મહિને રૂ. 10 હજારનું રોકાણ કરી નિવૃત્તિ સમયે મેળવો રૂ. 3.45 કરોડ, જાણો આ સ્કીમ વિશે

નેશનલ પેન્શન સ્કીમ (પ્રતીકાત્મક તસવીર)

Monthly Pension: આવકવેરા કાયદાની કલમ 80CCD(1B) અનુસાર એનપીએસ હેઠળ 50,000 રૂપિયા સુધીના રોકાણ પર કર મુક્તિનો લાભ પણ મળી શકે છે.

  • Share this:
મુંબઈ: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) રિટાયરમેન્ટ પ્લાનિંગ (Retirement Planning) અને માસિક પેન્શન (Monthly Pension) ઊભું કરવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. નિવૃત્તિ પછીનું આયોજન પણ નોકરીના શરૂઆતના દિવસોથી શરૂ કરવું જોઈએ. જેથી તમે લાંબા ગાળે નોંધપાત્ર પૈસા બનાવી (Earn Money) શકો. NPSમાં રોકાણ પર નિવૃત્તિ પછી મોટું નિવૃત્તિ ભંડોળ પણ એકસાથે મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ 21 વર્ષની ઉંમરે NPSમાં માસિક રૂ. 10,000નું રોકાણ કરવાનું શરૂ કરે છે, તો તેમને નિવૃત્તિ પછી રૂ. 1.15 લાખનું માસિક પેન્શન મળવાનું શરૂ થઈ શકે છે.

NPS કેલ્ક્યુલેટર

દા.ત. એક રોકાણકારે 21 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરી અને એનપીએસમાં માસિક રૂ. 10,000નું રોકાણ શરૂ કર્યુ છે. NPSમાં તમારે 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવું જરૂરી છે. આ કિસ્સામાં તે 39 વર્ષ માટે રોકાણ કરશે. તો ચાલો નજરી કરીએ ગણતરી પર

-માસિક રોકાણ રૂ. 10,000 (વાર્ષિક રૂ.1,20,000)

-39 વર્ષમાં કુલ રોકાણ રૂ. 46.80 લાખ

-રોકાણ પર અંદાજીત વળતર 10 ટકા

-મેચ્યોરીટી પર કુલ કોર્પસ રૂ. 5.76 કરોડ

-વાર્ષિક ખરીદી 40 ટકા

-અંદાજિત વાર્ષિક દર 6 ટકા

-60 વર્ષની ઉંમરે પેન્શન રૂ. 1.15 લાખ પ્રતિ માસ

(નોંધઃ આ ગણતરી NPS ટ્રસ્ટના કેલ્ક્યુલેટર પર કરવામાં આવી છે. પેન્શન અને ફંડના આંકડા અંદાજિત છે. વાસ્તવિક આંકડા અલગ અલગ હોઈ શકે છે.)

NPSમાં જો તમે 40 ટકા એન્યુટી (લઘુત્તમ જરૂરિયાત) લો છો અને એન્યુટી દર 6 ટકા છે, તો નિવૃત્તિ પછી તમને એકસાથે રૂ. 3.45 કરોડ મળશે અને રૂ. 2.30 કરોડ એન્યુટીમાં જશે. આ એન્યુટી રકમમાંથી તમને દર મહિને 1,15,217 રૂપિયાનું પેન્શન મળશે. એન્યુટીની રકમ જેટલી ઊંચી હશે, તેટલું જ વધુ પેન્શન તમને મળશે.

આ પણ વાંચો: National Pension Scheme: NPS શું છે? તેમાં કઈ રીતે રોકાણ કરી શકાય? જાણો NPS પર મળતા ટેક્સ લાભ વિશે

શું છે એન્યુટી?

એન્યુટી એ તમારી વીમા કંપની અને તમારી વચ્ચે કરવામાં આવેલો કરાર છે. આ કરાર અંતર્ગત નેશનલ પેન્શન સિસ્ટમમાં ઓછામાં ઓછી 40 ટકા રકમની એન્યુટી ખરીદવી જરૂરી છે. જેટલી રકમ ઊંચી હશે, પેન્શનની રકમ પણ તેટલી જ ઊંચી રહેશે. એન્યુટી હેઠળ રોકાણ કરેલી રકમ નિવૃત્તિ પછી પેન્શનના સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને NPSની બાકીની રકમ એકસાથે ઉપાડી શકાય છે.

કોણ રોકાણ કરી શકે છે?

કોઇ પણ ભારતીય નાગરિક કે જેની ઉંમર 18 વર્ષથી 65 વર્ષની વચ્ચે છે તેઓ એનપીએસમાં યોગ્ય પ્રક્રિયા સાથે રોકાણ કરી શકે છે. NPSમાં જમા થયેલી રકમના રોકાણની જવાબદારી PFRDA દ્વારા નોંધાયેલા પેન્શન ફંડ મેનેજરને આપવામાં આવે છે. તેઓ તમારા નાણાંનું રોકાણ નિશ્ચિત આવકના સાધનો સિવાય ઇક્વિટી, સરકારી સિક્યોરિટીઝ અને બિન-સરકારી સિક્યોરિટીઝમાં કરે છે.

આ પણ વાંચો: Dolly Khanna Portfolio: 2021માં 155% વળતર આપનારા શેરમાં ડોલી ખન્ના સહિતના રોકાણકારોએ કર્યું રોકાણ

આવકવેરા કાયદાની કલમ 80CCD(1B) અનુસાર એનપીએસ હેઠળ 50,000 રૂપિયા સુધીના રોકાણ પર કર મુક્તિનો લાભ પણ મળી શકે છે. જો તમે કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની મર્યાદા પૂર્ણ કરી હશે તો NPS તમને વધારાની ટેક્સ બચતમાં પણ મદદ બનશે. આ પ્લાનની પાકતી મુદત પર રકમના 60 ટકા સુધીની રકમના ઉપાડ પર ટેક્સ લાગું થતો નથી.
First published: