Home /News /business /હવે ઝડપથી અમીર બનશો, માત્ર 10 રૂપિયાનું દૈનિક રોકાણ તમને બનાવી દેશે લખપતિ

હવે ઝડપથી અમીર બનશો, માત્ર 10 રૂપિયાનું દૈનિક રોકાણ તમને બનાવી દેશે લખપતિ

આ રીતે કરો દરરોજે 10 રૂપિયાનું રોકાણ મળશે 10 લાખનું વડતર

Systematic Investment Plan: સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ એટલે કે SIPમાં રોકાણકારોને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે અને લાંબા ગાળામાં વધુ વળતરની શક્યતા રહે છે. તમે દરરોજ 10 રૂપિયા બચાવો છો, તો આ રકમ એક મહિના માટે 300 રૂપિયા થઈ જશે. એટલે કે, દર મહિને રૂ. 300 જમા કરીને, તે રકમ મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરો.

વધુ જુઓ ...
નવી દિલ્હી. દરેક માણસનું સ્વપ્ન અમીર બનવાનું હોય છે. જો તમે પણ ઓછી બચત કરીને કરોડપતિ (Be Millionaire) બનવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને કરોડપતિ બનવાનો વિચાર જણાવવા જઈ રહ્યા છીએ. તમારું આ સપનું સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન  (Systematic Investment Plan ) એટલે કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual Fund) રોકાણ કરીને પૂરું કરી શકાય છે. જો તમે દરરોજ 10 રૂપિયાની બચત કરો છો અને SIPમાં રોકાણ (Investment) કરવાનો વિકલ્પ પસંદ કરો છો, તો તમે આગામી 30 વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુનું ભંડોળ બનાવી શકો છો.

SIPમાં, રોકાણકારોને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે અને લાંબા ગાળામાં વધુ વળતરની શક્યતા છે. જો તમે દરરોજ 10 રૂપિયા બચાવો છો, તો આ રકમ એક મહિના માટે 300 રૂપિયા થઈ જશે. એટલે કે, દર મહિને રૂ. 300 જમા કરીને, તે રકમ મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરો. તમારે આ રોકાણ 30 વર્ષ માટે ચાલુ રાખવું પડશે એટલે કે 30 વર્ષ (360 મહિના) માટે દર મહિને તમારે રૂ.300નું રોકાણ કરવું પડશે.

SIP શું છે?
SIP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સૌથી સરળ રીત છે. આના દ્વારા તમે દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. SIP બિલકુલ બેંક RD જેવી છે, પરંતુ અહીં તમને બેંક કરતા વધુ સારું વળતર મળે છે. દર મહિને તમારા બેંક ખાતામાંથી એક નિશ્ચિત રકમ કાપવામાં આવે છે અને SIPમાં રોકાણ કરવામાં આવે છે.

આ પણ વાંચો-સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ: 28 Febથી પાંચ દિવસ માટે આપશે સસ્તુ સોનું, જાણો ડિસ્કાઉન્ટ પર કેવી રીતે મળશે GOLD

દૈનિક SIP
દૈનિક ધોરણે એસઆઈપી એ લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે જેઓ વેપારી છે અથવા એવા વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યાં દૈનિક આવક હોય છે. દૈનિક SIPમાં તમને જે વળતર મળે છે તે ફંડ મેનેજમેન્ટ, તેઓ તમારા નાણાંનું રોકાણ કયા પ્રકારનાં ફંડમાં કરે છે તેના પર આધાર રાખે છે. લાર્જ કેપ ફંડમાં વળતર સમાન રહે છે, તેથી આ ફંડમાં રોકાણ સુરક્ષિત રહે છે.

સાપ્તાહિક SIP
દૈનિક SIP ની તુલનામાં, સાપ્તાહિક SIP માં રોકાણનો હપ્તો તમારા બેંક ખાતામાંથી મહિનામાં ચાર વખત કાપવામાં આવે છે. તમે નાની રકમનું રોકાણ કરો. તેનાથી બજારનું જોખમ ઓછું થાય છે. જ્યારે બજાર ડાઉન હોય છે, ત્યારે વધુ એકમો સાપ્તાહિક SIPમાંથી આવે છે.
" isDesktop="true" id="1184360" >

માસિક SIP
નાના રોકાણકારો અને નોકરી કરતા લોકો માટે માસિક SIP શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનું સંચાલન કરવું ખૂબ જ સરળ છે. આ દ્વારા, જો તમે લાંબા સમય સુધી રોકાણ કરી શકો છો.
First published:

Tags: Investment news, Money News, SIP investment

विज्ञापन