Home /News /business /ગજબની યોજના! એકવાર લગાવો રૂપિયા જીવનભર મેળવો પેન્શન, માત્ર 12 હજાર રૂપિયાથી કરી શકો છો રોકાણ

ગજબની યોજના! એકવાર લગાવો રૂપિયા જીવનભર મેળવો પેન્શન, માત્ર 12 હજાર રૂપિયાથી કરી શકો છો રોકાણ

40થી 80 વર્ષના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.

Saral Pension Scheme: જો તમે પણ કોઈ એવી યોજનાની શોધ કરી રહ્યા છો, કે જેમાં તમને જીવનભર રૂપિયા મળતા રહે, તો સમજી લો કે, આ યોજના તમારા માટે જ બની છે. કારણ કે આમાં તમારા રૂપિયા ડૂબવાનો કોઈ જ ડર નથી. એટલે કે તમે નિશ્ચિત થઈને અહીં રોકાણ કરી શકો છો. આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે, જ્યારે તમે ઈચ્છો ત્યારે તમારી જમા રકમને પરત મેળવી શકો છો.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ જો તમે પણ કોઈ એવી યોજનાની શોધ કરી રહ્યા છો, કે જેમાં તમને જીવનભર રૂપિયા મળતા રહે, તો સમજી લો કે, આ યોજના તમારા માટે જ બની છે. કારણ કે આમાં તમારા રૂપિયા ડૂબવાનો કોઈ જ ડર નથી. એટલે કે તમે નિશ્ચિત થઈને અહીં રોકાણ કરી શકો છો. આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે, જ્યારે તમે ઈચ્છો ત્યારે તમારી જમા રકમને પરત મેળવી શકો છો. આ યોજના તમારા માટે ભારતીય જીવન વીમા નિગમ દ્વારા ઓફર કરવામાં આવી છે. એલઆઈસીની આ યોજનાનું નામ સરળ પેન્શન યોજના છે.

    આ એક સિંગલ પ્રીમિયમ પેન્શન યોજના છે. જેમા પોલિસી લેતા સમયે એક વાર જ પ્રીમિયમ આપવાનું હોય છે. ત્યારબાદ સંપૂર્ણ જીવન તમને પેન્શન મળતુ રહેશે. જ્યારે વીમાધારકની મૃત્યુ થાય ત્યારે તેના નોમિનીને સિંગલ પ્રીમિયમની રકમ પરત કરી દેવામાં આવે છે.

    આ પણ વાંચોઃ નેટ પ્રોફિટમાં વાર્ષિક આધારે 12% ગ્રોથની શક્યતા, રિટેલ અને ટેલિકોમ બિઝનેસમાં પણ તેજી

    પોલિસી લેતા જ મળશે રૂપિયા


    સરલ પેન્શન યોજના એક તાત્કાલિક વાર્ષિક યોજના છે, એટલે પોલિસી લેતા સમયે તમને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. આ પોલિસી લીધા બાદ જેટલા પેન્શનની શરૂઆત થાય છે. જીવનભર તેટલું જ પેન્શન મળે છે.

    જ્યારે ઈચ્છો ત્યારે રૂપિયા પરત લઈ શકો છો


    જો તમારે વચ્ચે જ જમા રકમ પરત જોઈએ છે તો, આવી સ્થિતિમાં 5 ટકા કપાત કરીને તમને તમારી જમા રકમ પરત મળી જાય છે.

    કઈ ઉંમરમાં લઈ શકો થો આ પોલિસી


    આ યોજનાનો લાભ લેવા માટે ન્યૂનતમ વય મર્યાદા 40 વર્ષ અને મહત્તમ 80 વર્ષ છે. પરંતુ આ એક હેલ લાઈફ પોલિસી છે, તો આમાં જ્યારસુધી પેન્શન ધારક જીવિત છે, ત્યારસુધી પેન્શન મળે છે.

    6 મહિના પછી જ કરી શકો છો સરેન્ડર


    આ યોજનાની સૌથી ખાસ વાત તો એ છે કે, સરલ પેન્શન પોલિસીને શરૂ થવાની તારીખના છ મહિના પછી ગમે ત્યારે સરેન્ડર કરી શકાય છે.

    આ પણ વાંચોઃ એક વર્ષ સુધી દરરોજ 3 કરોડ રૂપિયાનું કર્યુ દાન..! આ જાણીતા ઉદ્યોગપતિ બન્યા દેશના સૌથી મોટા દાનવીર

    સરલ પેન્શન યોજનાને લેવાની બે રીત: LIC સરલ પેન્શન યોજના બે પ્રકારની છે. ખરીદ કિંમતના 100 ટકા વળતર સાથે પહેલી લાઈફ ઈન્યુટિ અને બીજી પેન્શન યોજના જોઈન્ટ લાઈફ

    સિંગલ લાઈફઃ આમાં પોલિસી કોઈ એકના નામ પર જ રહેશે, એટલે આ પેન્શન યોજના કોઈ એક વ્યક્તિ સાથે જ જોડાયેલી રહેશે, જ્યાં સુધી વ્યક્તિ જીવિત છે તેને પેન્શન મળે છે. ત્યારબાદ નોમિનીને બેસ પ્રીમિયમ મળી જશે.

    જોઈન્ટ લાઈફઃ આ યોજનામાં પતિ પત્ની બંનેનું કવરેજ હોય છે. આમાં પતિ કે પત્ની જે પણ લાંબા સમય સુધી જીવિત રહે છે, તેને પેન્શન મળે છે, જ્યારે બંનેમાંથી કોઈ નહિ રહે ત્યારે બેસ પ્રાઈસ મળશે.


    ઓછામાં ઓછા 12,000 રૂપિયાનું કરવુ પડશે રોકાણ


    જેટલી રકમનું પેન્શન તમે પસંદ કરશો, તેટલા હિસાબથી પેમેન્ટ કરવુ પડશે. જો તમે દર મહિને પેન્શન ઈચ્છો છો તો, ઓછામાં ઓછા 1000 રૂપિયા પેન્શન લેવુ પડશે, ત્રણ મહિનાના 3 હજાર રૂપિયા, 6 મહિનાના 6 હજાર રૂપિયા અને 12 મહિનાના 12 હજાર રૂપિયા ન્યૂનતમ પેન્શન લેવુ પડશે. મહત્તમ કોઈ મર્યાદા નથી. જો તમે 40 વર્ષના છો અને 10 લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ જમા કર્યુ છે, તો તમારે વાર્ષિક 50,250 રપિયા મળવાનું શરૂ થઈ જશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Lic policy, LIC Saral Pension Plan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन