જાણવા જેવી છે વોલમાર્ટની આ ખાસ વાતો, માલિક હતા દુકાનકાર!

News18 Gujarati
Updated: May 9, 2018, 6:10 PM IST
જાણવા જેવી છે વોલમાર્ટની આ ખાસ વાતો, માલિક હતા દુકાનકાર!

  • Share this:
1. વોલમાર્ટ અમેરિકાની એવી કંપની છે જેની રેવેન્યૂ પ્રાઇવેટ કંપનીઓમાં દુનિયામાં સૌથી વધુ છે, તેની કુલ રેવેન્યૂ 31.33 લાખ કરોડ એટલે કે 482 અરબ ડોલર છે અને રોજની કમાણી 8600 કરોડ રૂપિયા છે.

2. વોલમાર્ટના માલિક અને સંસ્થાપન સેમ વોલટન એક સમયે અમેરિકન ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કર્મચારી હતા, ત્યારબાદ તેઓએ તે નોકરી છોડી 1962માં પોતાનો સ્ટોર ખોલ્યો હતો.
3. શરૂઆતના દિવસમાં વોલમાર્ટ ખોટમાં ચાલતું હતું. કેમ કે સેમે આ સ્ટોર ભાડે લીધું હતું અને તેઓ સામાન ખૂબ જ ઓછા ભાવે વેચતા હતા. જો કે બાદમાં તેઓએ કંપનીઓ સાથે સીધો સંપર્ક કરી સામાન સસ્તામાં લેવાનું શરૂ કર્યું જેનાથી સામાનનું વેચાણ વધ્યું અને ફાયદો પણ થવા લાગ્યો, જો કે શરૂઆતના સમયમાં અનેક મોટા ઝટકા લાગ્યા.


4. થોડા જ વર્ષોમાં શહેરમાં વોલમાર્ટમાં અનેક અન્ય સ્ટોર્સ ખૂલ્યા, વોલમાર્ટનો એક જ નિયમ હતો કે કંપની પાસેથી સીધો સામાન ખરીદો અને તેને સૌથી ઓછા ભાવવામાં બજારમાં વેચો, 1969માં તેઓએ વોલમાર્ટ નાથી અન્ય કંપનીની સ્થાપના કરી, જેમાંએક ક્લબ ચેનનો પણ સમાવેશ થાય છે.

5. હાલ દુનિયાભરમાં વોલમાર્ટના 11,718 સ્ટોર્સ ચાલી રહ્યા છે, સાથે જ 28 દેશોમાં પોતાના ક્લબની ચેન પણ કાર્યરત છે, વોલમાર્ટ દુનિયામાં સૌથી વધુ કર્મચારી ધરાવતી એકમાત્ર પ્રાઇવેટ કંપની છે. વોલમાર્ટમાં 23 લાખ કર્મચારી કામ કરે છે.
6. અત્યારે પણ કંપનીની માલિકી હક વોલ્ટન પરિવાર પાસે જ છે, તેમની પાસે કંપનીમાં 50 ટકા ભાગીદારી છે, આ દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની હોવાની સાથે અમેરિકાની સૌથી મોટી રિટેલર પણ છે.

7. વોલમાર્ટે અમેરિકા સિવાય જ્યારે બ્રિટન, દક્ષિણ અમેરિકા અને ચીનમાં પોતાના સ્ટોર્સ ખોલ્યા જ્યાં તેને ધાર્યા બહારની સફળતા મળી, જ્યારે કંપનીને દક્ષિણ કોરિયા અને જર્મનીમાં મોટી ખોટનો સામનો કરવો પડ્યો હતો.

8. વોલમાર્ટ ભારતમાં વર્ષ 2006થી છે, ભારતમાં તેઓએ ભારતી એન્ટપ્રાઇઝની સાથે ગઠબંધન કરી રિટેલ માર્કેટમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે આ અંગે તેને મંજૂરી મળી ન હતી. હવે અનેક શહેરોમાં ટ્રેડર્સની સાથે મોટા પ્રમાણમાં સામનનું વેચાણ કરવાના સ્ટોર્સ ચલાવે છે, જો કે આ માટે પણ તેને વોલમાર્ટના નામની મંજૂરી મળી ન હતી.
First published: May 9, 2018
વધુ વાંચો
अगली ख़बर