એક વખત કરો માત્ર 5000 રૂપિયાનું રોકાણ, દર મહીને આરામથી થશે 50,000ની કમાણી

Kulhad making business

શું તમે પણ બિઝનેસ શરૂ (Business Opportunity) કરવા માંગો છો, શું તમે વધુ કમાણી કરવાનો વિચાર કરી રહ્યા છો? તો આજે અમે તમને એક એવા બિઝનેસ આઇડિયા વિશે જણાવીશું

  • Share this:
શું તમે પણ બિઝનેસ શરૂ (Business Opportunity) કરવા માંગો છો, શું તમે વધુ કમાણી કરવાનો વિચાર કરી રહ્યા છો? તો આજે અમે તમને એક એવા બિઝનેસ આઇડિયા વિશે જણાવીશું જેના દ્વારા તમે દર મહિને બમ્પર કમાણી કરી શકો છો. આપને જણાવી દઇએ કે ભારતનો એક મોટો વર્ગ ચા (kulhad Making Business)નો શોખીન છે. રેલવે સ્ટેશન, બસ ડેપો અને એરપોર્ટ પર કુલ્હડની ચાની માંગ સતત વધી રહી છે. એવામાં તમે કુલ્હડ બનાવવા અને વહેંચવાનો બિઝનેસ(Earn Money) શરૂ કરી શકો છો. આવો તમને જણાવીએ કે તમે આ બિઝનેસ કઇ રીતે શરૂ કરી શકો છો.

આપને જણાવી દઇએ કે સરકાર હાલ કુલ્હડની માંગ વધારવા પર પણ ફોકસ કરી રહી છે. થોડા સમય પહેલા માર્ગ અને પરીવહનમંત્રી નિતિન ગડકરીએ કુલ્હડને પ્રોત્સાહિત કરવા માટે પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા વહેંચવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

સરકાર આપી રહી છે પ્રોત્સાહન

આપને જણાવી દઇએ કે મોદી સરકારે કુલ્હડ બિઝનેસને આગળ વધારવા માટે કુંભાર સશક્તિકરણ યોજન શરૂ કરી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશભરના કુંભારોને વીજળીથી ચાલતો ચાકડો આપે છે. જેનાથી તે તેનાથી કુલ્હડ સહિત માટીના વાસણ બનાવી શકે. બાદમાં સરકાર કુંભાર પાસેથી આ કુલ્હડને સારી કિંમતે ખરીદી લે છે.

આ પણ વાંચો - રક્ષાબંધન-ગણેશ ચતુર્થી પર ટ્રાવેલ પ્લાન છે? જાણો ક્યાં જરૂરી છે RT-PCR રિપોર્ટ, વેક્સીનેશન સર્ટિફિકેટ

5 હજારથી શરૂ કરી શકો છો આ બિઝનેસ

હાલના સમયને ધ્યાનમાં રાખતા આ બિઝનેસ ખૂબ ઓછી કિંમતે શરૂ કરી શકાય છે. આ માટે તમારે થોડી જગ્યા અને સાથે 5000 રૂપિયાની જરૂર પડશે. ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ જાણકારી આપી છે કે, આ વર્ષે સરકારે 25 હજાર ઇલેક્ટ્રિક ચાકડાનું વિતરણ કર્યુ છે.

કેટલા રૂપિયામાં વેચી શકો છો કુલ્હડ?

ચાનું કુલ્હડ ખૂબ સસ્તા હોવાની સાથે પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. હાલના ભાવોની વાત કરીએ તો કુલ્હડનો ભાવ લગભગ 50 રૂપિયા છે. આ જ રીતે લસ્સીના કુલ્હડની કિંમત 150 રૂપિયા, દૂધના કુલ્હડની કિંમત 150 રૂપિયા અને પ્યાલી 100 રૂપિયા ચાલી રહી છે. માંગ વધવા પર સારા ભાવની સંભાવના છે.

થશે સારી એવી બચત

આજના સમયમાં શહેરોમાં કુલ્હડ વાળી ચાની કિંમત 15થી 20 રૂપિયા સુધી હોય છે. જો બિઝનેસને સારી રીતે ચલાવવામાં આવે અને કુલ્હડ વહેંચવા પર ધ્યાન આપવામાં આવે તો 1 દિવસમાં 1000 રૂપિયા સુધીની બચત કરી શકાય છે.
First published: