વધુ ફાયદા માટે થઇ જાવ તૈયાર, આવવાનો છે દેવ્યાની ઇન્ટરનેશનલનો IPO, પરંતુ આ છે બેસ્ટ QSR સ્ટોક

વધુ ફાયદા માટે થઇ જાવ તૈયાર, આવવાનો છે દેવ્યાની ઇન્ટરનેશનલનો IPO, પરંતુ આ છે બેસ્ટ QSR સ્ટોક
File Photo

ICICI સિક્યોરિટીઝની સાથે સાથે બીજા બ્રોકરેજ ફર્મ્સ પણ જૂબીલેન્ટ ફૂડવર્ક્સને લઇને જ બૂલિશ છે. CLSAએ કહ્યું કે, જૂબીલેન્ટ ફૂડવર્ક્સની પાસે દેશમાં સૌથી સારી ડિલિવરી સર્વિસ છે

  • Share this:
બર્ગર કિંગ અને બાર્બેક્યુ નેશન બાદ વધુ એક ક્વિક ચેન રેસ્ટોરન્ટ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવાની તૈયારીમાં છે. પ્રાઇમરી માર્કેટમાંથી રૂ. 1400 કરોડ એકઠા કરવા માટે ભારતમાં પિઝા હટ, કેએફસી અને કોસ્ટા કોફીની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી કંપની દેવ્યાની ઇન્ટરનેશનલ IPO લોન્ચ કરવા જઇ રહી છે.

દેવ્યાની ઇન્ટરનેશનલે આઇપીઓ દ્વારા રૂ. 1400 કરોડ ભેગા કરવા માર્કેટ રેગુલેટર SEBIની પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કર્યું છે. કંપની આ IPOમાં રૂ. 400 કરોડના ફ્રેશ શેર પણ જાહેર કરશે. તો કંપની પ્રમોટર્સ ઓફર ફોર સેલ દ્વારા કંપનીના 125,333,330 ઇક્વિટી શેર જાહેર કરશે. આ આઇપીઓ દ્વારા કંપનીના ઇન્વેસ્ટર RJ Corp અને Temasek કંપનીમાંથી આંશિક એક્ઝિટ લેશે.સેબીમાં જમા કરાયેલ કંપનીના ડ્રાફ્ટ પેપરથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, બેસ્ટ QSR સ્ટોક કોણ છે. કોરોનાની બીજી લહેરના કારણે રેસ્ટોરેન્ટની સપ્લાઇ 15 ટકા સુધી ઘટી ગઇ છે અને એગ્રીગ્રેટર્સે પોતાની ડિલિવરી ફી પણ વધારી દીધી છે. આ કારણે ભારતીય રેસ્ટોરેન્ટ ચેનની સરખામણીએ વેસ્ટર્ન QSR વધુ ફાયદાકારક છે.

બ્રોકરેજ ફર્મ ICICI સિક્યુરીટીઝ, જેણે દેવ્યાની ઇન્ટરનેશનલના DRHPનુ એનાલિસિસ કર્યુ છે, તેના અનુસાર બેસ્ટ QSR કંપની દેવ્યાની ઇન્ટરનેશનલ નહીં પરંતુ ભારતમાં ડોમિનોઝની ફ્રેંચાઇઝી કંપની જૂબીલેન્ટ ફૂડવર્ક્સ છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, પિઝાનો પ્રોફિટ માર્જિન અને EBITDA માર્જિન બર્ગરની સરખામણીએ વધુ સારો છે. પિઝાની કેટેગરીમાં જૂબીલેન્ટ ફૂડવર્ક્સની માર્કેટ ભાગીદારી પિઝા હટથી બે ગણાથી પણ વધુ છે.

બર્ગર કેટેગરીમાં પણ દેવ્યાની ઇન્ટરનેશનલ એટલે કે કેએફસીના માર્કેટ શેર Westlifeના McDonaldsથી 21 ટકા અને બર્ગર કિંગથી 8 ટકા ઓછા છે. સાથે જ આ ત્રણેય બર્ગર ચેનનો ગ્રોસ માર્જિન 65 ટકાની નજીક છે. આ કેટેગરીમાં પ્રોફિટ માર્જિન અને માર્કેટ શેરના મામલે McDonalds લીડર છે.

ICICI સિક્યોરિટીઝની સાથે સાથે બીજા બ્રોકરેજ ફર્મ્સ પણ જૂબીલેન્ટ ફૂડવર્ક્સને લઇને જ બૂલિશ છે. CLSAએ કહ્યું કે, જૂબીલેન્ટ ફૂડવર્ક્સની પાસે દેશમાં સૌથી સારી ડિલિવરી સર્વિસ છે. જ્યારે કોટક સિક્યોરિટીઝએ પણ હાલમાં જ જૂબીલેન્ટ ફૂડવર્ક્સની સાથે Westlifeને Buy રેટિંગ્સ આપી છે, જ્યારે બર્ગર કિંગને Sell રેટિંગ્સ આપી છે.

દેવ્યાની ઇન્ટરનેશનલ રવિના જયપુરીયાની કંપની RJ Corp ગૃપની સહયોગી કંપની છે. દેવ્યાની ઇન્ટરનેશનલ ભારતમાં પેપ્સીકોની સૌથી મોટી બોટલર છે. કંપનીનો બિઝનેસ બિયર, કોલ્ડ્રિંક્સ, QSR, દૂધ, આઇસક્રિમ, હેલ્થકેરથી લઇને રિયલ એસ્ટેટ અને એજ્યુકેશન ક્ષેત્ર સુધી ફેલાયેલ છે. વિશ્વની બીજી સૌથી મોટી QSR કંપની Yum Brandsએ દેવ્યાની ઇન્ટરનેશનલમાં રોકાણ કર્યુ છે.

કંપની ભારતમાં પિઝા હટ, કેએફસી અને કોસ્ટા કોફીની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી છે. આ સિવાય કંપનીની પોતાની ઘણી બ્રાન્ડ્સ છે, જેમાં VAANGO, ફૂડ સ્ટ્રીટ, મસાલા ટ્વિસ્ટ, અમરેલી lle Bar અને Ckrussh Juice Bar વગેરે સામેલ છે. તેના 692 સ્ટોર ભારતના કુલ 26 રાજ્યોના 155 શહેરોમાં ફેલાયેલ છે. કંપનીના સ્ટોર નેપાળ અને નાઇઝેરીયામાં પણ છે.
Published by:News18 Gujarati
First published:May 25, 2021, 18:09 IST

ટૉપ ન્યૂઝ