IMFની પાકિસ્તાન સહિત આ દેશોને ચેતવણી, કહ્યું, ચીનનું દેવું ખતરનાક

ઇન્ટરનેશનલ મોનીટરી ફન્ડ અને વર્લ્ડ બેન્કે વિશ્વની સરાકરોને કર્જ લેવાની શર્તો અંગે પારદર્શીતા જાળવી રાખવા માટે જણાવ્યું છે.

News18 Gujarati
Updated: April 12, 2019, 1:02 PM IST
IMFની પાકિસ્તાન સહિત આ દેશોને ચેતવણી, કહ્યું, ચીનનું દેવું ખતરનાક
વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: April 12, 2019, 1:02 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : વિશ્વ ભરના દેશોને વિકાસ કાર્યો માટે સહાય આપતી સંસ્થા ઇન્ટરનેશનલ મોનિટરી ફન્ડ-IMF અને વર્લ્ડ બેન્ક દ્વારા દુનિયાભરની સરકારોને કરજ લેવાની શર્તો અંગે વધારે પારદર્શીતા જાળવા માટે અપીલ કરી છે. આ બંને સંસ્થાઓએ વધારે કરજ લેવા અંગે પણ ચેતવણી આપી છે. IMFએ વિશ્વના એ દેશોને ચેતવણી આપી છે,જેમણે ચીનનું કર્જ લીધું છે. પાકિસ્તાન ચીનનું સૌથી મોટું દેવાદાર છે, IMFએ પાકિસ્તાન સહિતના તમામ રાષ્ટ્રોને ચેતવણી આપી છે કે ચીનનું દેવું વધવાથી તેમની સ્થિતી વધારે ખરાબ થઈ શકે છે.

ગુરૂવારે આ બંને સંસ્થાની ઉનાળું બેઠક યોજાઈ હતી જેમાં વર્લ્ડ બેન્કના નવ નિયુક્ત અધ્યક્ષ ડેવિડ મલપાસે ચેતવણી આપી હતી કે આફ્રિકાના 17 દેશો પહેલાંથી જ કરજમાં ડૂબેલા છે અને આવા દેશોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો : મોદી સરકારનો આ નિર્ણય ચીન સહિત 4 દેશોને પડશે ભારે, 5 વર્ષ સુધી ચૂકવશે કિંમત

આઈએમએફના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડે જણાવ્યું હતું કે વિશ્વ બેન્ક અને આઈએમફ કર્જ લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે સાથે કામ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના રિસર્ચના એક રિપોર્ટમાં ઉલ્લેખ છે કે વિશ્વના આઠ દેશોએ ચીન પાસેથી એટલું કર્જ લીધું છે કે તેના દેવામાં ફસાઈને આ દેશો બરબાદ થઈ શકે છે, આ દેશોમાં તઝાકિસ્તાન, જિબૂતી, મોંટેનેગ્રો, કિરગિસ્તાન, મંગોલિયા, લાઓસ, માલદીવ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

આ દેશ કર્જ ન ચુકવી શકે તેવી સ્થિતિમાં ચીન દબાણ સર્જીને આ દેશો સાથે અનેક કરાર કરે છે. ઉલ્લેખનીય છેકે તાજેતરમાંજ ચીન દ્વારા પાકિસ્તાનની સ્ટેટ બેન્કને 15 અરબ યુઆન એટલે કે 2.1 અબજ ડૉલરની લોન આપી હોવાનો ખુલાસો થયો છે.
First published: April 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...