Home /News /business /દીકરીના ભવિષ્યને લઈને થઈ જાઓ ચિંતામુક્ત, આ યોજનામાં રોજના 100 રૂપિયાનું રોકાણ કરો અને દીકરી બની જશે લખપતિ

દીકરીના ભવિષ્યને લઈને થઈ જાઓ ચિંતામુક્ત, આ યોજનામાં રોજના 100 રૂપિયાનું રોકાણ કરો અને દીકરી બની જશે લખપતિ

આ યોજના હેઠળ દરરોજ જમા કરાવો 100 રૂપિયા અને મેળવો દમદાર ફંડ

Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તમારે આજથી જ પ્લાનિંગ કરવું પડશે. તમે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) હેઠળ દીકરીનું ખાતું ખોલાવી શકો છો. આ સરકારી યોજનામાં શાનદાર વળતર મેળવવાની સાથે તમે ટેક્સ પણ બચાવી શકો છો.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ જો તમે તમારી દીકરીના ભવિષ્યને લઈને ટેન્શનમાં છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી લાડલીના ભણતર અને લગ્નના ખર્ચને સરળતાથી પહોંચી શકશો. આ માટે તમારે દર મહિને માત્ર 250 રૂપિયા જમા કરાવવા પડશે અને તમે આ બધી ચિંતાઓમાંથી મુક્તિ મેળવી શકો છો.

    વળતરની સાથે ટેક્સની પણ બચત


    જોકે દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તમારે આજથી જ પ્લાનિંગ કરવું પડશે. તમે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) હેઠળ દીકરીનું ખાતું ખોલાવી શકો છો. આ સરકારી યોજનામાં શાનદાર વળતર મેળવવાની સાથે તમે ટેક્સ પણ બચાવી શકો છો.

    આ સ્કીમની ખાસ વાત એ છે કે તેમાં 250 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકાય છે. આ સ્કીમમાં વ્યાજ પણ અન્ય યોજનાઓની તુલનામાં સારું મળે છે. આ સાથે ટેક્સમાં છૂટનો પણ લાભ મળે છે. આ ખાતું ખોલાવવા માટે તમારે કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકનો સંપર્ક કરીને SSY એકાઉન્ટ ખોલાવી શકો છો.

    આ પણ વાંચોઃ ટાટા કંપનીને સ્ટીલની દુનિયામાં બેતાજ બાદશાહ બનાવનાર 'સ્ટીલ મેન'નું નિધન

    જાણો શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના :


    સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) દીકરીઓ માટે શરૂ કરવામાં આવેલી એક ડિપોઝિટ સ્કીમ છે. આ યોજના હેઠળ 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરની બાળકીના વાલી અથવા માતાપિતા આ ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવવાની તારીખથી 15 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના રહેશે. બાકીના વર્ષ માટે વ્યાજ મળતું રહે છે. હાલમાં આ યોજના પર વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જોકે આ યોજનામાં તમારું રોકાણ ઓછામાં ઓછું દીકરીના 18 વર્ષની ઉંમર સુધી લોક કરવામાં આવશે એટલેકે દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી આ પૈસા ઉપાડી નહિ શકાય. 18 વર્ષ પછી પણ કુલ નાણાંમાંથી 50% રકમ જ ઉપાડી શકાય છે, જેનો ઉપયોગ ગ્રેજ્યુએશન કે આગળના વધુ અભ્યાસ માટે કરી શકે છે.

    આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓએ સતર્ક રહેવાની જરૂર, એકસાથે બે પેનલ્ટી થઈ શકે; પેન્શન અને ગ્રેચ્યુઇટી ગુમાવે તેવી શક્યતા

    કેવી રીતે મળશે 15 લાખનો લાભ?


    આ સ્કીમ હેઠળ જો તમે દર મહિને 3000 રૂપિયા જમા કરો છો તો વાર્ષિક 36000 રૂપિયા જમા થશે. 14 વર્ષ પછી 7.6 ટકાનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. 9,11,574 થયું એટલેકે જ્યારે પુત્રી 21 વર્ષની થશે, ત્યારે મેચ્યોરિટી પર આ રકમ લગભગ 15,22,221 રૂપિયા થઈ જશે. બીજી બાજુ જો તમે દરરોજ 416 રૂપિયાની બચત કરો છો, તો પાકતી મુદત પર 65 લાખ રૂપિયાનું મસમોટું ભંડોળ મળશે.

    શું SSY ખાતું બંધ કરી શકાય?


    સૌથી મોટો સવાલ થાય કે આ એકાઉન્ટ બંધ કરાવવું હોય તો કે ઈમરજન્સીમાં પૈસા પરત જોઈતા હોય તો? જો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાધારકનું મૃત્યુ થાય છે તો મૃત્યુ પ્રમાણપત્ર(Death Certificate) બતાવીને ખાતું બંધ કરી શકાય છે. આ પછી સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં જમા થયેલી રકમ વ્યાજ સહિત બાળકીના વાલીને પાછી આપી શકાય છે.


    અન્ય કિસ્સામાં SSY ખાતું ખોલવાની તારીખથી પાંચ વર્ષ પછી જ બંધ કરી શકાય છે. આ સિવાય પણ ઘણી કપરી પરિસ્થિતિઓમાં એકાઉન્ટ ક્લોઝ કરાવી શકાય છે. ઉદાહરણ તરીકે જીવલેણ રોગોના કિસ્સામાં બંધ કરી શકાય છે. આ સિવાયના અન્ય કોઈ ખાસ કારણસર ખાતું બંધ કરાવી રહ્યાં છો તો તેને મંજૂરી મળશે, પરંતુ તેના પરનું વ્યાજ બચત ખાતાના હિસાબે જ આપવામાં આવશે.
    First published:

    Tags: Business news, Government scheme, Sukanya samriddhi yojana

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन