નીરવ મોદીના ભાઈ નેહાલ વિરુદ્ધ કાર્યવાહી, ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ

ઈડીએ ઇન્ટરપોલને અનુરોધ કર્યો હતો કે તે નીરવ મોદીની મદદ કરવાની પૃષ્ઠભૂમિમાં નેહાલની વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરવામાં આવે

News18 Gujarati
Updated: September 13, 2019, 12:16 PM IST
નીરવ મોદીના ભાઈ નેહાલ વિરુદ્ધ કાર્યવાહી, ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ
ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: September 13, 2019, 12:16 PM IST
ઇન્ટરપોલ (InterPol)એ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી (Nirav Modi)ના ભાઈ નેહાલ દીપક મોદી (Nehal Modi) વિરુદ્ધ પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)માં કથિત રીતે 13,600 કરોડની છેતરપિંડી કરવાાના મામલે રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) જાહેર કરી છે.

આ વર્ષની શરૂઆતમાં ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ED)એ ઇન્ટરપોલને અનુરોધ કર્યો હતો કે તે નીરવ મોદીની મદદ કરવાની પૃષ્ઠભૂમિમાં નેહાલની વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરે.

લંડન (London)ની એક કોર્ટે એવો પણ સંકેત આપ્યો હતો કે નીરવ મોદી પોતાના અમેરિકા (America)માં રહેતા ભાઈ નેહાલના માધ્યમથી પોતાના 'ખોટા કામ' કરાવી રહ્યો હતો.


Loading...

મુખ્ય મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે ભારતમાં તેના પ્રત્યર્પણના એક મામલાની સુનાવણી દરમિયાન મે મહિનામાં ઉલ્લેખ કર્યો હતો કે સાક્ષીઓ પર દૂર રહેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, 1 રૂપિયામાં ઈડલી વેચતી આ મહિલાના બિઝનેસમાં રોકાણ કરવા માંગે છે મહિન્દ્રા

નેહાલ બેલ્જિયમનો નાગરિક છે

નેહાલ બેલ્જિયમનો નાગરિક હોવાનું બહાર આવ્યું છે અને તે હાલમાં ન્યૂયોર્કમાં રહે છે. તપાસમાં જાણવા મળ્યું કે, તે હવે ફર્સ્ટ ફાયરસ્ટાર ડાયમંડ યૂએસએનો નિદેશક હતો.

પંજાબ નેશનલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા લેટર ઓફ અન્ડરટેકિંગથી પ્રાપ્ત ધનરાશિને શેલ કંપનીઓમાં રોક્યા બાદ નીરવ મોદી માટે સ્થાવર મિલકત ખરીદવા અને અસ્તિત્વમાં લાવનારી સંસ્થા ઈથાકા ટ્રસ્ટની સાથે પણ તે સામેલ હતો.

આ પણ વાંચો, દેશને 'મંદી'થી બચાવવા મનમોહન સિંહે મોદી સરકારને આપી આ 5 સલાહ
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...