હવે ભૂકંપ-પૂરથી ગાડીને નુકશાન થશે તો મળી જશે નકશાનના પૈસા, કેવી રીતે?

News18 Gujarati
Updated: June 23, 2019, 8:30 PM IST
હવે ભૂકંપ-પૂરથી ગાડીને નુકશાન થશે તો મળી જશે નકશાનના પૈસા, કેવી રીતે?
પ્રતિકાત્મક તસવીર

હવે ગાડીઓ માટે ભૂકંપ, પૂર જેવી કુદરતી આફત, તોડફોડ અને તોફાન જેવી ઘટનાઓમાં થતા નુકશાન માટે અલગથી ઈન્શ્યોરન્સ કવર ઉપલબ્ધ કરાવશે.

  • Share this:
જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ હવે ગાડીઓ માટે ભૂકંપ, પૂર જેવી કુદરતી આફત, તોડફોડ અને તોફાન જેવી ઘટનાઓમાં થતા નુકશાન માટે અલગથી ઈન્શ્યોરન્સ કવર ઉપલબ્ધ કરાવશે. વીમા નિયમક ઈરડાએ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓને એક સપ્ટેમ્બરથી નવી અને જુની કારો અને ટુ-વ્હીલર માટે અલગથી આ પ્રકારનો વીમો ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે.

1 સપ્ટેમ્બરથી મળશે સુવિધા
ભારતીય વીમા નિયમક (ઈરડા)એ ઉચ્ચતમ ન્યાયાલયના નિર્ણયને જોતા પોતાના પૂર્વ આદેશમાં ફેરફાર કરતા કહ્યું કે, એક સપ્ટેમ્બરથી કાર અને ટુ-વ્હીલર વાહનો માટે આ પ્રકારની એકસાથેની પોલીસી ખરીદવી ફરજીયાત નહીં હોય. વાહનોને પૂર, ભૂકંપ જેવી કુદરતી આફત અને તોફાનની ઘટનાઓમાં થતા નુકશાન માટે ખરીદવામાં આવતી વીમા પોલિસીને વૈકલ્પિક રાખવામાં આવી છે.

ઈરડાએ નવા પરિપત્રમાં કહ્યું છે કે, વીમા કંપનીઓએ 1 સપ્ટેમ્બર, 2019થી નવી અને જુની કારો અને ટુ-વ્હીલર માટે વાર્ષિક સ્વત: નુકશાન કવરવાળી પોલીસી રજૂ કરવી પડશે. જેમાં પોલીસીધારકના કહેવા પર આગ અને ચોરીના નુકશાનને પણ કવર કરવામાં આવી શકે છે.

અલગથી પોલીસી રજૂ કરવાનો પણ વિકલ્પ
વીમા કંપનીઓએ અલગથી ઓન ડેમેજના કવર સાથે પૂરી પેકેજ પોલીસી રજૂ કરવાનો પણ વિકલ્પ હશે. તેમાં થર્ડ પાર્ટી વીમા પોલીસી સાથે જ સ્વત નુકશાનનું જોખમ કવર પણ હશે. હાલમાં કંપનીઓને સ્વત નુકશાનવાળી વીમા પોલીસી લાંબી અવધી માટે જાહેર કરવાની મંજૂરી નહી હોય.નિયામકે કહ્યું કે, પોલીસી ધારકો પાસે હવે એક સાથેના જોખમ સિવાય માત્ર ઓન ડેમેજના ભાગને અલગથી નવીનીકરણ કરવાનો પણ વિકલ્પ હશે. આ સુવિધા 01 સપ્ટેમ્બર 2019ના રોજ અથવા ત્યારબાદ ઉપલબ્ધ હશે. આ નવીનીકરણ તેજ વીમા કંપનીઓ અથવા બીજી વીમા કંપનીઓ પાસે પણ કરાવી શકાશે.
First published: June 23, 2019, 8:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading