PNB સ્કેમ: મેહુલ ચોકસી વિરુદ્ધ ઇન્ટરપોલે જાહેર કરી રેડ કોર્નર નોટિસ

મેહુલ ચોકસી (ફાઇલ ફોટો)

એગ્રીમેન્ટ હેઠળ ભારત અને એન્ટીગુઆમાં પ્રત્યર્પણ સંધિ ન હોવા છતાંય ચોકસીને ભારત પ્રત્યર્પિત કરી શકાય છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના હજારો કરોડોની લોન લઈને ભાગી ગયેલા મેહુલ ચોકસીની વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી દીધી છે. સીબીઆઈની માંગ પર ઇન્ટરપોલે આ નોટિસ જાહેર કરી છે. ઉલ્લખેનીય છે કે, ચોકસીએ એન્ટીગુઆ સરકારના કોમનવેલ્થ એગ્રીમેન્ટની વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ એગ્રીમેન્ટ હેઠળ ભારત અને એન્ટીગુઆમાં પ્રત્યર્પણ સંધિ ન હોવા છતાંય ચોકસીને ભારત પ્રત્યર્પિત કરી શકાય છે.

    ભારતી સાથે 2001માં એન્ટીગુઆના મંત્રીએ આ કરાર કર્યો હતો. તેને કોમનવેલ્થ કન્ટ્રીઝ અમેન્ડમેન્ટ ઓર્ડરના નામથી ઓળખવામાં આવે છે. કોમનવેલ્થ દેશોની સાથે આ કરાર થયા બાદ ભારત અને એન્ટીગુઆ પ્રત્યર્પણના દાયરમાં આપોઆપ આવી જાય છે. એન્ટીગુઆના એટોર્ની જનરલ ઓફિસે આ જાણકારી આપી છે. આ બાબત સ્થાનિક સરકારના પક્ષકાર બનાવતા ચોકસી તરફથી નોટિસ જાહેર કરવામાં આવી છે.

    આ પણ વાંચો, માલ્યાએ ભાજપના બળતામાં ઘી હોમ્યું: પાયલટ-સિંધિયાને કહ્યા 'યંગ ચેમ્પિયન'

    મેહુલ ચોકસીના સાથી દીપક કુલકર્ણીની થઈ ચૂકી છે ધરપકડ
    મેહુલ ચોકસીના સાથી દીપક કુલકર્ણીની હાલમાં જ કોલકાતા એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. દીપક કુલકર્ણી હોંગકોંગથી ભારત આવી રહ્યો હતો, તે સમયે તેની ધરપકડ કરવામાં આવી હતી. કુલકર્ણીને પીએમએલ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી. સૂત્રોનું માનીએ તો, દીપક જ હોંગકોંગમાં મેહુલ ચોકસીના તમામ બિઝનેસ સંભાળતો હતો. ત્યાં સુધી કે તે ચોકસીની કોઈ નકલી કંપનીનો ડાયરેક્ટર પણ હતો. સીબીઆઈ અને ઈડી તરફથી દીપકની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી, ત્યારથી તેની શોધખોળ ચાલી રહી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: