કયા દેશમાં સૌથી વધુ ઈન્ટરનેટ શટડાઉન થાય છે? ભારતનું સ્થાન જોઈ ચોંકી જશો!

પ્રતિકાત્મક તસવીર

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં અફરા તફરીનો માહોલ રોકવા જે તે ક્ષેત્રમાં ઇન્ટરનેટ અમુક સમય સુધી બંધ કરી દેવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં ઇન્ટરનેટથી અફવા ખૂબ જ ઝડપથી પ્રસરે છે.

  • Share this:
નવી દિલ્હી : ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં અફરા તફરીનો માહોલ રોકવા જે તે ક્ષેત્રમાં ઇન્ટરનેટ અમુક સમય સુધી બંધ કરી દેવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં ઇન્ટરનેટથી અફવા ખૂબ જ ઝડપથી પ્રસરે છે. આવી સ્થિતિમાં મામલો કાબુમાં બહાર જતો રહે છે. જોકે, ક્યારેક આવા નિર્ણય લોકશાહીને દબાવી દેવાનું કારસ્તાન થયાનો આક્ષેપ પણ કરવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં G7 સમીટ મળી હતી. જેમાં ઓપન સોસાયટીઝ સ્ટેટમેન્ટને સ્વીકારવામાં આવ્યું હતું. જે મુજબ રાજકીય કારણોસર ઈન્ટરનેટને બંધ કરી દેવું લોકતંત્ર માટે સારી વાત નથી. આ સ્ટેટમેન્ટ પર ભારત પણ સહમત થયું છે. ત્યારબાદ એકાએક ઇન્ટરનેટ શટડાઉન મામલે દલીલ થવા લાગી હતી.

ઇન્ટરનેટ શટડાઉન અંગે માહિતી પૂરી પાડતી એક્સેસ નાઉ કયા દેશમાં વર્ષમાં કેટલી વખત ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તેની વિગતો પુરી પાડે છે. ભારતનું નામ આ યાદીમાં ટોચ પર છે.

ઈન્ટરનેટ બંધ કરવાનો શું છે તર્ક?

સ્ટેટિસ્ટા વેબસાઇટે એક્સેસ નાઉને ટાંકીને જ્યાં ઈન્ટરનેટ ઇરાદાપૂર્વક શટ ડાઉન કરવામાં આવતું હોય તેવા દેશના નામ આપ્યા છે. ઘણા દેશોમાં ગૃહ યુદ્ધ અથવા રાજકીય ઉથલપાથલ અરાજકતા ન વધે તે માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. જેમ ઇન્ટરનેટ માહિતી ફેલાવવાનું સાધન છે તેવી જ રીતે તે આગ પણ ભડકાવી શકે છે. ફેક સાહિત્યથી સ્થિતિ વકરી શકે છે. આવી સ્થિતિમાં ઘણા દેશો સતત ઇન્ટરનેટ શટડાઉનનો આશરો લેતા રહ્યા છે.

અરબ દેશોમાં લાંબા સમય સુધી શટડાઉન

ઈન્ટરનેટ બંધ રાખવા મામલે ઇજિપ્તનું નામ ઘણું લેવાય છે. વર્ષ 2011 દરમિયાન ઇજિપ્તમાં ખૂબ તણાવ હતો. ત્યારે સાચી ખોટી માહિતી લોકો સુધી પહોંચતી અટકાવવા માટે આખા દેશમાં લાંબા સમય સુધી ઇન્ટરનેટ બંધ હતું. આવું જ વર્ષ 2016માં તુર્કીમાં લશ્કરી બળવા સમયે થયું હતું. મ્યાનમારનો કિસ્સો તાજો છે. ત્યાં સેનાએ ચૂંટાયેલી સરકારને હટાવવાની સાથે જ પહેલા ઇન્ટરનેટ બંધ કર્યુ હતું. જેથી લોકો આંદોલન ન કરે.

ભારતમાં સૌથી વધુ શટડાઉન

મોટા ભાગના દેશોમાં કોઈને કોઈ સમયે ઇન્ટરનેટ બંધ રહ્યું છે. જોકે આમાં ભારત ટોચ પર છે. વર્ષ 2018માં જુદા જુદા રાજ્યો અથવા જિલ્લાઓમાં 134 વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેટ બંધ મામલે કાશ્મીર, બિહારના નવાડા અને પશ્ચિમ બંગાળનાં દાર્જિલિંગનાં નામ પ્રખ્યાત છે. જ્યાં એક મહિનાથી વધુ સમયથી બંધ રહ્યું હતું.

શટડાઉનથી આટલા નુકસાન

વર્ષ 2021માં પણ અસામાજિક તત્વોને ઉશ્કેરણીજનક ચીજો પોસ્ટ કરવાથી અટકાવવા ઈન્ટરનેટ શટડાઉન સાધન બની ગયું છે. જો કે, આવા શટડાઉનના ઘણા ગેરફાયદા છે. આવું કરવાથી સરકાર પર લોકોનો વિશ્વાસ ડગે છે. તેમને લાગે છે કે ક્યાંક કશુંક છુપાવાય છે. બીજી તરફ યોગ્ય માહિતી પણ લોકો સુધી પહોંચતી અટકે છે.

અર્થવ્યવસ્થાને મોટું નુકસાન

ઇન્ટરનેટ બંધ થવાથી મોટું આર્થિક નુકસાન થાય છે. જે તે વિસ્તારનો ધંધા ઠપ્પ થઈ જાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ (ICRIER)ના અહેવાલમાં જાણવા મળ્યું કે, દેશમાં વર્ષ 2012થી 2017 વચ્ચે લગભગ 16,000 કલાક ઇન્ટરનેટ શટડાઉન રહ્યું હતું. આ ડેટા જુદા જુદા ક્ષેત્રોનું સંકલન છે. ઈન્ટરનેટ બંધ રખાતા ભારતીય અર્થવ્યવસ્થાને આશરે 3.04 અબજનું નુકસાન થયું છે.

ભારતની જેમ ક્યાં ક્યાં ઈન્ટરનેટ બંધ?

ભારત પછી પાકિસ્તાન, ઈરાક, યમન, ઇથોપિયા, બાંગ્લાદેશ, કોંગો અને રશિયા જેવા દેશોમાં પણ ઇન્ટરનેટ શટડાઉનનાં કિસ્સા સામાન્ય છે. આ તે દેશોમાં કોઈ ખાસ કારણસર ઇન્ટરનેટ બંધ રાખવામાં આવે છે.

આ યુરોપિયન દેશમાં ઈન્ટરનેટ ધડકન સમાન

યુરોપના એસ્ટોનીયા માટે ઈન્ટરનેટ ધબકારા સમાન છે. આ દેશમાં ઇન્ટરનેટ મફત છે. બધું ઓનલાઈન છે. અહીંના લોકો કરવેરા ભરવાથી લઈ કાર પાર્કિગ અને ડોગ બોર્ડિંગ માટે ચૂકવણી પણ ઓનલાઇન કરે છે. અમેરિકાની બિન-સરકારી સંસ્થા ફ્રીડમ હાઉસના મતે મફત ઇન્ટરનેટ આપવા બદલ આ દિવસ વિશ્વ માટે મોડેલ દેશ છે.

ડિજિટલ નેશન પણ કહેવાય છે

લોકોને ઇન્ટરનેટથી જોડીને અર્થવ્યવસ્થાને અસરકારક બનાવવા માટે એસ્ટોનિયામાં 1996માં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેથી આજે તે સંપૂર્ણ ડિજિટલ દેશ બની ગયો છે. દેશભરમાં કોફી શોપ, પેટ્રોલ પમ્પ, રેસ્ટોરાં, શાળા કોલેજ, હોસ્પિટલો, હોટલો અને તમામ સરકારી કચેરીઓ સહિત કુલ 3 હજારથી વધુ ફ્રી વાઇફાઇ સ્પોટ છે. અહીં ચૂંટણીમાં મતદાન પણ ઓનલાઈન થાય છે.

ઈન્ટરનેટ મફત છતાં સાયબર ક્રાઈમ નથી

દેશમાં દરેક સ્થળે ફ્રી વાયફાય હોવા છતાં સાયબર ક્રાઈમ નહિવત છે. એસ્ટોનીયન સરકાર સમયાંતરે ઈન્ટરનેટના યોગ્ય ઉપયોગ માટે અભિયાન ચલાવે છે, પરિણામે આવા ક્રાઈમ અટકે છે. અહીં ઇન્ટરનેટ મફત છે પરંતુ ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગેમ્બલિંગની કોઈ પણ સ્થાનિક કે વિદેશી સાઇટને વિશેષ લાઇસન્સની જરૂર હોય છે. લાયસન્સ ન હોય તો તે બંધ કરી દેવાય છે. માર્ચ 2020 સુધીમાં આ દેશના Estonian Tax and Customs Boardએ આવી 1200 વેબસાઇટ્સ શોધીને બંધ કરી દીધી હતી.
First published: