Home /News /business /

Exclusive Interview: બજેટ અંગે નાણામંત્રીએ શું કહ્યું? અહીં વાંચો રસપ્રદ વાતો

Exclusive Interview: બજેટ અંગે નાણામંત્રીએ શું કહ્યું? અહીં વાંચો રસપ્રદ વાતો

નાણામંત્રી નિર્મલા સીતારમણ

Exclusive Interview with FM Nirmala Sitharaman: બજેટ બાદ આજે બુધવારે નેટવર્ક18ના (Network18) એડિટર ઈન ચીફ રાહુલ જોશી (Editor-in-Chief Rahul Joshi) સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) વાત કરી હતી.

    નવી દિલ્હીઃ નાણાંકિય વર્ષ 2022-23નું બજેટ (Budget 2022-23) સરકાર રજૂ કરી ચુકી છે. ગઈ કાલે પહેલી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (finance minister) સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટ બાદ આજે બુધવારે નેટવર્ક18ના એડિટર ઈન ચીફ રાહુલ જોશી (Editor-in-Chief Rahul Joshi) સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે વાત કરી હતી. આ સુપર ઈન્ટરવ્યૂમાં નાણામંત્રી સાથે સમાજના અલગ-અલગ વર્ગ માટે બજેટનું મહત્વ જાણવાની કોશિશ કરી હતી.

    એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વિવિધ મુદ્દાઓ ઉપર વાત કરી હતી. અત્યારની કોરોના મહામારીની સ્થિતિ અંગે તેમણે કહ્યું હતું. કોરોનાના સંકટમાં ભારતની ઈકોનોમી બહાર નીકળી રહી છે. બીજી તેમણે કહ્યું હતું કે ચૂંટણી તો આવે અને જાય બજેટમાં તો ગ્રોથ ઉપર ફોક્સ હોય. પબ્લિક ઈન્ફ્રા મજબૂત કરવા ઉપર સરકારનું ફોકસ હોય. રાજ્ય સરકારો પણ પોતાનું ઈન્ફ્રા બજેટ વધારી રહી છે. ગયા વર્ષે અને આ વર્ષે કેપેક્સ વધાર્યું છે.

    નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે ઈકોનોમીને વધુ મદદની જરૂર છે. પ્રાઈવેટ રોકાણ વધવાની અપેક્ષા છે. અનેક ઈન્ડ્રસ્ટ્રીઝ પોતાી ક્ષમતા વધારી રહી છે. મોટા પ્રમાણમાં દેશણાં એફડીઆઈ આવી રહી છે.



    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજી લહેરની પ્રાઈવેટ કન્ઝમશન ઉપર અસર થઈ છે. ટેક્સ વ્યવસ્થામાં સ્થિરતા લાવવા પર ભાર રહ્યો છે. દુનિયાભરમાં મોંઘવારી મુદ્દે ચિંતાનો માહોલ છે. અમે ક્લાઈમેટ ફ્રેન્ડલી રિસોર્સ તરફ વધી રહ્યા છે. ગ્લોબલ સ્તર ઉપર અસેન્શિયલ કોમોડીટીના ભાવ વધ્યા છે. તેલિબીયાના પ્રોડક્શનને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. યુએસ ફેડના વ્યાજદરો ઉપર આરબીઆઈની નજર રહેલી છે.

    આ પણ વાંચોઃ-બજેટ 2022 બાદ નાણામંત્રીનું Exclusive ઈન્ટરવ્યૂ News18 પર, Live જોડાઓ 5.30 વાગ્યાથી

    નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ટેક્સ બેઝ વધારવા પર CBDT,CBICકામ કરી રહ્યા છે, LIC IPO લાવવાનું કામ સરળતાથી ચાલુ છે, LIC IPO આ વર્ષે જ લાવવાની યોજના છે. ગ્રોથ માટે સ્પેન્ડિંગ અને બોરોઈંગ જરૂરી છે. નાણાંકીય ખોટ વધુ કે ઓછી નિયંત્રણ હેઠળ છે. જ્યારે વિનિવેશની પ્રક્રિયા પૂરી રીતે પારદર્શી છે.

    આ પણ વાંચોઃ-Budget 2022 Decode: એવા છ ફેરફાર જેનો નાણા મંત્રીએ બજેટમાં નથી કર્યો ઉલ્લેખ

    ડિજિટલ કરન્સી અંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ કરન્સી જલદી જ આવશે, RBI ડિજીટલ રૂપિયા માટે કેબિનેટથી મંજૂરી લેશે. તો બીજી તરફ ક્રિપ્ટો કરન્સી અંગે તેમણે જણાવ્યું હતું કે, ક્રિપ્ટોના વધતા ચલણને કારણે ટેક્સ લગાડ્યો, ક્રિપ્ટો પર કન્સ્લટેશન ચાલી રહ્યું છે, ક્રિપ્ટો પર બિલ ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ.

    તેમણે ડિજિટલ ટ્રાન્જેક્શન અંગે જણાવ્યું હતું કે ડિજીટલ ટ્રાન્ઝેક્શન દરેક સ્તર પર વધ્યું છે, ડિજીટલ લેનદેનને લોકોએ ખુશીથી સ્વીકાર્યું છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં અમે 2.3 ટ્રીલિયનની ઈકૉનોમી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Exclusive interview, Nirmala Sitharaman, Rahul joshi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन