IMFએ કહ્યું સરકારનો કૉર્પોરેટ ટેક્સ ઘટાડવાનો નિર્ણય યોગ્ય

News18 Gujarati
Updated: October 19, 2019, 2:37 PM IST
IMFએ કહ્યું સરકારનો કૉર્પોરેટ ટેક્સ ઘટાડવાનો નિર્ણય યોગ્ય
પ્રતિકાત્મક તસવીર

સરકારનો કૉર્પોરેટ ટેક્સ ઘટાડવાનો નિર્ણય યોગ્ય છે. આનાથી રોકણ વધશે : IMF

  • Share this:
મુંબઇ: આઇએમએફ (International Monetary fund) નું કહેવું છે કે ભારત સરકારે કૉર્પોરેટ ટેક્સ ઘટાડીને એકદમ યોગ્ય નિર્ણય લીધો છે. તેનાથી ભારતમાં વિદેશી રોકાણનો વધારો થશે. સાથે જ દેશની કંપનીઓની તરફથી રોકાણ પણ વધશે. આઇએમએફના ડાયરેક્ટર (એશિયા એન્ડ પેસિફિક વિભાગ), ચેંગાયૉન્ગ રીએ કહ્યું કે અત્યારના નાણાંકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ 6.1 ટકા રહેવાની આશા છે. જે 2020 માં 7 ટકા થઇ જશે.

આઇએમએફે કહ્યું કે બેંકોમાં ઝડપથી સુધારની જરૂર છે. મૌદ્રિક નીતિના પગલા અને કૉર્પોરેટ ટેક્સ ઓછા કરવાથી ભારતમાં રોકણ વધવાની સંભાવના છે. સાથે જ ભારતે વિત્તીય એકીકરણ પર ધ્યાન આપવું જોઇએ. વિત્તિય સ્થિતિમાં લાંબા સમય સુધી સ્થિરતા સુનિશ્ચિત કરવી જોઇએ. આઇએમએફના ડિપ્યુટી ડાયરેક્ટર (એશિયા એન્ડ પેસિફિક વિભાગ), એન્ને-મેરી ગુલ્ડે-વૉફે પણ કહ્યું કે ભારતે નૉન બેકિંગ નાણાંકીય સેક્ટરની સમસ્યાઓનો ઉકેલ નીકાળવો જોઇએ. જો કે સરકારી બેંકો અને પૂંજી વધે તેવા પ્રયાસોથી બેકિંગ સેક્ટરમાં સુધારાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. વર્લ્ડ બેંક અને IMFએ GDP ગ્રોનનું અનુમાન લગાવ્યું છે.

આઇએમએફે આ વર્ષે ભારતની જીડીપી ગ્રોથના અનુમાન અંગે કહ્યું છે કે ગ્રોથ 7 ટકાથી ઘટીને 6.1 ટકા કરવામાં આવ્યો છે. વધુમાં તેણે કહ્યું છે કે ચક્રીય આર્થિક મંદીથી બહાર આવવા માટે ભારતે માળખાકીય સુધારા મોટા પ્રમાણમાં કરવા પડશે. IMF વર્લ્ડ ઇકોનૉમિક આઉટલુક રિપોર્ટમાં લખ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા 2019માં 6.1 ટકા વધશે જ્યારે 2020માં તે 7 ટકા સુધી પહોંચશે. નોંધનીય છે કે IMF પહેલા 2020માં ભારતનો જીડીપી ગ્રોથ 7.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું, પણ ઘરેલું વપરાશ ઓછી થતા તેણે ગ્રોથના અનુમાન પર કાપ મૂક્યો છે.
First published: October 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...