Home /News /business /માલામાલ થવાની તક! માત્ર એક વાર 5000 રૂપિયાનું રોકાણ કરી દર મહિને મેળવો 30000 રૂપિયાનો નફો

માલામાલ થવાની તક! માત્ર એક વાર 5000 રૂપિયાનું રોકાણ કરી દર મહિને મેળવો 30000 રૂપિયાનો નફો

પ્રતીકાત્મક તસવીર

Earn Money: એક વખત 5000 રૂપિયાનું રોકાણ કરી દર મહિને 30000 રૂપિયાની કમાણી કરવાની તક, શરૂ કરો આ બિઝનેસ

    Business Opportunity: ચાની ભૂકી (Chai Patti business)નો બિઝનેસ ખૂબ ઝડપથી વિકસી શકે છે. ચાના શોખીન દરેક ઘરમાં જોવા મળે છે. લોકોને સવારે ઉઠતાની સાથે અથવા બપોરે પણ ચા પીવા જોઈએ છે. આવી સ્થિતિમાં ચાનું વેચાણ સતત વધ્યું છે. જેથી ચાનો બિઝનેસ કરવો ફાયદાકારક નીવડી શકે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે રૂ. 5000 જેટલું રોકાણ કરવું પડશે. જો તમે મોટા પાયે બીઝનેસ (Business Opportunities) સ્ટાર્ટ કરવાની ઈચ્છા રાખતા હોવ તો સરકારની મદદ લેવી જોઈએ.

    ચાની ખેતી (Tea Farming) દેશના ઘણા સ્થળે થાય છે. પરંતુ અસામ (Assam) અને દાર્જીલિંગ (Darjeeling)ની ચા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની માંગ દેશ-વિદેશમાં છે. જો તમે પણ ચાનો બિઝનેસ (Tea Business) શરૂ કરવાની તૈયારી કરતા હોવ તો અસમ કે દાર્જીલિંગની ચાનો બિઝનેસ કરવો જોઈએ. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે રૂ. 5000થી 10,000ની જરૂર પડશે. તેને ઓછા પૈસામાં શરૂ કરી ધીમે ધીમે બહોળી કમાણી કરી શકો છો. ત્યારબાદ બિઝનેસનો વ્યાપ વધારી શકાય છે.

    કઈ કઈ રીતે થઈ શકે આ બિઝનેસ?

    તમે આ બિઝનેસ ઘણા પ્રકારે કરી શકો છો. બજારમાં દુકાન રાખીને તમે છૂટક ચાને હોલસેલ કે રિટેલ ભાવે વેચી શકો છો. મોટા શહેરોમાં બિઝનેસ સારો ચાલે છે. આ ઉપરાંત ઘણી બ્રાન્ડેડ કંપનીઓ પણ છૂટક ચાની ફ્રેન્ચાઈઝી આપે છે. ફ્રેન્ચાઇજી લઈને પણ બિઝનેસ શરૂ થઈ શકાય. અલબત્ત તે માટે મોટું બજેટ જોઈશે.

    આ પણ વાંચો, OMG! કાનપુરમાં રસ્તા પર પાન, ચાટ અને સમોસા વેચનારા 256 લોકો કરોડપતિ હોવાનો ચોંકાવનારો ખુલાસો

    જો તમે દુકાન કે બ્રાન્ડેડ કંપનીની ફ્રેન્ચાઇઝી લઈને બિઝનેસ શરૂ કરવા માંગતા ન હોવ તો ઘરેથી ચાનો બિઝનેસ શરૂ કરી શકો છો. ઓછા બજેટમાં ચા પત્તીનો બિઝનેસ કરવા માંગતા હોવ તો હોલસેલ ભાવે ચા મંગાવી તે અલગ અલગ માપના પ્લાસ્ટિકના પેકેટમાં ભરી ડોર ટુ ડોર વેચી શકાય છે. જે સસ્તી હોવાના કારણે લોકો પસંદ કરશે.

    આ પણ વાંચો, ભગવાન ગણેશની ભક્તિમાં ડૂબી ગયો ખ્રિસ્તી શખ્સ, બે કરોડમાં બંધાવ્યું ભવ્ય સિદ્ધિ વિનાયક મંદિર

    મહિને રૂ. 20 હજાર સુધીની કમાણી થઈ શકે

    તમને રૂપિયા રૂ. 140થી રૂ. 180ના ભાવમાં સારી ક્વોલિટીની કડક ચા મળી જશે. જેને તમે બજારમાં રૂ. 200થી રૂ. 300 પ્રતિ કિલોના ભાવે વેચી શકો છો. જો તમે દરરોજ સરેરાશ 10 કિલો પણ વેચો તો રૂ. 600નો નફો થશે. જો તમે આ ટાર્ગેટ લઈને ચાલો તો દર મહિને રૂ. 15000 થી રૂ. 20000 સરળતાથી કમાઇ શકો છો.

    માર્કેટીંગના માધ્યમથી બિઝનેસનો વ્યાપ વધારી શકાય

    જો તમે તમારા વ્યવસાયને બ્રાન્ડ બનાવવા ઇચ્છો તો તમારી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત સારી ક્વોલિટીનું પેકિંગ પણ કરાવવું પડશે. માર્કેટિંગ કરીને પણ બીઝનેસને આગળ વધારી શકશો.
    First published:

    Tags: Business news, Business opportunity, Earn money, Investment tips, Profit, TEA, Tea Business

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો