રૂ. 200માં ખોલો પોસ્ટ ઓફિસમાં ખાતું, બેંક કરતા મળશે વધારે વળતર

News18 Gujarati
Updated: August 29, 2018, 12:07 PM IST
રૂ. 200માં ખોલો પોસ્ટ ઓફિસમાં ખાતું, બેંક કરતા મળશે વધારે વળતર
ભારતીય પોસ્ટ (પ્રતિકાત્મક તસવીર)

આ સ્કિમની ખાસ વાત એ છે કે કોઈ એક રોકાણકાર અનેક એકાઉન્ટ્સ ખોલાવી શકે છે. એટલે કે તમારી પાસે વધારે પૈસા હોય તો વધારે એકાઉન્ટ્સમાં પૈસા રોકીને તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.

  • Share this:
પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા પર આજકાલ લોકોમાં ઉદાસી જોવા મળી રહી છે. જ્યારે વાત નાણા રોકવાની આવે ત્યારે લોકો બેંકોમાં રકમ ડિપોઝિટ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે તમે આવું રોકાણ પોસ્ટ ઓફિસમાં પણ કરી શકો છો? તમને આશ્ચર્ય થશે કે પોસ્ટ ઓફિસમાં કરવામાં આવેલી ડિપોઝિટ બેંકોની સરખામણીમાં વધારે સુરક્ષિત અને વધારે વળતર આપે છે. પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવા પર બેંક કરતા વધારે વ્યાજ મળે છે. એટલું જ નહીં એફડી કરવામાં આવેલી રકમ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી સ્કિમ અંતર્ગત ઇન્સ્યોર્ડ હોય છે. જો બેંકને કોઈ નુકસાન જાય છે તો ડિપોઝિટ કરનારને ફક્ત એક લાખની રકમ જ પરત મળે છે, પરંતુ પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટમાં આવું નથી થતું.

ફક્ત રૂ. 200માં શરૂ કરો

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટની જેમ પોસ્ટ ઓફિસમાં ટાઇમ ડિપોઝિટ સ્કિમ છે. જેમાં ઓછામાં ઓછા રૂ. 200 આપીને ખાતું ખોલાવી શકાય છે. મહત્તમ રકમ જમા કરાવવા અંગે કોઈ મર્યાદા નથી.

એકથી વધારે એકાઉન્ટ્સ ખોલી શકો

આ સ્કિમની ખાસ વાત એ છે કે કોઈ એક રોકાણકાર અનેક એકાઉન્ટ્સ ખોલાવી શકે છે. એટલે કે તમારી પાસે વધારે પૈસા હોય તો વધારે એકાઉન્ટ્સમાં પૈસા રોકીને તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.

1થી પાંચ વર્ષની સ્કિમ પર કેટલું વ્યાજ?પોસ્ટ ઓફિસમાં એક વર્ષની એફડી પર 6.6 ટકા, બે વર્ષ માટે 6.7 ટકા, ત્રણ વર્ષ માટે 6.9 ટકા અને પાંચ વર્ષ માટે 7.4 ટકા વ્યાજ મળશે.(આ સ્કિમમાં જમા રકમ પર ત્રિમાસિક ધોરણે કમ્પાઉન્ડેડ વ્યાજની ગણતરી કરવામાં આવે છે, જે વાર્ષીય ધોરણે ચુકવવામાં આવે છે)

જો સમય પહેલા નાણા ઉપાડવા હોય તો?

- ટાઇમ ડિપોઝિટ ખાતા ધારાક ઇમરજન્સીના કેસમાં પાકતી મુદત પહેલા નાણા ઉપાડી શકે છે. જોકે, આ માટે રકમ છ મહિના કરતા વધારે સમય માટે જમા હોય તે જરૂર છે.
- જો તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ માટે ખાતું ખોલાવ્યું છે પરંતુ છ મહિના પછી અને એક વર્ષ પહેલા નાણા ઉપાડો છો તો ડિપોઝિટ રકમ પર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના બેઝિક વ્યાજના દરથી રિટર્ન મળશે.
- એક વર્ષ પછી પરંતુ પાકતી મુદત પહેલા રકમ ઉપાડવામાં આવે તો જેટલા વર્ષ અને મહિના પૂરા થયા હોય તેના પર બે ટકા ઓછું વ્યાજ આપીને સંપૂર્ણ ફંડ પરત મળી જશે.

સ્કિમના ફાયદા

- ટાઇમ સ્કિમ અંતર્ગત ડિપોઝિટ કરવામાં આવેલી રકમ પર 7.4 ટકા સુધી વ્યાજ મળે છે, જે એફડીથી વધારે છે.
- રોકાણ માટે મહત્તમ રકમ નક્કી કરવામાં આવી નથી, જ્યારે તમે ફક્ત રૂ. 200થી શરૂઆત કરી શકો છો.
- આ સ્કિમ અંતર્ગત પાંચ વર્ષ માટે કરવામાં આવેલું રોકાણ ટેક્સમાં પરત મળે છે. એટલે કે ઇન્કમટેક્સ એક્ટ 1961ની કલમ 80સી હેઠળ છૂટ મળે છે.
- સરકારી સ્કિમ હોવાને કારણે કોઈ જોખમ નથી.
- તમે એકાઉન્ટને સુરક્ષિત રાખીને તેમાંથી લોન પણ લઈ શકો છો.
- જો તમે વાર્ષિક ધોરણે વ્યાજ કાઢવા નથી માંગતા તો આ રકમને બચત ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. જોકે, આવું ત્યારે જ શક્ય છે જ્યારે બે, ત્રણ અને પાંચ વર્ષ માટે રકમ ડિપોઝિટ કરવામાં આવી હોય.
- તમે તમારા વાર્ષિક વ્યાજને રિકરિંગ ડિપોઝિટમાં પણ ટ્રાન્સફર કરી શકો છો. એ માટે જરૂરી છે કે તમારી એફડી પાંચ વર્ષ માટે હોય.

ક્યાં ખોલાવી શકો?

પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટમાં રોકાણ કરવા માટે જરૂર નથી કે તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જ ખાતું ખોલાવો. આ ઉપરાંત કેન્દ્ર સરકારના પબ્લિક સેક્ટરની તમામ બેંકો અને એચડીએફસી, એક્સિસ અને આઇસીઆઇસીઆઈ જેવી પ્રાઇવેટ બેંકોમાં પણ ખાતું ખોલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
First published: August 29, 2018, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading