રોજ 100 રૂપિયા રોકાણ કરી બની શકો છો કરોડપતિ! આવી રીતે કરો Investment

News18 Gujarati
Updated: September 30, 2019, 8:55 AM IST
રોજ 100 રૂપિયા રોકાણ કરી બની શકો છો કરોડપતિ! આવી રીતે કરો Investment
દરરોજ 100 રૂપિયા રોકાણ કરી કરોડપતિ બની શકો છો!

દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરવાનો વિકલ્પ ખૂબ ફાયદારૂપ સાબિત થઈ શકે છે

  • Share this:
નવી દિલ્હી : સામાન્‍ય રીતે એક જ વારમાં મોટું રોકાણ કરવું સરળ નથી હોતું, ભલે તે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan) કેમ ન હોય. પરંતુ, જો આપને કહેવામાં આવે કે દરરોજ 100 રૂપિયાના રોકાણ કરવાની તમે કરોડપતિ (Crorepati) બની શકો છો તો કદાચ તમે વિશ્વાસ નહીં મૂકો. માની લો કે તમે નવી નોકરી શરૂ કરી છે અને ખૂબ જ ઓછું રોકાણ કરવાની ક્ષમતા ધરાવો છો તો તમે દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરો. દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરવાનો વિકલ્પ ખૂબ સસ્તો સાબિત થઈ શકે છે. SIPમાં માસિક, ત્રિમાસિક અને વાર્ષિક આધાર પર રોકાણ કરવાનું વધું પ્રચલિત છે.

ઇક્વિટી માર્કેટ (Equity Market) સાથે જોડાયેલા અનેક જાણકાર માને છે કે લાંબા સમયમાં રોકાણ કરવા માટે એસઆઈપી રોકારણ કરવા માટે સૌથી સારો વિકલ્પ હોય છે. ઈક્વિટી SIPમાં 10 ટકાથી લઈને 16 ટકા સુધી રિટર્ન (Return on SIP) મળવાના આસાર રહે છે. આવો, હવે સમજીએ કે રોજના 100 રૂપિયા રોકાણથી તમે કેવી રીતે કરોડપતિ બની શકો છો.

વર્ષ 2019માં અત્યાર સુધી બેસ્ટ મ્યૂચ્યૂઅલ ફંડ એસઆઈપી ક્લિયરટૅક્સ)


100 રૂપિયા રોકાણ કરી કેવી રીતે બનશો કરોડપતિ?

માની લો કે, તમે SIPમાં રોજ 100 રૂપિયાનું રોકાણ કરો છો. આ રોકાણ તમે ઓછામાં ઓછા 12 ટકા રિટર્નની આશાએ 30 વર્ષ સુધી કરો છો. આ હિસાબથી જોઈએ તો 30 વર્ષમાં તમે કુલ 10 લાખ 95 હજાર રૂપિયાનું રોકાણ કરો છો. HDFC Mutual Fundના SIP કેલક્યૂલેટર (SIP Calculator)ના હિસાબથી જોઈએ તો તમારા 10.95 લાખના રોકાણ પર 97.29 લાખ રૂપિયાનું રિટર્ન કમાઈ શકશો. આ પ્રકારે 30 વર્ષ સુધી રોજ 100 રૂપિયાના રોકાણ પર તમે 12 ટકા રિટર્નના હિસાબથી કુલ 1.08 કરોડ રૂપિયા થઈ શકે છે.

એચડીએફસી મ્યૂચ્યૂઅલ ફંડ એસઆઇપી કેલક્યૂલેટર
શું છે SIP અને તેમાં રોકાણ કરવાનો શું છે ફાયદો?

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP રોકાણકારો માટે મ્યૂચ્યૂઅલ ફંડ્સ દ્વારા ઑફર થતો એક પ્રકારનો પ્લાન છે. તેમાં રોકાણ માટે એક નિયત રકમ પહેલાથી જ નિયત અવધિ પર જમા થાય છે. તેમાં તમે ઓછામાં ઓછું 500 રુપિયાનું પ્રતિ મહિને રોકાણ કરી શકો છો. રોકાણ કરવાનો ઇન્ટરવલ સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક કે વાર્ષિક હોઈ શકે છે. એસઆઈપીમાં રોકાણ કરવાની સૌથી ખાસ વાત એ છે કે તમારા દ્વારા રોકાણ થતી રકમ પર કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લાગે છે. આ પ્રકારે એસઆઈપી પર રિટર્નની રકમ આપના રોકાણના રકમથી પણ વધુ હોય છે.

આ પણ વાંચો,

સુકન્યા, PPF, NSCમાં પૈસા લગાવનારાઓ માટે મોટા સમાચાર, લેવાઇ શકે છે આ નિર્ણય
ખુશખબર! ટૂંક સમયમાં ડૉક્યુમેન્ટ વગર મળશે 1 કરોડ રુપિયા સુધી લોન
First published: September 30, 2019, 8:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading