Post officeની આ સ્કીમ આપશે બમણુ રિટર્ન, 5 લાખના મળશે 10 લાખ- જાણો કેવી રીતે

પ્રતિકાત્મક તસવીર

Post officeની આ સ્કીમમાં જો તમે પાંચ લાખ રોકો તો તેની મેચ્યોરીટી પર 10 લાખ રૂપિયા મળશે, જાણો સ્કીમ વિશે

  • Share this:
    નવી દિલ્હી : આજે અમે તમને એક એવી સ્કીમ વિશે માહિતી આપીશુ જે તમને પૈસાની સાથે સુરક્ષા પણ આપશે. આ સ્કીમની મેચ્યોરિટી પર ડબલ રિટર્ન મળશે. આ પોસ્ટ ઓફિસની (Post Office) કિસાન પત્ર યોજના છે. કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra KVP) ભારત સરકારની એક વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ (Investment) સ્કીમ છે. આ સ્કીમની નક્કી સમય મર્યાદા સમાપ્ત થતા તમને બેગણું રિટર્ન મળે છે. ચાલો તેના વિશે જણાવીએ.

    કિસાન વિકાસપત્ર દેશની તમામ પોસ્ટ ઑફિસ અને મોટી બેંકોમાં મળે છે. આનો મેચ્યોરિટી પીરિયડ હાલમાં 124 મહીનાનો છે. જેમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવાનું ઘટે છે. જોકે, એમાં વધારે કેટલું રોકાણ કરવું તેની કોઈ મર્યાદા હોતી નથી.

    આ પણ વાંચો : ડાંગ : આ શક્તિવર્ઘક ઔષધિની ખેતી કરી ખેડૂતો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા, 1200-1400 રૂ. કિલોનો ભાવ

    કેટલું વ્યાજ મળે

    KVPમાં નાણાકીય વર્ષ 2021ના પ્રથમ કવાર્ટર માટે 6.9 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યુ ંછે. અહીંયા તમને 124 મહિનામાં ડબલ રોકાણનો લાભ મળશે. જો તમે 5 લાખનું રોકાણ કરતો તો 10 લાખ રૂપિયા મળશે.

    ઓછામાં ઓછું એક હજારનું રોકાણ કરવું પડે

    આ સ્કિમમાં રોકાણ કરવા માટે મિનિમમ એક હજાર રૂપિયાનું રોકાણ આવશ્યક છે. મેક્સિમમ રોકાણની કોઈ મર્યાદા હોતી નથી. તમને એક સર્ટિફિકેટના માધ્યમથી મળે છે જેમાં રૂપિયા 1,000, 2,000, 5,000, 10,000 અને 50,000 રૂપિયાના સર્ટિફિકેટ તરીકે આપવામાં આવે છએ. જેમાં તમને સરકારના માધ્યમથી ગેરેન્ટી આપવામાં આવે છે.

    કોણ ખાતું ખોલાવી શકે છે

    KVPમાં કોઈ પણ વયસ્ક વ્યક્તિ ખાતુ ખોલાવી શકે છે. વધુમાં વધુ ત્રણ વયસ્કો સાથે મળીને એક ખાતુ ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પણ આ ખરીદી શકે છે. આ ઉપરાંત સગીરના વતી કોઈ વયસ્ક અથવા નબળા મગજના વ્યક્તિ વતી તેના સ્વજન ખરીદી શકે છે.

    ખાતું કેવી રીતે ખોલાવવું

    કિસાન વિકાસ પત્ર સ્કીમ માટે પોસ્ટ ઑફિસ જાવાની આવશ્યકતા છએ. આવેદન પાસે ઓળખાણ પત્ર જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ હોવો અનિવાર્ય છે. આ યોજનામાં સિંગલ અને જોઇન્ટ બંને રીતે એકાઉન્ટ ખોલાવી શકાય છે. જ્યારે સ્વજનો પોતાના બાળક માટે પણ એકાઉન્ટ ખોલાવી શકે છે.
    Published by:Jay Mishra
    First published: