બચત ખાતાથી મળતા લાભોમાં ડેબિટ કાર્ડ્સ, ઓછી બેલેન્સ મર્યાદા, ઊંચા વ્યાજ દરો, આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ, ડેબિટ કાર્ડ વ્યવહારો પર મળતા અન્ય લાભોનો સમાવેશ થાય છે.
Saving Account: જયારે તમે કોઈ પણ પ્રકારની બચત કરવાની શરૂઆત કરો ચો ત્યારે બેંકોનું સેવિંગ એકાઉન્ટ સૌવથી મહત્વનું ગણવામાં આવે છે. અહીં અમે તમને અલગ અલગ બેંકો દ્વારા આપવામાં આવતા વ્યાજદરો વિષે વાત કરી રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ.
Bank Saving Account: નાણાકીય રોકાણ માટે બચત ખાતું એ પહેલું પગથિયું છે. બચત ખાતા માટે વ્યાજની સામાન્ય ગણતરી કુલ બેલેન્સના આધારે કરવામાં આવે છે. બચત ખાતામાં વ્યાજની ગણતરી નિયમિત રૂપે કરીને તેની ચુકવણી ત્રણ મહિને કરવામાં આવે છે. નાણાં રોકાણ માટેનું પહેલું પગથિયું તમારી વ્યક્તિગત બેન્ક અને નાણાંકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બચત ખાતુજ પ્રથમ પગલું છે.
બચત ખાતાથી મળતા લાભોમાં ડેબિટ કાર્ડ્સ, ઓછી બેલેન્સ મર્યાદા, ઊંચા વ્યાજ દરો, આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ, ડેબિટ કાર્ડ વ્યવહારો પર મળતા અન્ય લાભોનો સમાવેશ થાય છે.
આ પ્રકારના મુખ્ય લાભો સાથે બચત ખાતું તમારા જમા કરેલા નાણાં પર વ્યાજ મેળવવા માટે મદદરૂપ સાબિત થાય છે. તેમજ તમારે જયારે જરૂર હોય ત્યારે તમે તે પરત મેળવી શકો છો. તેથી ટૂંકાગાળાના રોકાણ માટે પણ આ એક સારો વિકલ્પ છે. જે લોકો તમામ ફાયદા સાથે સારું વ્યાજદર મેળવવા સેવિંગ ખાતું ખોલવા ઈચ્છે છે તો અહીં અમુક બેંકોની યાદી આપી છે કે જે 7.50% નું વ્યાજદર આપી રહી છે.
ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક
આ બેન્ક તેના ગ્રાહકોને રૂ.25 કરોડથી વધુની બેન્ક બચત રકમ માટે સૌવથી વધુ એટલેકે 7.5% નું વ્યાજ આપી રહી છે. આ બેંકે 1 નવેમ્બર 2022 થી વ્યાજદરમાં ફેરફારો કર્યા છે.
ડીસીબી બેન્ક
22 ઓગસ્ટ 2022 થી આ બેન્કના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. બેન્ક 25 લાખ થી 2 કરોડ સુધીની રકમ માટે 7% વ્યાજ આપી રહી છે.
જન સ્મોલ ફાઇનાન્સ બેન્ક
આ બેંકમાં બચત ખાતામાં વ્યાજદરો 15 નવેમ્બર 2022 થી વધારવામાં આવે છે. જેમાં 1 લાખથી વધુ અને 50 કરોડની બચત પર બેન્ક 7% વ્યાજ આપી રહી છે.
આ બેન્કની જો વાત કરીએ તો તેના બચત ખાતામાં વ્યાજદરોમાં ફેરફાર 9 નવેમ્બર 2022 થી કરવામાં આવ્યો છે. બેન્ક 5 લાખથી વધુ અને 5 કરોડ સુધીની રકમ પર 7% જેટલું વ્યાજ આપી રહી છે.
AU સ્મોલ ફાઇનાન્સ બેન્ક
બચત ખાતા સંદર્ભે વાત કરીએ તો આ બેન્ક 25 લાખ થી 1 કરોડ માટે 7% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ વ્યાજદર 10 ઓક્ટોબર 2022 થી લાગુ કરવામાં આવ્યો છે. આ સિવાય બેન્કની વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે વ્યાજની ગણતરી ડેઇલી બેઈઝીસ પર કરવામાં આવશે અને તેનો ઉમેરો જે તે મહિનાના અંતમાં કરી દેવામાં આવશે.
ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક
આ બેંકે 1 જુલાઈ 2021 થી જ વ્યાજદરમાં ફેરફાર કરી દીધેલ છે. જેમાં 5 લાખ થી 1 કરોડ સુધી 7% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
આ બેન્ક 25 લાખથી વધુની રકમ પર 7% જેટલું વ્યાજ આપી રહી છે. જેની શરૂઆત 1 જૂન 2022 થી કરવામાં આવી છે.
શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેન્ક
આ બેન્કના વ્યાજદર વિષે વાત કરીએ તો 2 કરોડ થી 7 કરોડ સુધી 7% આપવામાં આવી રહ્યા છે. જેની સૌરાત 10 નવેમ્બર 2022 થી કરવામાં આવી છે.
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક
આ બેંકે 22 જાન્યુઆરી 2022 થી પોતાના વ્યાજદરમાં ફેરફારો કર્યા છે. જેમાં 1 લાખ થી 10 કરોડ સુધી 7% આપવામાં આવી રહ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર