નવી દિલ્હી : એવિએશન રેગ્યુલેટર DGCAએ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધની અંતિમ ડેડલાઈન 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. જોકે, DGCAનો આ પ્રતિબંધ ઈન્ટરનેશનલ કાર્ગો-ઓપરેશન્સ અને DGCA દ્વારા મંજૂરી પ્રાપ્ત કરનારી ફ્લાઈટ માટે લાગુ નહીં થાય. DGCAએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, સરકારે શિડ્યુલ કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટનો સસ્પેન્શન સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે. આ 31 ઓગસ્ટ રાત્રે 11 કલાકે 59 મિનિટ સુધી લાગુ થશે.
આ પહેલા 3 જુલાઈએ DGCAએ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર આ પ્રતિબંધ 31 જુલાઈ સુધી વધાર્યો હતો. ત્યારબાદ એકવાર ફરી તેને વધારી 15 ઓગસ્ટ કરવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, આ પ્રતિબંધ એટલા માટે વધારવામાં આવ્યું, કેમ કે, એવો વિચાર છે કે, ભારતે આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ કરતા પહેલા કેટલીક જરૂરી તૈયારીઓ માટે સમય જોઈએ છે.
કોવિડ-19 સંકટ વચ્ચે ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ એર બબલનું એલાન કર્યું હતું. આ હેઠળ ભારતથી અમેરિકા, ફ્રાંસ અને જર્મની માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટને મંજૂરી મળશે. ફ્રાંસની એર ફ્રાંસ અને અમેરિકાની યૂનાઈટેડ એરલાઈન્સ પેરિસ અને અમેરિકાથી ભારત માટે લિમિટેડ ઉડાન ભરશે.
આ પણ વાંચો -
Coronavirus: વેક્સીન આવે તે પહેલા જ શું ભારતમાં તૈયાર થઈ ચુકી હશે હર્ડ ઈમ્યુનિટી?
1 ઓગસ્ટથી શરૂ થશે વેદે ભારતનો પાંચમો તબક્કો
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં વિદેશોથી ભારતીયોને લાવવા માટે સાત મેથી શરૂ કરેલા વંદે ભારત અભિયાન હેઠળ 8.77 લાખથી વધારે ભારતીય સ્વદેશ આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરૂવારે જણાવ્યું કે, વંદે ભારતનો પાંચમો તબક્કો એક ઓગસ્ટ 2020થી શરૂ થશે. તેમણે જણાવ્યું કે, પાંચમા તબક્કામાં 23 દેશોથી ભારતીયોને લાવવા માટે 792 ઉડાન નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં 692 આંતરરાષ્ટ્રીય ઉડાન અને 100 ઘરેલુ ઉડાન છે.
આ દેશો માટે હશે વેદે ભારતનો પાંચમો તબક્કો
પાંચમા તબક્કામાં જે દેશમાંથી લોકોને લાવવામાં આવશે તેમાં ખાડી દેશ, કેનેડા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, બાંગ્લાદેશ, મ્યામાર, ચીન, ઈઝરાયલ, યૂક્રેન અને કાર્ગિસ્તાન સામેલ છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ 29 જુલાઈ સુધી 8,78,921 ભારતીય નાગરીક સ્વદેશ આવ્યા છે. તેમણએ ડણાવ્યું કે, વંદે ભારત મિશનના ચોથા તબક્કાહેઠળ અત્યાર સુધીમાં 1083 ઉડાન નિર્ધારીત કરવામાં આવી છે, જેમાં 849 આંતરરાષ્ટ્રીય ઉડાન અને 234 ફીડર ઉડાન સામેલ છે.