Intel-Jio Deal : જીયોમાં મોટું રોકાણ કરનાર ઇન્ટેલ વિષે શું તમને આ વાત ખબર છે!

Intel-Jio Deal : જીયોમાં મોટું રોકાણ કરનાર ઇન્ટેલ વિષે શું તમને આ વાત ખબર છે!
જિયો

ઇન્ટલ કોર્પ એક અમેરિકન મલ્ટીનેશનલ કૉર્પોરેશન અને ટેકનોલોજી કંપની છે

 • Share this:
  ઇન્ટલ કોર્પોરેશન જાહેરાત કરી છે કે તે 0.39 ટકા હિસ્સા માટે જિયો પ્લેટફોર્મમાં 1,894.5 કરોડનું રોકાણ કરશે. રોકાણ મામલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના ડિઝિટલ યુનિટમાં આ મોટી રોકણ સાબિત થયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 11 સપ્તાહથી આ રીતની આ 12 ડીલ છે જિયો અને રિયાલન્સ ઇન્ડસ્ટ્રી સામે આવી રહી છે. રિલાયન્સે જિયો પ્લેટફોર્મે આ દ્વારા તેનો 25.09 ટકાનો ભાગ વેચ્યો છે. મુંબઇમાં આવેલી RILએ હવે ફેસબુક સાથે મળીને દુનિયાના પ્રમુખ ટેક રોકાણકારો પાસેથી 1,17,588.45 કરોડ એકત્રિત કર્યા છે. ફેસબુકે એપ્રિલ 22ના રોજ 43,574 કરોડ સાથે તેનો 9.99 ટકા ભાગીદીરી ખરીદી હતી. ત્યારે ઇન્ટલ કંપની અને આ જિયો ડિલ વિષે તમારે જાણવા જેવી તમામ જરૂરી વાતો વિગતવાર અહીં વાંચો.

  ઇન્ટલ કોર્પોરેશન એક અમેરિકન મલ્ટીનેશનલ કૉર્પોરેશન અને ટેકનોલોજી કંપની છે જેનું હેડક્વાટર કેલિફોર્નિયાની સિલિકૉન વેલીના સાન્ટા કાર્લામાં આવેલું છે. તેની શરૂઆત 1968માં જુલાઇ 18ના રોજ થઇ હતી. રોબર્ટ નોયસ અને ગૉર્ડન મૂર (મૂર લૉ વાળા) એ મળીને તેની શરૂઆત કરી હતી. આ કંપની તેમના નામનું કૉમ્બિનેશન 'int' અને ઇલેક્ટ્રોનિકનો 'el' જોડીને બની છે.  તે રાજસ્વ આધારે વિશ્વની સૌથી મોટી અને સૌથી કિંમતી સેમીકન્ડક્ટર ચીપનું ઉત્પાદન કરે છે. અને તે માઇક્રોપ્રોસેસરની x86 શ્રેણીના શોધક છે. જે મોટાભાગના વ્યક્તિગત કમ્પ્યુટરના પ્રોસેસરનો ભાગ છે. ઇન્ટલ સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં અગ્રેસર છે. જેણે કમ્પ્યુટિંગ અને કમ્યુનિકેશન ટેકનોલોજી સાથે ડેટા સેન્ટ્રિક ફ્યૂચરને આકાર આપ્યો છે. જે ગોલ્બલ ઇનોવેશનમાં પાયો છે.

  વધુ વાંચો : Intel તરફથી રોકાણની જાહેરાત બાદ રિલાયન્સના શેરના ભાવમાં ઉછાળો

  વર્ષ 2019માં બોબ સ્વાન આ કંપનીના સાતમા CEO બન્યા હતા. ઇન્ટલ છેલ્લા બે દાયકાથી ભારતમાં પણ કામ કરી રહ્યું છે. અને હાલ તેના બેંગ્લુરુ અને હૈદરાબાદમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ પણ છે. ઇન્ટલ કેપિટલે અનેક ઇનિવોટિવ સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કર્યું છે. જેમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઓટોનોમસ વ્હીકલ, ડેટાસેન્ટર અને ક્લાઉડ, 5G તથા નેક્સ્ટ જનરેશન કમ્પ્યુટર જેવી શ્રેણી સમાવિષ્ટ છે.

  વધુ વાંચો : Jio Platformsમાં 1894 કરોડનું રોકાણ કરશે Intel, 0.39 ટકાની હિસ્સેદારી માટે સમજૂતી

   

  1991થી ઇન્ટલ કેપિટલ વિશ્વભરની 1,582 કંપનીઓમાં 12.9 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. અને 692 પોર્ટફોલિયો કંપનીઓ આમાંથી જાહેરમાં આવી છે કે મર્જરમાં ભાગ લીધો છે. નોંધનીય છે કે જીઓમાં રોકાણ કરવામાં ફેસબુક પછી અમેરિકાના આ સેમીકન્ડટર જાયન્ટ બીજા નંબરે છે, જે મૂવી, સમાચાર, મ્યુઝિક એપ્લિકેશન તેમ જ ટેલિકોમ એન્ટરપ્રાઇઝ જિઓ ઇન્ફોકૉમ ચલાવે છે.

  ઇન્ટલ સાથેની આ ડિલ સાથે જ રિલાયન્સે જિયો પ્લેટફોર્મના 25.09 ટકા ભાગના શેર વેચ્યા છે. અને જિયોમાં ગત 11 સપ્તાહમાં આ 12મી મોટી રોકણની ડીલ છે.

   
  First published:July 03, 2020, 13:02 pm

  टॉप स्टोरीज