આ વખતે સોનામાં નહીં ક્રિપ્ટો કરન્સીમાં કરો રોકાણ, મળશે અઢળક ફાયદો

આ વખતે કરો ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ

આ વર્ષે દિવાળીના દિવસોમાં જો તમે સોનાની જગ્યાએ ક્રિપ્ટો કરન્સીમાં (Crypto Currency) પર તમારૂ નસીબ અજમાવશો તો તમારી દિવાળી સુધરી જશે.

 • Share this:
  બિઝનેસ ડેસ્ક: દિવાળીના તહેવારમાં (Diwali 2021) આપણા દેશમાં મોટા પ્રમાણમાં સોનાની ખરીદી થાય છે,જો,કે 2021માં દિવાળીમાં થોડો અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, લોકો હવે સોનાની જગ્યાએ એક અલગ વસ્તુમાં ઈન્વેસ્ટ કરી રહ્યા છે જે છેલ્લા કેટલાક દિવસથી જોરદાર તેજી દેખાડી રહ્યો છે, જી હાં વાત છે બીટકોઈનની (BITCOINE) આ વર્ષે દિવાળીના દિવસોમાં જો તમે સોનાની જગ્યાએ ક્રિપ્ટો કરન્સીમાં (Crypto Currancy) પર તમારૂ નસીબ અજમાવશો તો તમારી દિવાળી સુધરી જશે.

  આ પણ વાંચો-Rakesh Jhunjhunwalaની પસંદગીના શેરે આ વર્ષે આપ્યું ત્રણ ગણું વળતર, શું તમારી પાસે છે?

  એક રીપોર્ટના આધારે બોલિવૂડના એક્ટર અને એક્ટ્રેસ દિવાળી પહેલાં અલગ અલગ ક્રિપ્ટો કરન્સીમાં મોટાપ્રમાણમાં રોકાણ (Investment) કરી રહ્યા હોવાથી તેનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે,ભારતના બે મુખ્ય ક્રિપ્ટોપ્લેટફોર્મમાં બે સેલિબ્રીટી અમિતાભ બચ્ચન અને રણવીરસિંહના પૈસા ઈન્વેસ્ટ થયા છે. જ્યારે ક્રિપ્ટો કરન્સી સાથે કોઈ સેલિબ્રીટી જોડાઈ જાય છે ત્યારે તેની વાત વાયુ વેગે પ્રસરી જાય છે જેના કારણે ક્રિપ્ટોના ભાવ ઉંચકાતા જરા પણ સમય લાગતો નથી અને તેમાં પણ અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ સ્ટાર આમાં ઈન્વેસ્ટ કરતાં હોય તો તેમના ફેન્સ પણ તેમાં ઈન્વેસ્ટ કરી શકે છે, જેના કારણે પણ કરન્સીના ભાવ વધી શક્યતાઓ રહેલી છે.

  આ પણ વાંચો - Indian Railway news: હવે IRCTC દેશભરમાં કરી શકશે બસ ટિકિટની પણ બુકિંગ, જાણો આખી પ્રક્રિયા

  માર્ચ 2020માં વિવિધ કોર્ટ દ્વારા ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગ પર પ્રતિબંધો દુર કર્યા બાદ સરકાર હવે ક્રિપ્ટો ટ્રેડિંગ પર કાયદો બનાવાની પ્રક્રિયા કરી રહી છે, જેનાથી રોકાણકારોના પૈસા ડુબે નહી. આમ જોવા જઈએ તો એકલા ભારતમાં જ સેલિબ્રીટી ક્રિપ્ટો કરંસીમાં ઈન્વેસ્ટ કરતાં હોવ તેવુ નથી દુનિયાના ઘણાં અન્ય સેલેબ્સ પર આમાં ઈન્વેવ્ટ કરે છે, અમેરીકામાં ફુટબોલ સ્ટાર ટોમી બ્રેડી અને સુપર મોડલ ગિસેલે બુંડચેન FTX માં ભાગીદારી છે.પેરીસ હિલ્ટન, કિમ કાર્દશિયન અને સ્પૂન ડોગે પણ અલગ અલગ ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેંટ કરી રાખ્યુ છે.

  આ પણ વાંચો-શું તમે પણ કરો છો નેટબેંકિંગનો ઉપયોગ, તો જાણી લો શું છે NEFT, RTGS અને IMPS વચ્ચે તફાવત

  તો દેશનાં દબંગ હિરો સલમાન ખાને પણ પોતાની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી છે. તો અમિતાભ બચ્ચન અને રણવીર સિંહ પણ પોતાનાં પૈસા ક્રિપ્ટોમાં રોકી રહ્યાં છે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published: