Jio Platformsમાં 1894 કરોડનું રોકાણ કરશે Intel, 0.39 ટકાની હિસ્સેદારી માટે સમજૂતી

News18 Gujarati
Updated: July 3, 2020, 9:27 AM IST
Jio Platformsમાં 1894 કરોડનું રોકાણ કરશે Intel, 0.39 ટકાની હિસ્સેદારી માટે સમજૂતી
ત્રણ મહિનામાં રિલાયન્સ જિયોમાં થયેલું આ બારમું હાઇપ્રોફાઇલ રોકાણ છે

ત્રણ મહિનામાં રિલાયન્સ જિયોમાં થયેલું આ બારમું હાઇપ્રોફાઇલ રોકાણ છે

  • Share this:
નવી દિલ્હીઃ અમેરિકાની મલ્ટીનેશનલ કંપની ઇન્ટલ (Intel)એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ટેક્નોલોજી આર્મ જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)માં 1,894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ત્રણ મહિનામાં રિલાયન્સ જિયોમાં થયેલું આ બારમું હાઇપ્રોફાઇલ રોકાણ છે. આ રોકાણ દ્વારા ઇન્ટેલ રિલાયન્સ જિયોની 0.39 ટકા હિસ્સેદારી ખરીદશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટેલ કેપિટલની સાથે આ રોકાણ ભાગીદારી જિયો પ્લેટફોર્મ્સની 4.91 કરોડ રૂપિયાની ઇક્વિટી વેલ્યૂ પર થઈ છે. જિયો પ્લેટફોર્મ્સની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રોકાણ દ્વારા ઇન્ટેલ કેપિટલને જિયો પ્લેટફોર્મ્સમાં 0.39 ટકા હિસ્સેદારી ફુલી ડાયલૂટેડ આધાર પર આપવામાં આવશે.

આ ડીલ પર RILના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કહ્યું કે, ગ્લોબલ ટેક કંપનીઓ માટે Intel મહત્વપૂર્ણ ભાગીદાર છે. Intelની સાથે ભાગીદારીનો દેશવાસીઓને ફાયદો થશે. આ ભાગીદારીથી ટેક ક્ષમતાના વિસ્તારમાં મદદ મળશે. બીજી તરફ, આ ડીલ પર Intelનું કહેવું છે કે સસ્તી ડિજિટલ સેવાઓ પર Jioનું ફોક્સ છે. આ રોકાણથી ભારતની ડિજિટલ સેવામાં મોટું યોગદાન મળશે. ડિજિટલ સેવાઓથી લોકોની જિંદગી વધુ સારી બનશે.

Intel ટેક્નોલોજી સેક્ટરની અગ્રણી કંપનીઓ પૈકીની એક છે. ઇન્ટેલ કેપિટલ, જેના માધ્યમથી કંપનીએ Jio Platformsમાં રોકાણ કર્યું છે તે ક્લાઉડ કોમ્પૂટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા સેક્ટરમાં કામ કરનારી કંપનીઓમાં રોકાણ કરે છે.



12 રોકાણથી અત્યાર સુધી 1.17 લાખ કરોડ રૂપિયા એકત્ર થયાRILએ જિયો પ્લેટફોર્મ્સની ભાગીદારી વેચીને 1,17,588.45 કરોડ રૂપિયા એકત્ર કરી દીધા છે. આ રકમ 11 કંપનીઓના 12 રોકાણ દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વુધ રોકાણ ફેસબુકનું રહ્યું છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકાની હિસ્સેદારી માટે 43,573.62 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. RILએ અત્યાર સુધી જિયો પ્લેટફોર્મ્સની હિસ્સેદારી માટે રોકાણ મળી ચૂક્યું છે.

જિયોમાં રોકાણ કરવા કંપનીઓ કેમ આકર્ષાઈ રહી છે?

હવે સવાલ એ થાય કે ગ્લોબલ રોકાણકારોને Jio કેમ પસંદ છે. તેની પર નજર કરીએ તો Jio Platforms ઈન્ડિયાના Digital Potentialનું સૌથી સારું પ્રતિનિધિ છે. તેને ભારતીય બજારની ઊંડી સમજ છે. કોરોના વાયરસ બાદ ડિજિટાઇઝેશનની તક વધી છે. આધુનિક ટેક્નોલોજી અને ટૂલ્સનો ઉપયોગ વધ્યો છે જેનો ફાયદો તેને મળી શકે છે.

(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
First published: July 3, 2020, 8:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading