LICના આ પ્લાનમાં નાખો પૈસા, માસિક ખર્ચની ચિંતા નહીં, દર મહિને મળશે 9000 રૂપિયા

LICના આ પ્લાનમાં નાખો પૈસા, માસિક ખર્ચની ચિંતા નહીં, દર મહિને મળશે 9000 રૂપિયા
LICના આ પ્લાનમાં નાખો પૈસા, માસિક ખર્ચની ચિંતા નહીં, દર મહિને મળશે 9000 રૂપિયા

આપણે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનની એક એવી સ્કીમ અંગે વાત કરીશું, જેમાં રોકાણ કરીને તમે મહિને નિર્ધારિત આવક મળવી શકો છો

  • Share this:
નવી દિલ્હી : દરેક વ્યક્તિ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે. નિવૃત્તિ બાદ પૈસાની કોઈ ચિંતા ન રહે તેવી ગોઠવણ કરવામાં ઘણા લોકો મશગુલ હોય છે. આ માટે મોટાભાગના લોકોએ રોકાણની યોજના બનાવી હોય છે.

હાલના મોંઘવારીના સમયમાં ઘર ચલાવવું પણ લોઢાના ચણા ચાવવા બરાબર છે. જેથી વધારાની આવક માટે અત્યારથી જ પ્લાન ઘડી કાઢવો સારો વિકલ્પ છે. તો આજે આપણે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનની એક એવી સ્કીમ અંગે વાત કરીશું, જેમાં રોકાણ કરીને તમે મહિને નિર્ધારિત આવક મળવી શકો છો. આ પ્લાનનું નામ LIC જીવન શાંતિ છે. આ પ્લાનની મદદથી તમે તમારી માસિક આવક વધારી શકો છો. તો ચાલો આ પ્લાનને વિગતવાર સમજીએ.



આ પણ વાંચો - અમદાવાદ : નકલી ડૉકટર સાથે મળી કોવિડ દર્દીની સારવાર કરી મોત આપનાર મહિલા નર્સ રીના ઝડપાઇ

એક જ વખત કરવું પડશે રોકાણ

LIC Jeevan Shantiમાં દર મહિને પેંશન તરીકે આવક થશે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે દર મહીને નિશ્ચિત રકમ મેળવી શકો છો. LICની જીવન શાંતિ સ્કીમ એક લૉન લિંકડ પ્લાન છે. જેમાં તમને વાર્ષિક પ્રીમિયમ ભરવું પડશે. જેમાં ગ્રાહક તત્કાલ વાર્ષિક અથવા સ્થગિત વાર્ષિકનો વિકલ્પ પસંદ કરી શકે છે. પેંશન લેવાના સમય અંગે પોલિસી ધારકને વિકલ્પ મળે છે. તમે 5, 10 કે 20 વર્ષ બાદ તેનો લાભ લઇ શકો છો. તમે પસંદ કરેલા સમય મુજબ પેંશન મળવાનું શરૂ થઈ જશે. જે લોકો એકસાથે પૈસા જમા કરીને પેંશન લેવા માંગતા હોય તેઓ આ લાભ લઇ શકે છે.

આવી રીતે દર મહિને 9 હજાર મેળવો

LICની આ પોલિસીમાં જો કોઈ વ્યક્તિ 30 અથવા 35 વર્ષમાં રૂ. 5 લાખનું એકસાથે રોકાણ કરે અને 20 વર્ષ પછી પેંશન લેવા ઈચ્છે તો લગભગ 21.6 ટકાના વાર્ષિક વ્યાજ મુજબ પેંશન મળશે. આવી સ્થિતિમાં તેમને દર વર્ષે રૂ.1.05 લાખ મળશે. જો આ રકમ માસિક લેવા ઈચ્છો તો રૂ.9 હજાર જેટલી આવક થશે. આ રકમ તમને આજીવન મળશે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ