Home /News /business /પુરું થશે તમારું કરોડપતિ બનવાનું સપનું! આટલું કામ કરવું પડશે

પુરું થશે તમારું કરોડપતિ બનવાનું સપનું! આટલું કામ કરવું પડશે

પ્રતિકાત્મક તસવીર

નોકરી કરનાર દરેક વ્યક્તિની એક ઇચ્છા હોય છે કે, તેઓ કરોડપતિ બની શકે. પરંતુ નોકરીથી થનારી માસિક આવકથી એ સંભવ નથી થતું. આવી સ્થિતિમાં અન્ય વિકલ્પોના મધ્યમથી નાના-નાના રોકણની મદદથી કરોડપતિ બની શકાય છે.

ન્યૂઝ18ગુજરાતીઃ નોકરી કરનાર દરેક વ્યક્તિની એક ઇચ્છા હોય છે કે, તેઓ કરોડપતિ બની શકે. પરંતુ નોકરીથી થનારી માસિક આવકથી એ સંભવ નથી થતું. આવી સ્થિતિમાં અન્ય વિકલ્પોના મધ્યમથી નાના-નાના રોકણની મદદથી કરોડપતિ બની શકાય છે. તમે સ્માર્ટસેવિંગ્સની મદદથી કરોડપતિ બની શકો છો. પોસ્ટ ઑફિસ (Post Office), પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (Public Provident Fund) એવા લોકોને કરોડપતિ બનાવવામાં મદદ કરી શકે છે જે કોઇ જોખમ વગર લાંબા સમય સુધી રોકાણ કરી શકે.

ઓછા જોખમ સાથે રોકાણ કરો
PPF એકાઉન્ટને કોઇપણ પોસ્ટ ઑફિસમાં ખોાવી શકાય છે. અત્યારના સમયમાં પોસ્ટ ફિસ સ્કીમ ઉપર વાર્ષીક 7.9 ટકા દરે વ્યાજ મળે છે. કેન્દ્ર સરકરા દરેકત ત્રિમાસીકમાં પીપીએફના વ્યાજ દરોમાં રિવાઇઝ કરે છે. પીપીએફમાં રોકાણ કરનારા લોકોને સરકાર તરફથી તેમના રકમની સુરક્ષા પણ મળે છે.

આવી રીતે બની શકો છો કરોડપતિ
અત્યારના સમયમાં 7.9 ટકા વ્યાજ દરના આધારે 25 વર્ષ સુધી રોકાણથી 1.2 કરોડ રૂપિયા એકઠા કરી શકો છો. જેના માટે તમારે ધ્યાન આપવું પડશે કે પીપીએફ ખાતામાં તમે વાર્ષીક 1.5 લાખ રૂપિયાથી વધારે રોકાણ નહીં કરી શકો. આ રકમ ઉપર તમને મેચ્યોરિટી ઉપરની રકમ અને વ્યાજ ઉપરટેક્સ છૂટની સુવિધા પણ મળે છે. ગત કેટલાક આંકડાઓથી જાણવા મળ્યું છે કે પીપીએફનું સરેરાશ વ્યાજદર 8 ટકા રહ્યું છે. પીપીએફ એકાઉન્ટને પણ પ્રાઇવેટ કે સરકાર બેન્ક ખાતામાં ખોલી શકાય છે.

સરળતાથી લોન લઇ શકો છો
પીપીએફ એકાઉન્ટ ખોલ્યા પછી તમને અનેક પ્રકાની લોન લેવામાં સરળા રહે છે. તમે પીપીએફ એકાઉન્ટની મદદથી સરળતાથી લૉન મેળવી શકો છો. પોસ્ટ ઑફિસની સત્તાવાર સાઇટ ઉપરથી મળેલી જાણકારી પ્રમાણે જે દિવસે તમે પીપીએફ ખાતું ખોલ્યું છે એનાથી એક વર્ષ પછી તમે લૉન લઇ શકો છો.
First published:

Tags: Investment tips