ્ડ ETF રોકાણ (Invest in Gold ETF) ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. સોનામાં રોકાણ કરનારાઓ માટે તે વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. જો તમે પણ ગોલ્ડ ETFમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે તેમાં રોકાણ કરવાથી શું ફાયદો (Benefits of Gold ETF) થાય છે તે જાણવું જોઈએ. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા માટે તમારે પહેલા ડીમેટ ખાતું (Demat Account) ખોલવું પડશે. તેમાં તમે NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના એકમો ખરીદી શકો છો અને સરખી જ રકમ તમારા ડીમેટ ખાતા સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કાપવામાં આવશે. તમારા ડીમેટ ખાતામાં ઓર્ડર આપ્યાના બે દિવસ પછી ગોલ્ડ ETF તમારા ખાતામાં જમા થાય છે. ગોલ્ડ ઇટીએફનું વેચાણ ટ્રેડિંગ એકાઉન્ટ દ્વારા જ થાય છે.

    ઓછું સોનું ખરીદવા માટે બેસ્ટ

    ETF દ્વારા યુનિટમાં સોનું ખરીદવામાં આવે છે, જ્યાં એક યુનિટ એક ગ્રામનું છે. આનાથી ઓછી માત્રામાં અથવા SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા સોનું ખરીદવાનું સરળ બને છે. બીજી તરફ, ફિઝીકલ સોનું સામાન્ય રીતે તોલા (10 ગ્રામ)ના દરે વેચાય છે. ઘણી વખત જ્વેલર પાસેથી ખરીદી કરતી વખતે ઓછી માત્રામાં સોનું ખરીદવું શક્ય નથી હોતું.

    99.5% શુદ્ધતાની ગેરન્ટી

    ગોલ્ડ ETF ની કિંમત પારદર્શક અને એકસમાન છે. તે કિંમતી ધાતુઓ માટેની ગ્લોબલ ઓથોરિટી લંડન બુલિયન માર્કેટ એસોસિએશનને અનુસરે છે. બીજી તરફ, વિવિધ વિક્રેતાઓ/ઝવેરીઓ વિવિધ ભાવે ભૌતિક સોનું ઓફર કરી શકે છે. ગોલ્ડ ETF વડે ખરીદેલું સોનું 99.5% શુદ્ધતાની ખાતરી આપે છે, જે શુદ્ધતાનું ઉચ્ચતમ સ્તર છે. તમે જે સોનાની કિંમત લેશો તે આ શુદ્ધતા પર આધારિત હશે.

    ગોલ્ડ ઇટીએફ ખરીદવામાં 0.5 ટકા કે તેથી ઓછી બ્રોકરેજ લાગે છે, આ સાથે જ પોર્ટફોલિયોના મેનેજ કરવા માટે 1% વાર્ષિક ચાર્જ સાથે આપવો પડે છે. આ જ્વેલર અને બેંકને ચૂકવવા પડતા 8 થી 30 ટકા મેકિંગ ચાર્જની સરખામણીમાં કંઈ નથી.

    આ પણ વાંચોIncome Tax: મકાન વેચી મેળવ્યો છે નફો, તો સમજીલો ટેક્સનુ ગણિત, છૂટનો લાભ પણ આપે છે આવકવેરા વિભાગ

    સંપૂર્ણ સુરક્ષિત

    ડીમેટ ખાતામાં ઈલેક્ટ્રોનિક સોનું રાખવામાં આવે છે જેમાં ફક્ત વાર્ષિક ડીમેટ ચાર્જ ચૂકવવાના હોય છે. તેમજ ચોરીનો ભય રહેતો નથી. બીજી બાજુ, ભૌતિક સોનામાં ચોરીના જોખમ ઉપરાંત, તેની સુરક્ષા પર પણ ખર્ચ કરવો પડે છે. વ્યવસાયની સરળતા ગોલ્ડ ઇટીએફ કોઈપણ મુશ્કેલી વિના તરત જ ખરીદી અને વેચી શકાય છે. ગોલ્ડ ETF નો ઉપયોગ લોન લેવા માટે સિક્યોરિટી તરીકે પણ થઈ શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, Business news in gujarati, Gold Investment, Gold price, Gold Price for today, Gold price hike, Investment, Investment news, Investment tips, Latest gold price, Safe Investment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन