નવી દિલ્હીઃ એફડી રોકાણ એક બહુ જ સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. તમને એફડીથી સરેરાશ વળતર પણ મળે છે અને તમારા રૂપિયા ડૂબવાની આશંકા રહેતી નથી. આ રીતે અન્ય એક રોકાણ વિકલ્પ છે ઈનવિટ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ઈનવિટ દ્વારા એનસીડી લાવવા જઈ રહી છે. આમાં તમને 8.05 ટકા વળતર પણ મળશે અને ન્યૂનતમ રોકાણ 10,000નું હશે.
17 ઓક્ટોબરે ખુલશે ઈશ્યૂ
એનસીડી દ્વારા NHAIની 1500 કરોડ રૂપિયા મેળવવાની યોજના છે. આ ઈશ્યૂ 17 ઓક્ટોબરે ખુલશે અને આમાં 7 નવેમ્બર સુધી રૂપિયા લગાવી શકાશે. અહીં પાકતી મુદ્દતનો સમયગાળો 25 વર્ષનો હશે. આ ઈશ્યુનો 25 ટકા ભાગ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. નોંધનીય છે કે, એનસીડી પર વળતરની ગેરેંટી સરકાર કે એનએચઆઈ નથી આપતા પરંતુ તે AAA રેટેડ ઈશ્યૂ છે. જેને 2 જુદી-જુદી એજન્સી દ્વારા રેટ કરવામાં આવ્યો છે.
આ ઈશ્યૂને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ હતુ કે, વર્તમાન સમયમાં આ લાંબાગાળાના રોકાણકારો માટે આકર્ષક વિકલ્પ છે. તેમણે કહ્યુ કે, ઈનવિટની સાથે ફાયદો તે છે કે, તેને અનુભવી લોકો દ્વારા સંચાલિત કરવામાં આવ્યો છે અને આમાં સુનિશ્ચિત તેમજ સ્થાયી રોકડ પ્રવાહ બન્યો રહે છે. તેમણે આહ્યાન કર્યુ કે, આમાં રોકાણ કરીને ભારતીય વ્યક્તિ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપી શકે છે. ગડકરીના જણાવ્યા અનુસાર, દેશની પ્રગતિ ત્યારે જ સંભવ છે, જ્યારે દેશની જાહેર જનતા તેને આગળ લઈ જશે.
એનસીડી દ્વારા કંપનીઓ કે સંસ્થાઓ તેમની જરૂરિયાતો માટે લોકો પાસેથી લોન લે છે. તેની પાકતી મુદ્દત દરમિયાન કંપની કે તે સંસ્થા તમને વ્યાજ દર આપતી રહે છે. આ માટે તેને ફિક્સ રિટર્ન એસેટ માનવામાં આવે છે. પરિપક્વતા પીરિયડ પૂરો થયા પછી કંપની તમારા રૂપિયા પરત આપી દે છે. તેને બોન્ડની જેમ જોવામાં આવે છે. એનએચઆઈનો એનસીડી વ્યાજ દર 7.9 ટકા છે. પરંતુ તેને 6 મહિના માટે આપવામાં આવશે, એટલા માટે વાર્ષિક આધાર પર તેની વાસ્તવિક ઉપજ 8.05 ટકા હશે.
કેવી રીતે કરો રોકાણ
તમે તમારા સ્ટોક બ્રોકર દ્વારા આમાં રૂપિયા લગાવી શકો છો. તમે અરજી કર્યા બાદ તેટલા રૂપિયા એકાઉન્ટમાં બ્લોક થઈ જશે અને ઈશ્યૂ બંધ થયા બાદ તમને એસેટ એલોકેટ કરી દેવામાં આવશે. તેનું ટ્રેડિંગ બીએસઈ અને એનએસઈ પર જ થશે. રોકાણ પહેલા જાણી લો કે NCDs પર મળતુ વ્યાજ કરપાત્ર છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર