Home /News /business /ATM કે ડેબિટ કાર્ડ પર મળે છે 5 લાખનું વીમા કવરેજ, જાણો તેના માટે શું કરવું
ATM કે ડેબિટ કાર્ડ પર મળે છે 5 લાખનું વીમા કવરેજ, જાણો તેના માટે શું કરવું
બેંક એટીએમ કે ડેબિટ કાર્ડ પર આપણને 25 હજાર થી લઈને 5 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ બેનિફિટ મળે છે.
બહુ ઓછા લોકો જાણે છે કે તેમના એટીએમ અથવા ડેબિટ કાર્ડ પર તેમને 25 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીના વીમાનો લાભ પણ મળે છે. જો કે, મોટાભાગના લોકો આ વિશે જાણતા નથી. આ લાભ જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી બેંકો બંનેના એટીએમ કાર્ડ પર ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ કઈ રીતે મળે.
Bank Debit Card: બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી જમા રૂપિયા ઉપાડવા માટે આપણે ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડ રાખીએ છીએ. જેના વડે આપણે એટીએમ માંથી રૂપિયા ઉપાડી શકીએ છીએ અથવા સ્વાઇપ કરાવીને ઓનલાઇન પેમેન્ટ કરી શકીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકોને એ ખ્યાલ હોય છે કે આપણા એટીએમ કે ડેબિટ કાર્ડ પર 25 હજાર થી લઈને 5 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ મળે છે. ચાલો જાણીએ તેના માટેની તમામ માહિતી.
ડેબિટ કાર્ડ પર મળે છે ઇન્સ્યોરન્સ
બેંક એટીએમ કે ડેબિટ કાર્ડ પર આપણને 25 હજાર થી લઈને 5 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ બેનિફિટ મળે છે. જો કે આ વિશેની વધુ માહિતી લોકો પાસે હોતી નથી. આ ફાયદો એ લોકોને મળે છે જેમણે કાર્ડ 45 દિવસ યુઝ કર્યું હોય. આ લાભ સરકારી કે પ્રાઇવેટ બંને બેંકો તરફથી મળવા પાત્ર છે. આ સાથે તમને કેટલી રકમનો ફાયદો મળશે એ વાત તમારા કાર્ડની કેટેગરી પર આધાર રાખે છે. દરેક બેંક તેમના ગ્રાહકો માટે અલગ-અલગ કેટેગરીનું એટીએમ કાર્ડ ઇસ્યુ કરતી હોય છે અને દરેક કાર્ડ પર અલગ-અલગ પ્રકારની ફેસેલિટી મળવા પાત્ર હોય છે.
મળનાર રકમ કાર્ડની કેટેગરી આધારે નક્કી થતી હોય છે. સામાન્ય રીતે નીચે મુજબ લાભ મળવા પાત્ર છે.
કાર્ડની કેટેગરી રકમ
ક્લાસિક 1 લાખ
પ્લેટિનમ 2 લાખ
પ્લેટિનમ માસ્ટર 5 લાખ
વિઝા 1.5 થી 2 લાખ
માસ્ટર 50 હજાર
- પ્રધાનમંત્રી જનધન એકાઉન્ટ પર મળનાર રૂપે કાર્ડમાં 1 થી 2 લાખનો વીમો મળે છે.
દરેક પ્રકારે ક્લેઇમ મળશે
જો કોઈ વ્યક્તિની દુર્ઘટનામાં મૃત્યુ થઇ જાય છે તો તેના પરવીવારને 5 લાખ સુધીના ઇન્સ્યોરન્સનો લાભ આપવામાં આવે છે. તેના ક્લેઇમ માટે નોમિનીએ એ બેંકનો સંપર્ક કરવાનો રહેશે કે જ્યાં મૃતક વ્યક્તિનું ખાતું ખોલવામાં આવ્યું હતું. ત્યાં ક્લેઇમ માટે એક એપ્લિકેશન આપવાની રહેશે. બેંકમાં જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ વીમા ક્લેઇમ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર